Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
યુદ્ધભૂમિમાં જક્ય રવા માટે શ્રી મિત્રસેન રાજાની ક્યા
૫૫
સવારે ઊઠીને મંત્રીશ્વર ભગદેવના ઘરના દરવાજે આવીને શ્રેઘર જોઇને ચિતમાં ચમત્કાર પામ્યો. સાત ભૂમિવાલા (સાત માલવાળા) તે ઘરમાં અત્યંત રૂપાલા, મનોહર વસવાલા લોકોને આવતાં જતાં જોઈને મંત્રીશ્વરે દ્વારપાલને કહ્યું ભોગદેવ શોઠ ક્યાં છે? હું તેનો મહેમાન છું. શ્રેષ્ઠ વસવાળા દ્વારપાલે ધું કે ક્ષણવાર આસન પર બેસો. આ તરફ સુંદર વેશને ધારણ કરનારો સારા પરિવારથી યુક્ત ઘોડાઉપર ચઢેલો ભોગદેવ આવ્યો. તે વખતે તે તેને મળ્યો. ત્યાં તે મંત્રી ભોગવવડે હસહિત બોલાવાયો. અને તેને લઈ જઈને ઉત્તમ અન્નપાન આપી અત્યંત ગૌરવ કરાવાયો. તે તેને દિવસે દિવસે અન્નપાનઆદિ દાન કેવી રીતે આપતો હતો કે જેથી મંત્રી અત્યંત હર્ષિત થયો છે કે :
मिथ्यादृष्टि सहस्रेभ्यो - वरमेको ह्यणुव्रती; अणुव्रती सहस्रेभ्यो वरमेको महाव्रती।। महाव्रती सहस्रेभ्यो-वरमेको जिनाधिपः । जिनाधिप समंपात्रं न भूतं न भविष्यति।
હજારો મિશ્રાદ્રષ્ટિ કરતાં એક અણુવ્રતી શ્રેષ્ઠ છે. હજાર અણુવ્રતી કરતાં એક મહાવ્રતી શ્રેષ્ઠ છે અને હજાર મહાવતી કરતાં એક જિનેશ્વર શ્રેષ્ઠ છે. શ્રી જિનેશ્વર સરખું પાત્ર થયું નથી અને થશે નહિ. જમ્યા પછી શેઠ આદરસહિત સંધ્યામાં તેને ઉત્તમ પથારીની અંદર પૂરથી મિશ્રિત પાન આપે છે. અને તે આવેલા યાચને ઘણું દાન આપે છે. અને સાધુઓને ઉત્તમ ભક્તિથી વિશેષ પ્રકારે પ્રાસુક (ઘષરહિત) અન્ન આપે છે.
આ જોઈને મંત્રીશ્વરે આવીને રાજાની પાસે ભોગદેવ અને નિધિદેવનું સઘળું સ્વરૂપ હ્યું. તે પછી મંત્રી સહિત રાજાએ ગુરુની પાસે આવીને ભોગદેવ અને નિધિદેવનું સ્વરૂપ વાતચીતમાં ગુની પાસે કહ્યું ગુએ કહ્યું કે રામાપુરીમાં ઘણી લક્ષ્મીના સ્વામી શ્રેષ્ઠ રૂપને ધારણ કરનારા ચંદ્ર અને સોમ નામના બે શ્રેષ્ઠ વણિકો હતા. પ્રથમ જિનેશ્વરની પૂજા કરી સાધુઓને ઉત્તમભાવથી દાન આપીને હંમેશાં સાત-આઠ-ઉત્તમ શ્રાવકો સાથે જમે છે.
પહેલાં પોતે સાધુઓને દાન આપી પ્રણામ કરી પારણું કરે છે. ને સુવિહિત સાધુઓ ન હોય તો દિશાઓમાં તપાસ કરીને પછી જન્મે છે. સાધુઓને કલ્પી શકે એવું કોઈ ઠેકાણે કાંઈ ન અપાયું હોય તો ધીર અને યથોન કરનારા ઉત્તમ શ્રાવકો તે ભોગવતા (ખાતા) નથી.
सैवभूमिस्तदेवाम्भः, पश्यपात्रविशेषतः। आने मधुरतामेति, कटुत्वं निम्बपादपे॥
તેજ ભૂમિ છે. અને તે જ પાણી છે. પણ પાત્ર વિશેષથી આંબાને વિષે મધુરતા પામે છે. અને લીબડાના ઝાડમાં પણાને પામે છે. તે તમે જુઓ. બીજો સોમ ભાવ વિના બીજાનું અનુકરણ કરી ક્યારેક પ્રારુક અન્નપાન આપતો હતો. આથી તેને ધન થયું. પણ ક્યારેય ભોગ (ભોગવયે) ન થયો. આ સાંભળીને મંત્રીશ્વરે આવીને રાજાની આગળ