Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શી વજસ્વામીનો સંબંધ
૬૦૩
कोटि सहिएहिं धणसंचयस्स, गुणस्स भरियाइ कन्नाई।
नवि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं॥१॥ કરોડો ધનના સમૂહ સહિત ગુણથી ભરેલી ન્યા ઉપર વઋષિ લોભાયા નહિ. સાધુઓની આ નિર્લોભતા છે. દશ પૂર્વભણી ભવ્યમનુષ્યોને પ્રતિબોધ કરતાં વજસૂરીશ્વર નિરંતર શાસનને વિષે પ્રભાવના કરવા લાગ્યા. % છે કે: સિંહગરિ ગુસ્ની પાસે ધર્મસાંભળી વૈરાગ્યવાળા ધનગિરિ તેની પત્ની ને તેના પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી
तुंबवणसन्निवेसाउ निग्गयं पिउस्सगास समल्लीणं। छम्मासियं छसुजअं माउइ समन्नियं वंदे॥२॥ यः पालनस्थः श्रुतमध्यगीष्ट, षण्मासिके यश्चरिताभिलाषी। त्रिवार्षिक: सङ्घममानयद्यो, योऽध्यापयत् साधुगणं प्रकामम्॥
તુંબવન સન્નિવેરાથી નીકળેલા પિતાની પાસે રહેલા છ મહિનાના વજ-છ જવનિકાયમાં પ્રયત્નવાલા, માતાથી યુક્ત એવા વજર્ષિને હું વંદન કરું છું. જે પારણામાં રહેલા છ મહિનાના કૃતને ભણ્યા. અને ચારિત્રના અભિલાષી ત્રણ વર્ષની ઉમરવાલા જેણે સંઘને માન્ય ર્યો. જેણે સાધુ સમુદાયને અત્યંત ભણાવ્યો. જે બાલક દેવતાઓ વડે વર્ષાઋતુની અંદર ભોજન માટે નિમંત્રણ કરાયેલા ક્યા નથી.
તે વિનીત વિનયવાળા છે. તે વઋષિને હું નમસ્કાર કરું છું. જેને મહાપરીક્ષામાંથી આકાશગામિનીવિધ ઉછરી, જે મૃતધરોમાં છેલ્લા છે. તે આર્તવજને હું વંદન કરું છું. અત્યંત દુકાળ પડે છતે સંઘને ઉત્તમપટઉપર સ્થાપન કરી શ્રી વજસૂરીશ્વર અનુક્રમે માહેશ્વરી નગરીમાં લઈ ગયા. હતાશન નામે યક્ષના વનમાંથી પુષ્પો માહેશ્વરી નગરીમાં લઈ ગયા. અને ત્યાં બૌદ્ધને પ્રતિબોધ કરવા માટે જેણે મોટી પ્રભાવના કરી. આ પ્રમાણે શ્રેષ્ઠ વિધાના સમુદ્ર અને નિરંતર પ્રભાવનામાં તત્પર શ્રી વગુસ્ના ઘણા દિવસો પસાર થયા. આ પ્રમાણે વજસ્વામી ગુરુનીવાણી સાંભળીને ક્યો માણસ જલદી મિથ્યાત્વને છેડીને જૈનધર્મને ન પામે? આ પ્રમાણે તિઓના) બીજાં પણ ઘણાં વૃત્તાંતો છે. વિદ્વાનોએ સ્વલ્પ જાણવા માટે કહેવાં, એક વખત વજનવામી સોપારક નામના નગરમાં જ્યારે ગયા ત્યારે અનેક ભવ્યજીવો વંદન કરવા માટે આવ્યા. તે વખતે વજસ્વામીએ ક્યું કે મુક્તિના સુખની પ્રાપ્તિ માટે હંમેશાં ધન આદિ પુણ્ય વેગથી વિધિપૂર્વક કરવું જોઈએ. હ્યું છે કે:- જે જીવ ગામ સ્ત્રી ને પૃથ્વીનું દાન અને સુવર્ણનું દાન કરે તે પાપકર્મથી ભારે થયેલા સંસારૂપી અટવીમાં ભ્રમણ કરે છે. બંધન, તાડન અને દમન વગેરે ભયંકર દુ:ખ બળોને થાય છે. હળ જોડવાથી પૃથ્વી ચિરાય છે. અને પ્રાણીના સમૂહ ચિરાય છે. જે કુમારીને આપે છે તે રાગ કરે છે. અને આસક્તિ કરે આથી મોહ થાય છે. ને મોહથી દુર્ગતિમાં ગમન થાય છે. સોનું ભયને પમાડનારું છે આરંભ અને પરિગ્રહનું મૂલ છે. તેથી મુનિ આ ચાર દાન છોડી દે. તેથી શ્રાવકોને મોક્ષની પ્રાપ્તિ બોધિને આપનારાં ક્યાં દાનો કહેવાય છે.? આથી વજસ્વામીએ ભવ્ય પ્રાણીઓની આગળ કહ્યાં.