Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૮૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પ્રથમવયમાં પીધેલા થોડા પાણીને યાદ કરતાં મસ્તકમાં સ્થાપન ર્યો છે ભાર જેણે એવાં નાળિયેરો મનુષ્યોને જીવનપર્યત અમૃતતુલ્ય પાણી આપે છે. સજજન પુરુષો કરાયેલા ઉપકારને ભૂલતા નથી. યાત્રા કરવા માટે ઉનાળામાં સંઘપતિ સાથે સઘળો લોક ગયો ત્યારે તરસથી પીડા પામેલો પ્રાણોના સંશયમાં પડ્યો. શ્રી સિદ્ધગિરિનું ધ્યાન કરવાથી અકાળે મેઘની વૃષ્ટિ ઉત્તમ ગુરુએ દેવની પાસે કરાવી. તેથી હદયમાં સુખ થયું. એક વખત માર્ગમાં ગુમહારાજ કાળા સર્પવડે ડંખ મરાયા. શ્રી સિદ્ધગિરિના ધ્યાનથી તે વખતે ગુવડે (તે) ઝેર દૂર કરાયું.
તેમનામકૃષ્ટિ નામના શિષ્ય એક વખત ગુરુ પાસે ઉત્તમભક્તિથી ચોવીસ અભિગ્રહો આ પ્રમાણે લીધા. દોઈની દુકાનમાં એક્વીશ પ્રમાણ માલપૂડા રાજપુત્રવડે ભાલાના અગ્રભાગથી ગોળ સહિત હર્ષથી જો અપાય તો નિચ્ચે મારે પારણું કરવું. ત્રણ માસ ગમે છો તેનો તે અભિગ્રહ ત્યાં પૂર્ણ થયો. સિદ્ધલક્ષ્મીપતિનો કમલ નામનો મનુષ્ય હાથીની સુંઢવડે રાજમાર્ગમાં જો મને પાંચ લાડુ આપે તો મારો અભિગ્રહ પૂર્ણ થાય. અન્યથા નહિ. તેનો તે અભિગ્રહ પાંચ મહિને પૂરો થયો. બ્રાહ્મણની પત્ની રાજમાર્ગમાં જતી પોતાના મસ્તક ઉપરથી સુંડલો (સપલો) ઉતારીને મધ્યાહન સમયે બાર માંડા (પૂડલા) ધી સહિત જો આપે તો મારો અભિગ્રહ પૂર્ણ થાય. તેનો તે અભિગ્રહ ત્રણ માસને આઠ દિવસે પૂર્ણ થયો. અડદ સહિત ખાંડ અને ઘી યુક્ત સાત માંડા (પૂડલા) નવમીના દિવસે રાજપુત્રી જો મને આપે તો મારે પારણું કરવું. અન્યથા નહિ. તેનો તે અભિગ્રહ પાંચ માસ અને ત્રણ દિવસે પૂરો થયો.
છેતવUST વેરની વિરું,-ત્રાડ પુછવિડુિં ચં; सिंगकेरी गल भेलओ देड तो, खमरिसि पारणउ करेड॥१॥ नवप्रसूत वाघिणी विकरालि, नयर बाहिरि बीहावइ बाल, वडां वीसइ जइ प्रणमी देइ; तओ खमरिसि पारणं करेइ ॥२॥ काली कम्बलि कानउं संड नाकिई सरडउं पूंछडी छंड; सींग करेइ गुलभेलउ देइ, तो खमरिसि पारणं करेइ॥३॥
(૧) જેને જંગલમાં પ્રસવ થયો છે. અને જે નગરની બહાર બાલકોને ભય પમાડે છે. તેવી વાઘણ પ્રણામ કરીને જો વીસ વડા આપે તો ખમરિસી પારણું કરે (૨) ગળાથી કાળો – શરીર ધોળો – કાન કપાયેલો – નાક વીંધાયેલો અને પૂંછડાથી બાંડો એવો સાંઢ સીંગડાવડે જો ગોળની થેલી આપે તો ખમરિસી પારણું કરે. (૩)
ઈજ્યાદિ ઘણા અભિગ્રહો તે વખતે પૂર્ણ કરાયા, પાયના પ્રભાવથી પ્રાણીઓને શું શું ન થાય? શ્રી સિદ્ધગિરિના ધ્યાનથી ખરેખર સન્મુખ આવતો સિંહ શાંત ચિત્તવાલા મુનિની આગળ શિયાળ જેવો થઈ ગયો.
આ પ્રમાણે સિંહના વિષયમાં સમર્ષિની કથા સંપૂર્ણ
-
I * *
********
********
**, *, *
* * * * * * * * * * * *
*