Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ભદ્રબાહસ્વામીએ ચેલા લ્પનો સંબંધ
પ૯૭ ધર્મને જાણે છે. સ્વામીની મહેરબાની, યૌવન, વૈભવ, રુપ વંશ, પરાક્રમ ને પંડિતાઇ તે મદ વગરનાં હોવા છતાં મદનું કારણ છે. પુસ્તકો સત્ય છે. બુદ્ધિ સાચી છે. આથી તારે હમણાં પુસ્તક પાણીમાં નાંખવું નહિ. ભાઇવડે નિષેધ કરાયેલો વરાહમિહિરતે વખતે જેલમાં ગળાઉપર હાથ મૂકીને દીન મનવાળો ઊભો રહ્યો. તે વખતે વરાહડે પહેલાં નિંદા કરાયેલા શ્રાવકે અન્યોક્તિ ગર્ભિત કાવ્ય વરાહની આગળ કહ્યું. તમારા જેવા કૃપણોરૂપી કીડા જેમાં શોભતા હતા તે અંધકારમય રાત્રિ ચાલી થઈ છે. સૂર્યનાં કિરણથી દીપ્યમાન કરી છે દશદિશા જેણે એવો દિવસ હમણાં આ શોભે છે. ચંદ્ર નહિ તો કીટમણિ તું શું? (શોભે ?) હું કીડાના મણિસરખો છું એમ આણે હમણાં કીધું છે. આથી આને મારે જલદી રાજા પાસે શિક્ષા અપાવવી. (એટલામાં) અહીં આગળ રાજા આવ્યો. પતિને કહ્યું કે સત્પષોએ શોક ન કરવો. કારણ કે જગત અશાશ્વત છે. અહીં આગળ શ્રાવકો આવ્યા અને પ્રગટપણે કહ્યું કે અલ્પઆયુષ્યવાલા કર્મના યોગથી આ બાલક મૃત્યુ પામ્યો છે. આ સાંભળી રાજાએ કહ્યું કે હે શ્રાવો! ઉત્તમ ગુરુએ અહીં હમણાં બાલકનું અલ્પઆયુષ્ય કહ્યું હતું તે સાચું થયું તે વખતે વરાહે કહ્યું કે ગુરુવર્ય બિલાડીના મુખથી બાલકનું મૃત્યુ ક્યું હતું તે મળ્યું નહિ. આ સાંભળી ગુરુએ ત્યાં આવી પ્રગટપણે કહ્યું કે આગળિયાના મુખમાં બિલાડીનું રૂપ મજબૂતપણે છે. તેવા પ્રકારનો આગળિયો જોઈને રાજાએ ઉત્તમગુની સ્તુતિ કરી. હમણાં આવા પ્રકારનું સાચું જ્ઞાન કોઈ ઠેકાણે નથી. તે પછી રાજાએ શ્રીમાન ગુનું સન્માન ક્યું. જ્યારે તેઓ સ્વસ્થાને ગયા ત્યારે વરાહ દુ:ખી થયો, ફરીથી વરાહ વિચારવા લાગ્યો કે હું રાજાની આગળ શુદ્ધ બોલવાથી જલદી આ ગુને ખોટા કરીશ. એક વખત પોતાનું માહાત્મ રાજાની આગળ પ્રસિદ્ધ કરવા માટે વરાહે કે આજે દિવસના પાછલા પહોરે અકસ્માત વરસાદ આવે નગરના પૂર્વ દરવાજાના વિષે લીંબડાની પૂર્વ શાખાની અંદર મત્સ્ય પડશે. અને તે મત્સ્ય બાવન પલ પ્રમાણ ગૌરવર્ણવાલો, ચાર મુખવાલો નિચ્ચે તોલાયેલો થશે. આ મારું વચન સત્ય છે.
આ પ્રમાણે સાંભળીને ગુરુએ શ્રાવના મુખેથી રાજાને જણાવાયું કે ક્ષિણ દિશામાં રયામવર્ણવાલો શ્વેતમુખની કાંતિવાલો એક નેત્રવાલો, બે મુખવાલો, પચાસ પલ પ્રમાણવાલો લીંબડાનીદક્ષિણ શાખામાં નિારાની બહાર મસ્ય પડશે. બન્નેનું સાચું વચન જાણવા માટે તે દિવસે રાજા ત્યાં આવ્યો. ગુએ કહેલા પડેલા મત્સ્યને જોયો. અને તેથી હર્ષિત થયો. તે પછી સર્વ લોકેવડે હાંસી કરાયેલો, ખેદ પામ્યું છે મન જેનું એવો વરાહ પોતાના ઘરે જઈને રહ્યો. કેઈને પણ મુખ બતાવતો નથી. તેથી હ્યું છે કે :
माणे पणट्ठइ जइवि, न तणु तो देसगचइज। मा दुजणकरपल्लवहिं, दंसिजतु भमिज ॥१॥
જો માન નાશ પામે અને શરીર નાશ ન પામે તો દેશનો ત્યાગ કરવો. પરંતુ દુર્જનોના હસ્તતલવડે બતાવાતાં ભમણ ન કરવું. ત્યાં સુધી લક્ષ્મી આશ્રય કરે છે. ત્યાં સુધી યશ સ્થિર રહે છે. જ્યાં સુધી તે પુરુષ માનથી હાનિ પામતો નથી. ત્યાં રાજાએ જૈનધર્મ વિશે સ્વીકારે તે ષિત ચિત્તવાલા વરાહે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
જિન ધર્મનો ષી વરાહ મૃત્યુ પામ્યો. અને સાધુઓને વિષે વિરોષ ષથી તે વ્યંતર થયો. તપશ્ચર્યા કરતા