Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
સમને પાર કરવામાં શ્રી સોમશેઠની સ્થા.
એક વખત તામલિખી નગરીમાં મિત્ર સહિત સોમે કહ્યું કે શ્રેBરૂપવાલો પુરુષ પણ લક્ષ્મીવિના શોભતો નથી. કહ્યું છે કે: જેની પાસે ધન છે તે પુરુષ કુલવાન છે. તે પંડિત છે. તે જ્ઞાનવાળો છે. તે ગુણને જાણનારો છે, તેજ વક્તા છે તે દર્શન કરવા લાયક છે, બધા ગુણો સોનાનો આશ્રય કરે છે, જાતિ, રૂપ અને વિદ્યા ત્રણે મોટા ખાડામાં પડો એક ધન જ વૃદ્ધિ પામો, જેનાથી બધા ગુણો પ્રગટ થાય છે. આ પ્રમાણે વિચારીને તે પછી સોમ મિત્ર સહિત સમુદ્રમાર્ગે લક્ષ્મી ઉપાર્જન કરવા માટે મનોહરદ્વીપમાં ગયો. સાઠ લાખ પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કરીને સમુદ્રમાર્ગે ચાલતાં સમુદ્ર અત્યંત ઊંચા તરંગ (મોજાં)વાલો થયો. તે વખતે વહાણ ભાંગે ત્યારે (તેવું તોફાન થયે ને) લોકો સહિત સોમશેઠ એકાગ્રચિત્તે શ્રી શત્રુંજ્યનું ધ્યાન કરવા લાગ્યો. તે વખતે અકસ્માત સમુદ્રમાં સુંદર પવન આવવાથી વહાણ સરળમાર્ગે સમુદ્રના કિનારે ચાલતું આવ્યું. કહ્યું છે કે :
यत्न: कामार्थयशसां, कृतोऽपि निष्फलो भवेत्। धर्म कर्म समारम्भ - सङ्कल्पोऽपि न निष्कलः॥१॥
કામ – અર્થ અને યા માટે કરાયેલો પ્રયત્ન પણ નિષ્ફળ થાય છે. પરંતુ ધર્મના કાર્ય માટે કરેલો મનનો સંલ્પ પણ નિષ્ફળ થતો નથી.
यावच्चित्तं च वित्तं-यावदुत्सहते मनः । तावदात्महितं कार्यं - धर्मस्य त्वरिता गति:॥ प्रासाद-प्रतिमा यात्रा-प्रतिष्ठा च प्रभावना। अमायुद् घोषणादीनि, महापुण्यानि देहिनाम्॥
જ્યાં સુધી ચિત, વિત્ત અને મન ઉત્સાહ કરે છે. ત્યાં સુધીમાં આત્માનું હિત કરવું જોઈએ. કારણ કે ધર્મની ગતિ ઉતાવળી છે. પ્રાસાદ, પ્રતિમા યાત્રા પ્રતિષ્ઠા, પ્રભાવના અને અમારિની ઉદઘોષણા વગેરે કાર્યો) પ્રાણીઓનાં મહાપુણ્યકાર્યો છે. તે પછી સામે મોટું જિનમંદિર કરાવવા માટે યાચના કરીને રાજાની પાસેથી નગરના ઉદ્યાનમાં જમીન લીધી. સારા મુહૂર્ત જિનમંદિર કરાવવા માટે શ્રેષ્ઠ પથ્થર, સલાટો અને પંડિતો મંગાવ્યા. અર્ધફાડેલી ટિકની શિલાને ખીલાની પાસે ઊંચી કરીને ટેકો આપીને સલાહે જમવા માટે ગયા.