Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સમુદ્રને પાર કરવામાં શ્રી સોમશેઠની ક્થા સંપૂર્ણ
આ બાજુ ભમતું વાંદરાનું ટોળું આવ્યું, તે જુદા જુદા સર્વ પથ્થરોને વિષે ક્રીડા કરે છે. ત્યાં એક વાંદરો બાળક ભાવથી બળાત્કારે ખીલાને ખેંચતો વૃદ્ધ વાનરવડે અટકાવવા છ્તાં પણ તે અટક્યો નહિ. અકસ્માત્ ખીલો ચલાયમાન થવાથી નીચે રહેલો વાનર પડતી શીલાવડે ફેંકાયેલો યમમંદિરમાં ગયો. તે વખતે આવેલા એક વાનરવડે આ પ્રમાણે કહેવાયું કે જ્યાં વ્યાપાર કરવાનો ન હોય ત્યાં વ્યાપાર કરનારો મરણ પામે ક્યું છે કે : જ્યાં વ્યાપાર કરવાનો ન હોય ત્યાં જે માણસ વ્યાપાર કરવાને ઇચ્છે છે તે નિશ્ચે ખીલાને ઉપાડનાર વાનરની જેમ મરણ પામે છે તે વખતે શ્રેષ્ઠીરાજે મંદિરને સંપૂર્ણ કરાવ્યું અને ત્યાં હર્ષવડે શ્રી આદિનાથ પ્રભુનું બિંબ સ્થાપન કરાવ્યું. શ્રી શત્રુંજયગિરિના ધ્યાનથી બાર વખત સમુદ્રમાં જઈને ઘણું ધન ઉપાર્જન કરીને શેઠ પોતાના ધરે આવ્યો. નિરંતર સાતે ક્ષેત્રોમાં ઘણી લક્ષ્મીને વાપરતો શ્રેષ્ઠીવર્ય સર્વ કર્મોનો ક્ષય કરી અનુક્રમે મોક્ષમાં ગયો.
સમુદ્રને પાર કરવામાં શ્રી સોમશેઠની કથા સંપૂર્ણ.
ચુભૂમિમાં જય કરવા માટે શ્રી મિત્રસેન રાજાની થા.
તામલિપ્તી નગરીમાં નીતિવાળો મિત્રસેન નામે રાજા હતો અને તેને સુંદર બુદ્ધિના ઘરરૂપ સુમિત્ર નામે મંત્રી હતો. એક વખત ત્યાં ઉદ્યાનમાં શ્રી ધર્મસેનસૂરીશ્વરનાં ચરણ કમલને નમસ્કાર કરવા માટે રાજા ગયો. અને આદરપૂર્વક આ પ્રમાણે ધર્મ સાંભળ્યો.
આર્ય-ફેશ-ત-પ-વત્તાયુ બુદ્ધિ વન્ધુર મવાવ્ય નત્વમ્॥ धर्मकर्म्म न करोति जडो य:, पोतमुज्झति पयोधिगत: स: ।। मिथ्यात्वं सर्वथा हेयं, धर्म्यं वर्द्धयता सता, ।
विरोधो हि तयो बढं मृत्युजीवितयोरिव ।। भावेन क्रियते धर्मो, येन स्वहितमिच्छुना । स एव लभते स्वर्गापवर्ग सम्पदः क्रमात् ।। भावेन दान पुण्यादि क्रियमाणं शरीरिभि: । राज्य स्वर्गादिशतानि ददते नात्र संशयः ॥
૫૮૩
"