Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સર્પના ભયંકર ઝેરમાં દેવસેનની ક્થા સંપૂર્ણ
પોતાનો ઘીનો દીવો કરીને જિનાલયમાં ઘરનાં સર્વે કામ હંમેશાં કરતી હતી. તે સ્રીવડે ધૂપના અંગારાવડે ચૂલો સળ ગાવાયો તેની આલોચના લીધા વિના મરણ પામી. હમણાં તિર્યંચના ભવમાં આ ઊંટડી થઇ, જાતિ સ્મરણવડે પૂર્વભવ જાણીને તારા ઘરમાં આ ઊંટડી ઊભી રહે છે તે હંમેશાં પોતાના કાર્યની નિંદા કરતી હતી. તે પછી તે પોતાની ભાષાવડે પૂર્વ ભવમાં સેવેલા પાપની આલોચના કરીને અનશનથી મરણ પામી. તે સ્વર્ગલોક પામી તે પછી તે ઊંટડીનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને રમાપુરમાં મનુષ્યજન્મ પામી શ્રી શત્રુંજયમાં મોક્ષ પામશે.
પી
ધનપતિ એવા દેવસેને શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય સાંભળીને શ્રી સિદ્ધગિરિઉપર શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વોને નમસ્કાર કર્યો. એક વખત સર્પવડે દેવસેન અત્યંત ડંખ મરાયો. વારંવાર ઉત્તમભાવથી ચિત્તમાં શ્રી સિદ્ધગિરિનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે તેના શરીરમાંથી સર્પનું ઝેર ક્ષણવારમાં ઊતરી ગયું. તેથી તે દેવસેન લાંબાકાળ સુધી સુખી થયો. તે પછી હંમેશાં શ્રી શત્રુંજયનું ધ્યાન કરતો દેવસેન શેઠ ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન પામ્યો. તે પછી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં સાધુઓવડે સેવાયેલા મોક્ષના સુખને આપનારા શ્રી શત્રુંજ્યપર્વતપર ગયા. દેવસેને ત્યાં ઉપદેશ આપતાં સંખ્યાત મનુષ્યોને અક્ષય એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
સર્પના ભયંકર ઝેરમાં દેવસેનની કથા સંપૂર્ણ
રોગના ઉપશમમાં કોટરોગવાલાની કથા.
૩૭ મી ગાથામાં આવતા આદિશબ્દથી બીજી કથાઓ પણ જાણવી.
તે આ પ્રમાણે :– વિશ્વપુરી નગરીમાં ન્યાયવાળો ક્ષેમંકર નામે શ્રેષ્ઠ રાજા હતો. તેને સુંદર યુગંધર નામે પુત્ર થયો. એક વખત યુગંધર (પુત્ર) સાધુનો દેવોવડે કરાતો કેવલજ્ઞાનની ઉત્પત્તિનો ઉત્સવ જોઈને પ્રગટપણે જાતિસ્મરણજ્ઞાનને પામ્યો. પૂર્વભવને યાદ કરીને યુગંધરે જાતે દીક્ષા લઇને શુદ્ધવ્રતપાલન કરવા માટે જ્ઞાની પાસે ગયો. તે વખતે રાજા વગેરે લોકો તેઓને વંદન કરવા માટે આવ્યા. તે વખતે કોઢરોગથી પીડાયેલો એક ગરીબ દુ:ખી આવ્યો. તે વખતે એ કોઢિયાનો પૂર્વભવ રાજાએ પૂછ્યો. તે વખતે જ્ઞાનીએ રાજાની આગળ આ પ્રમાણે ક્યું :
કુસુમપુરમાં નંદ અને નાગદેવ નામના બે ભાઇઓ પરસ્પર પ્રીતિવાળા હંમેશાં પ્રગટપણે રહેતા હતા. શ્રેષ્ઠ