Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ાવડાનો પ્રબંધ
૫૫૩
કરાવેલું શ્રી આદિનાથ જિનેશ્વરનું બિંબ છે. હે વણિક જાવડી ! તે અહીં સિદ્ધગિરિ ઉપર લાવીને ધનનો વ્યયકરી મૂળ નાયક્તા સ્થાને સ્થાપ. આવતીકાલે અહીં પાંચવર્ણવાળા પાંચસો ઘોડાઓ આવશે. તે અસ્વી તારે ઘણા મૂલ્યથી ગ્રહણ કરવા. વળી રોગથી પીડાયેલા બીજા આક્સો ઘોડાઓ આવશે તે પણ તમારે જલદી લઈ લેવા. વીરમે લાવેલી ધૂળ વડે પાણીથી સિંચાયેલા તેઓ રોગથી મુક્તપણાને પામશે, તે પછી તે ઘોડાઓને તું જલદીથી તક્ષશિલામાં લઈ જજે તે નગરમાં સવારે રાજાને જુદા જુદા અશ્વોની ભેટ કરતાં તારા ઉપર રાજા ખુશ થશે, તે પછી રાજા ત્યાં તેને બિંબ આપશે, હે વણિક શ્રેષ્ઠ તે બિંબ તારે અહીં લાવીને નિર્વિઘ્નપણે સ્થાપવું યક્ષે હેલા પાંચવર્ણના ઘોડાઓને ધન આપીને લઈને તે નગરમાં જઈને જુદા જુદા ઘોડાઓને ભેટ કરી રાજાને અનુલ કરી જાવડી સુથારના ઘરે ગયો, અને સુથાર તેને તે બિંબ આપ્યું. સુથારે પોતાના ઘરના નવ લાખ સોનામહોર માંગે છત વણિકે સાટામાં પોતાની વીંટી આપી. તે વખતે ગોમુખય આવીને સુથારની પાસે શું કે તારું ઘર હમણાં કોડ સોનામહોરવડે પણ ન મળે કારણ કે તારા ઘરની અંદર ભોંયરું છે, અને તેમાં પહેલા તીર્થકરની પ્રતિમા ઘણા કરોડવડે મેળવી શકાય એવી છે. તારે જાવડીને કરોડ સોનામહોસ્વડે પણ પોતાનું ઘર આપવું નહિ. તું દોડાદોડ માંગને હું તને ઘર આપીશ નહિ. એમ સુથારે કહે છતે બન્નેને એક વર્ષ સુધી રાજાની આગળ વિવાદ થયો. એક વખત સુથારના મોંઢામાં વેગથી અવતરીને કપર્ધએ કે તું નવા લાખ સોનામહોર આપ.
તે પછી રાજાને સાક્ષી કરી જાવડી વણિક જેટલામાં નવલાખ આપે છે તેટલામાં ગોમુખ આવ્યો. હે સુથાર! તે પોતાનું ઘર સસ્તુ કેમ આપ્યું? સુથારે છું કે મારાવડે અપાયેલું ઘર ફોગટ કરું પરંતુ અહીં રાજા સાક્ષી કરાયો છે ને મારાવડેધન ગ્રહણ કરાયું છે, આથી હમણાં બીજું બોલવું જરા પણ શક્ય નથી. તે પછી સારા દિવસે રથના સમૂહમાં તે બિંબને યત્નપૂર્વક ચઢાવીને જાવડી હર્ષથી શ્રી શત્રુંજય તરફ ચાલ્યો. તે પછી ભાવડને પુત્ર જાવડી જતાં રાત્રિમાં જયાં રહે છે ત્યાં તે પ્રતિમાને તે સ્થાનમાંથી ગોમુખ પાછી લઈ જતો હતો, આ પ્રમાણે હથી બે મહિના સુધી મુખ કરતે જ્યારે જાવડી ખેદ પામ્યો. ત્યારે કપઈએ કહ્યું કે શ્રી શત્રુંજય તીર્થમાં શ્રી ક્ષભદેવનો સેવક યક્ષરાજ ગોમુખ બિંબને જરાપણ સહન કરી શક્તો નથી, તેથી હે વણિક્વરી ત્યાં આવ્યો છે. તું પ્રિયાસહિત રથના સમૂહની નીચે પાછળ રહે જેથી હે ભદ્રા તે રથનો સમૂહ જલદી સિદ્ધગિરિ ઉપર જશે. તારી પત્ની સતી છે તું ઉત્તમ શીલવાળો છે. આથી ગોમુખ ત્યાં કોઈ વિદ્ધ કરી શકશે નહિ. કહ્યું છે કે :
देव दाणवगंधव्वा जक्खरक्खसकिन्नरा। बंभयारि नमसंति-दुक्करं जे करंति तं ॥१॥
જે દુર એવા બ્રહ્મચર્યને કરે છે, તે બ્રહ્મચારીને દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો ને કિન્નરો નમસ્કાર કરે છે. તે પછી કપલે હેલી વિધિ પ્રમાણે ભાવડનો પુત્ર જાવડી પ્રયત્નપૂર્વક તે પ્રતિમાને શ્રી સિદ્ધગિરિઉપર લઈ ગયો. તે વખતે તે યક્ષ (ગોમુખ) જાવડીને વિષે વિબો કરવાને અસમર્થ થયો, અને ખેદ પામેલો પ્રભુ પાસે ઊભો રહ્યો.
સાત આઠ કરોડ શ્રેષ્ઠ મનુષ્યોને ભેગા કરીને ઘણા દ્રવ્યનો વ્યય કરતો જાવડ શ્રી સિદ્ધગિરિઉપર આવ્યો. ઋષભદેવ