Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
આશયવાલો નંદ શુદ્ધ વ્યવસાય કરે છે તેથી તે સર્વ લોકોમાં વિસ્તારવાલી પ્રશંસાને પામ્યો. (નાગદેવ) કાંઇક લોભમાં તત્પર હંમેશાં વ્યાપારને કરતો ક્ષીણ થયું છે ધન જેનું એવો કર્મયોગે દેવદ્રવ્યનું થોડું ભક્ષણ કરતો હતો. નંદે નિષેધ કરવા છતાં પણ અધમ મનવાલો નાગદેવ ભાઇ અશુદ્ધ વ્યવસાય કરતો હતો. તે પછી નંદ ચિત્તમાં વિચારવા લાગ્યો કે હમણાં મારે શું કરવું ? પાપ વ્યાપારથી ભાઈને પણ મેં ન બચાવ્યો. નંદ હંમેશાં શુદ્ધ ધર્મને કરતો અનુક્રમે સ્વર્ગમાં ગયો. ત્યાંથી અવીને જિનસાગર નામે રાજાનો પુત્ર થયો. ત્યાં પણ ધર્મ કરીને બીજા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને રમાપુરમાં ચંદ્રસેન રાજા થયો. ત્યાં શુશ્રાવક ધર્મને કરીને અચ્યુત દેવલોકમાં ગયો. ત્યાં સ્વર્ગનાં સુખોને ભોગવતો ઘણા કાલ સુધી સુખી થયો. ત્યાંથી અવેલો આ યુગંધર નામે પુત્ર થયો. જાતિસ્મરણવડે પૂર્વભવોને જોઇને દીક્ષા લીધી.
૫૨
દેવદ્રવ્યનો વિનાશ કરવાથી નાગદેવ વચ્ચે વચ્ચે સારા ને ખરાબ ભવો પામીને તે રોગીષ્ઠ થયો. આનો આ રોગ કઇ રીતે નાશ પામશે ? જ્ઞાનીએ કહ્યું કે :
શ્રી સિદ્ધગિરઉપર જઈને જો આ રોગી છ છઠ્ઠને એકાસણાથી પારણું કરે તો આના શરીરમાંથી સઘળો કોઢ રોગ અનુક્રમે ક્ષય પામશે. આ સાંભળી તે રોગીએ જ્ઞાનીએ કહેલું સઘળું કર્યું. કોઢિયાનો રોગ પૂર્વે કરેલાં કર્મની સાથે ચાલી ગયો. અને સર્વ જગતને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજા પણ અરિહંતના ધર્મને કરીને શ્રી શત્રુંજયગિરિ ઉપર જઇને નિર્મલમનવાલા તેણે યુગાદીશ પ્રભુને નમસ્કાર કર્યો. યુગંધરમુનિએ ઘણાં ભવ્યજીવોને ધર્મને વિષે પ્રતિબોધ કરીને શ્રી શત્રુંજ્યઉપર સઘળાં કર્મોનો ક્ષયકરી મુક્તિ પામ્યા.
રોગના નાશમાં કોઢિયાની કથા સંપૂર્ણ.
શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા કલ્પનો સંબંધ
इय भद्दबाहुरइया - कप्पा सित्तुंजतित्थमाहप्पं ।
सिवियर पहुद्धरियं - जं पायलित्तेण संखिवियं ॥ ३८ ॥
ગાથાર્થ : આ પ્રમાણે – ભદ્રબાહુએ રચેલા ક્લ્પમાંથી શ્રી શત્રુંજ્યતીર્થનું માહાત્મ્ય શ્રી વજસ્વામીએ ઉર્યું. તેને પાદલિપ્તસૂરિએ સંક્ષેપ કર્યું.