Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયનું સ્મરણ કરવા ઉપર ક્યા
૫૭૭
હંમેશાં શ્રી ગુરુ પાસે આ પ્રમાણે શ્રી શત્રુંજયનું માહામ્ય સાંભળતો હતો. ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમ, અભિગ્રહથી લાખ પલ્યોપમ, ને માર્ગમાં જતા એક સાગરોપમ સુધીનાં એકઠાં કરેલાં દુષ્કર્મ ક્ષય પામે છે. શ્રી શત્રુંજયતીર્થનું સ્મરણ કરવાથી, જોવાથી ને સાંભળવાથી પુના ઘણા સાગરોપમનાં સેવાયેલાં દુષ્કર્મ ક્ષય પામે છે.
આ પ્રમાણે સાંભળી શ્રી સિદ્ધગિરિઉપર જઇ જિનેશ્વરોને નમન કરી વૈરિસિંહ રાજાએ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખત વૈરિસિંહ મરણ પામી શ્રીપુરનગરમાં ચંદ્રસરખી રૂપલક્ષ્મીવાલો વૈશ્કિતુ નામનો ચંદ્રરાજાનો પુત્ર થયો. ચંદ્રરાજા પોતાના પુત્રને કોઇક વખત રાજ્ય આપીને દીક્ષા લઈને શ્રી સિદ્ધગિરિઉપર હંમેશાં આ પ્રમાણે ધ્યાન કરવા લાગ્યો. કહ્યું છે કે :
कालो न यातो वयमेवयाता, भोगा न भुक्ता वयमेव भुक्ताः। तृष्णा न जीर्णा वयमेव जीर्णास्तपो न तप्तं वयमेव तप्ता : ॥१॥
કાલ ગયો નથી અમે જ ગયા છીએ. ભોગો ભોગવ્યા નથી અમે જ ભોગવાયા છીએ. તૃષ્ણા જીર્ણ થઈ નથી અમે જ જીર્ણ થયા છીએ. તપ તપ્યા નથી અમે તપ્યા છીએ. આ પ્રમાણે સારા ભાવથી ધ્યાન કરતાં એવા તેને વલજ્ઞાન થયું. તે પછી મુક્તિ થઈ. વૈકિંતુ રાજા ઘણા શત્રુઓને સાધીને હદયમાં શ્રી શત્રુંજયનું સ્મરણ કરવા લાગ્યો. પોતાના સ્થાનમાં રહ્યા છતાં પણ શ્રી સિદ્ધગિરિનું સ્મરણ કરતાં વૈક્તિ રાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. વૈક્તિમુનિ ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરીને આયુષ્યના ક્ષયે શ્રી સિદ્ધગિરિઉપર મુનિનગરીમાં ગયા.
આ પ્રમાણે શ્રી શત્રુંજયના સ્મરણની કથા સંપૂર્ણ
પાણીના ઉપસર્ગનું નિવારણ કરવામાં
મીન ધ્વજારાજાની કથા.
जल-जलण-जलहि-रण-वनहरिकरि-विस विसहराइ दुट्ठभयं। नासइ जं नाम सुई तं सित्तुंजय महातित्थं ॥३७।।
જેનું નામ સાંભળવાથી પાણી, અગ્નિ, સમુદ્ર, યુદ્ધ, વન-સિંહ, હાથી, ઝેર, સર્પ, આદિ દુષ્ટભય નાશ પામે છે. તે શત્રુજ્ય મહાતીર્થ જય પામો. (૩૭)