Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૫૦
શ્રી મુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
તું દ્રઢપણે પૂર્ણ કર. તારાં વહાણો દૂરથી કાલે આવશે તે પછી જલદી ઊભો થઈને કપર્ધનું વચન હૃદયમાં સ્થિર કરીને જાવડી ઘણો આનંદ પામ્યો. પંચનમસ્કારને યાદ કરતો જાવડી સવારે પોતાના ઘરેથી માંડવિકા (જકાતનાકા) પાસે જઈને હર્ષથી યુક્ત બોલ્યો. આજે મારાં વહાણો કુશળતાપૂર્વક આવતો આવેલ વસ્તુની અર્ધી જકાત તમને આપીશ. જકાતના અધિકારીઓ હાસ્યથી બોલ્યા આ શ્રેષ્ઠિરાજ જાવડી રાત્રિમાં આકાશમાં સૂઈ ગયો છે, ને ગરીબ થવાથી ગાંડો થયો છે હ્યું છે કે :
निर्द्रव्यो ह्रियमेति, ह्रीपरिगत: प्रभ्रश्यते तेजसा, निस्तेजा: परिभूयते, परिभवानिर्वेदमागच्छति। निर्विण्णः शुचमेति, शोकसहितो, बुद्धेः परिभ्रश्यते। निबुर्द्धिः क्षयमेत्यहो ! निधनता सर्वापदामास्पदम् ॥१॥
દ્રવ્યવગરનો લજજા પામે છે. લજજાપામેલો તેજથી ભ્રષ્ટ થાય છે. તેજ વગરનો પરાભવ પામે છે. પરાભવથી નિર્વેદ પામે છે. નિર્વેદ પામેલો શેક પામે છે. શોકસહિત હોય તો બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. બુદ્ધિ વગરનો ક્ષય પામે છે આશ્ચર્ય છે કે નિર્ધનપણે સર્વદુ:ખનું સ્થાન છે.
તેઓનું હાસ્ય વચન સાંભળીને જાવડીએ કહ્યું કે ભરેલું ખાલી થાય છે. ખાલી થયેલું ફરીથી ભરાયેલું થાય છે. હે જગતના અધિકારીઓ રેંટને વિષે ઘડીઓ અનુક્રમે ખાલી અને ભરાયેલી શું તમારાવડે જોવાઈ નથી? પોતાના હિતને ઈચ્છનારા સપુષોએ અભિમાન ન કરવું જોઈએ, હું પહેલાં પૂર્વ ઉપાર્જન કરેલાં પાપના ઉદયથી નિર્ધન હતો. લક્ષ્મી હોવા ક્યાં પણ મોટેભાગે ઘણા મનુષ્યો દુ:ખી હોય છે. પોતાના ઈચ્છિતના અભાવની સિદ્ધિ દરેક ગામમાં અને દરેક શહેરમાં દેખાય છે કહ્યું છે કે :
निर्द्रव्यो धनचिन्तया धनपतिस्तद्रक्षणे चाकुलो, नि:श्रीकस्तदुपायसङ्गतमति:, श्रीमानपत्येच्छया, प्राप्तापत्यपरिग्रहोऽपि सततं रोगैरभिद्रूयते, जीव: कोऽपि कथंचनापि नियतं प्रायः सदा दुःखिनः॥१॥
ધન વગરનો ધનની ચિંતાવડે ધનનો સ્વામી તેના રક્ષણમાં વ્યાલ હોય, લક્ષ્મી વગરને તે લક્ષ્મી મેળવવાના ઉપાયથી વ્યાપ્ત બુદ્ધિવાળો હોય. પૈસાવાલો પુત્રની ઇચ્છાવડે દુઃખી હોય છે. પ્રાપ્ત થયેલા પુત્ર ને સ્ત્રીવાલો પણ જીવ રોગોવડે નિરંતર પરાભવ પામે છે. પ્રાયકેમે કરીને જીવ હંમેશાં દુ:ખી હોય છે (૧) તો પણ તમે જલદી જગાત અર્ધી કરો. તે પછી હાસ્યમાં તત્પર જગાતના અધિકારીઓએ આ પ્રમાણે કે હે જાવડી ! તું જા તારું કહેલું અમે દ્રઢપણે માન્યું. જાવડીએ કહ્યું કે હમણાં અહીં સાક્ષી કોણ છે તે કહો. તે પછી હાસ્યમાં તત્પર જગાત લેનારાઓએ પ્રગટપણે કહ્યું કે પ્રગટ ઉદયવાળો સમુદ્ર સાક્ષી થાઓ, તે પછી સમુદ્ર ક્વિારે જઈને ઉચ્ચસ્થાનમાં ઊભા રહીને તે જાવડી વહાણોને વારેવારે જુએ છે, તે વખતે લોકો જાવડીની હાંસી કરવા લાગ્યા કે હર્ષિત મનવાલો તું પૃથ્વીઉપર આકાશમાં સૂતો છે અથવા ગાંડો થઈ ગયો છે?