Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સુખપૂર્વક જંગલ ઉલ્લંઘન કરવામાં ધનશેઠની કથા
૫૮૭
પોતાના નગરમાં વેગથી લઈ જવાયો. પાણી પીને નિરંતર સ્વસ્થ ચિત્તવાલો થયો, તે પછી શ્રી રાજયમાં જઈને શ્રી ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરીને મુનિગમનને યોગ્ય શુભકર્મ ઉપાર્જન ક્યું.
આ પ્રમાણે વન ઉલ્લંઘન કરવામાં ધન શેઠની ક્યા સંપૂર્ણ
સિંહના વિષયમાં સમર્ષિની કથા
સડેરા નગરમાં ઉત્તમ એવા શ્રી યશોભદ્રગુરુવિહાર કરતાં ભવ્ય પ્રાણીઓને બોધ કરવા માટે અનુક્રમે આવ્યા. ત્યાં ભીમ નામના શેઠે જિનાલય કરાવીને બિંબની પ્રતિષ્ઠાના અવસરે ઘણા સંઘને બોલાવ્યો. લાખો પ્રમાણ લોકો ભેગા થયા ત્યારે જ્યારે ઘી ખલાસ થઈ ગયું. ત્યારે ભીમે ગુને આ પ્રમાણે છે કે
હે ગુરુ ઘી અહીંયાં જ ખલાસ થઈ ગયું છે. શું કરવું તે કહો? ગુરુએ ક્યું કે તું હમણાં ખાલી થયેલા (ધીના) ઘડાઓને ગોઠવ. તે પછી પાલી નગરમાંથી વીરરોઠના ઘરેથી ઘી લઈને તે સર્વે ઘડાઓને ગુસ્વર્ય શ્રી યશોભદ્ર ગુએ ભરી દીધા, તે વખતે ભીમવડે તે સર્વ શ્રાવક અત્યંત ગૌરવ કરાયા. તે પછી ઘી વડે ઘણાં તો ઘડાઓ ભરીને પાલીપુરમાં જઈને વીરોની આગળ તેણે કહ્યું કે આ ધી તમે ગ્રહણ કરશે. મારે તમને તે ઘી આપવાનું છે. શેઠે શું કે મારા ઘરમાંથી તમે ક્યારે ધી લીધું છે? તે વખતે ભીમે ધી લાવવાનો સમગ્ર વૃતાંત ધો. તે પછી બળાત્કારે તેને સવાયું ઘી આપીને ભીમ પોતાના ઘરે આવીને જૈનધર્મ કરે છે. ત્યાં ગુવડે કરાયેલા ઉપકારને યાદ કરતો શ્રેષ્ઠીરાજ ક્યારે પણ કોઈ કાણે ગુરુને ચિત્તમાંથી ભૂલતો નથી. કહ્યું છે કે :
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्त:, शिरसि निहित भारा नालिकेरा नराणाम्। उदकममृततुल्यं दधुराजीवितान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरन्ति॥१॥