Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ક્યું. આથી મંત્રીશ્વર સહિત રાજા નિરંતર ભાવથી ધર્મ કરતો બીજા પાસે કરાવે છે, અને અનુમોદના કરે છે.
એક વખત ત્યાં શત્રુઓનો સમૂહ આવે છતે તે સઘળા મનુષ્યો અત્યંત વ્યાકુલ થયા. અને જીવિતને વિષે ચાલી ગઇ છે આશા જેની એવા થયા. તે વખતે સન્મુખ આવીને શત્રુ સાથે યુદ્ધ કરતો મિત્રસેન રાજા ક્ષણવારમાં ભાગી ગયેલા સૈન્યવાલો થયો. અનુક્રમે શત્રુઓવડે સમગ્ર દેશવ્યાપ્ત થયે તે રાજા શ્રી શત્રુંજયનું સ્મરણ કરતો યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિમાં આવ્યો. શ્રી સિદ્ધિગિરિના ધ્યાનથી ક્ષણવારમાં સર્વ શત્રુઓને જીતી મિત્રસેન રાજાએ પ્રજાને સુખી કરી, તે પછી ઘણા સંઘ સહિત મોક્ષસુખને આપનારા શ્રી શત્રુંજ્યગિઉિપર જઇને મોક્ષલક્ષ્મી માટે શ્રી ઋષભદેવ પ્રભુનું સ્નાત્ર, પૂજા આદિ ધર્મ કાર્યો કર્યાં. મિત્રસેન રાજાએ પોતાની પાટઉપર પોતાના પુત્રનો અભિષેક કરી ગુરુપાસે વ્રત લઇને ઘણું તીવ્ર તપ કર્યું. એક વખત ઉત્તમ સાધુ સહિત મિત્રસેન ( મુનિ) શ્રી શત્રુંજ્યઉપર ગયા. ત્યાં કર્મનો ક્ષય કરી જલદી મોક્ષનગરીમાં ગયા.
યુદ્ધમાં જય કરવાને વિષે મિત્રસેન રાજાની કથા સંપૂર્ણ
૫૬
સુખપૂર્વક જંગલ ઉલ્લંઘન કરવામાં ધનશેઠની કથા.
સુરપુરમાં હરરાજા ઉત્તમ નીતિપૂર્વક રાજ્ય કરતો હતો ત્યારે ત્યાં દુ:ખે કરીને દમન કરી શકાય એવું શત્રુનું સૈન્ય આવ્યું. તે વખતે શત્રુઓવડે લોકો અને ધન લૂંટાતે તે દુષ્ટ ચિત્તવાળા ભીમ નામના ભટવડે ધનશ્રેષ્ઠી ગ્રહણ કરાયો. તે પછી બીજા માર્ગે ચાલતે તે ધનશેઠ જ્યારે ઓળખાયો ત્યારે શત્રુએ બે કરોડ ધનની માંગણી કરી, તે વખતે ધને
હ્યું કે બધા લોકોનું હરણ કરેલું સઘળું ધન છોડી દો, ( તો) હે ઉત્તમ શત્રુ ! હું તમને કરોડ પ્રમાણ ધન આપીશ. હું પોતાને છેડાવવામાં એક કરોડ ધન તમને આપું. તે વખતે શત્રુ માનતો નથી તેને નિર્દયપણે તાડન કરે છે તે વખતે તાડન કરાતા ધને આદરપૂર્વક શ્રી શત્રુંજ્યના ધ્યાનથી વેગપૂર્વક સાત દિવસ પસાર કર્યા. ઘણા શૂરવીરો દેખતે તે શ્રી શત્રુંજ્યનું ધ્યાન કરતો ધન નીકળતો કોઇ વીરપુરુષવડે જોવાયો નહિ.
મહાઅટવીમાં તો ધન જ્યાં સુધી પાર પામતો નથી તે વખતે તેને પ્રાણનો ત્યાગ કરનારી ગાઢ તરસ લાગી. તે વખતે શ્રી સિદ્ધગિરિના ધ્યાનમાં એક મનવાલો ધન હોતે છતે તુષ્ટ થયેલી વનદેવીએ આવીને હ્યું કે તું વરદાન માંગ. ધને હ્યું કે જો તું તુષ્ટ થઇ છે તો આ જંગલનો પાર પમાડ. અને જલદી તું સરોવર બતાવ. તે પછી ધન હર્ષથી વનદેવીવડે