Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
અમિના ઉપદ્રવને શાંત કરવામાં શ્રી પ્રભાવિદ્યાધરની ક્યા
૫૮૧
સર્વ કાણે કાગડાઓ કાળા છે, સર્વ કાણે પોપટો લીલા હોય છે, સર્વ ઠેકાણે સુખીઓને સુખ હોય છે. ને સર્વ કાણે દુઃખીઓને દુઃખ હોય છે. આ સાંભળીને શ્લોકનું જ્ઞાન મેળવવા માટે હમણાં હું મંત્રીઓને વિષે રાજયને સ્થાપના કરીને નગરમાંથી ભ્રમણ કરવા નીકળ્યો છે. કોઢિયાનું રૂપ કરીને અનુક્રમે પૃથ્વી પર ભ્રમણ કરતાં તારા પિતાની નગરીમાં આવ્યો. તારા પિતાવડે તું મને અપાઈ.
સવારે રાજા વગેરે લોકોએ નગરની બહાર આવીને કામદેવ સરખા જમાઈને જોઈને પરસ્પર કહેવા લાગ્યા. ધર્મ નિશ્ચ સુખ આપે છે. પાપનિચે દુ:ખ આપે છે. કારણકે શ્રીમતી ધર્મ બોલવાથી શ્રેષ્ઠ વરને પામી. જીવો ધર્મથી નિશ્ચ ચારે તરફથી સુખને પામે છે. એ પ્રમાણે બોલતાં રાજાએ પુત્રી સહિત જમાઈને હાથીપર બેસાડીને પંચશબ્દપૂર્વક (પાંચ વાજિંત્રોના શબ્દ સાથે) સુપાત્રને દાન આપતાં પોતાના મહેલમાં લાવીને ઉત્તમ ભોજન કરાવીને સત્કાર . રાજાએ પુત્રીના મુખેથી જમાઈનું ચરિત્ર સાંભળીને તે વખતે ભક્તિપૂર્વક હાથી ઘોડા વગેરે આપી જમાઈનું ગૌરવ ક્યું. તે પછી વિધાધર પત્ની સહિત પોતાના ઘરે આવીને શ્રી જિનેશ્વરે કરેલા ધર્મને કરવા લાગ્યો કહ્યું છે કે :
परीक्ष्य सुकुलं विद्या, शीलं शौर्य सुरुपताम्। विधि ददाति निपुणं, कन्या-राज्यं दरिद्रताम् ॥१॥
વિધાતા-ઉત્તમલ વિદ્યા, શીલ, પરાક્રમ ને સુરૂપપણાની પરીક્ષા કરીને નિપુણ પુરૂને ન્યા, રાજ્ય દરિદ્રપણે આપે છે (૧)
એક વખત અગ્નિ લાગે તે શ્રીપ્રભ વિધાધરે ઘણા લોક સહિત શ્રી શત્રુંજયનું ધ્યાન કર્યું. તે વખતે તીર્થનું સ્મરણ કરવાથી અગ્નિ શાંત થઈ ગયો. તેથી નગરીની અંદર સર્વ ઠેકાણે જય જય શબ્દ થયો. તે પછી શ્રીપ્રભ વિદ્યાધરે વિમાનમાં બેસી શ્રી શત્રુંજયગિરિ ઉપર જઇને શ્રી યુગાદશ પ્રભુની હર્ષવડે પૂજા કરી અને અનુક્રમેતે વિદ્યાધરે આદરપૂર્વક સંયમ સ્વીકારી તપકરતાં કર્મોનો ક્ષય કરી મુક્તિ નગરીમાં ગયો.
આ પ્રમાણે અનિને શાંત કરવામાં શ્રીપ્રભ વિદ્યાધરની કથા સંપૂર્ણ