Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પપર
શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર
निर्दयत्वमहङ्कार - स्तृष्णाकर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च पञ्चश्री सहचारिणः ॥ लक्ष्मीर्लक्षणहीनस्य, जातिहीनस्य भारती, પાત્રે રમતે નારી, શિરી, વર્ષન્તિ માધવા: II
મોટે ભાગે દારિધ આવે તે ધર્મને યાદ કરે છે. ધન પ્રાપ્ત થયે તે પુરુષો પુણ્યને ભૂલી જાય છે. એમાં સંશય નથી (૧) નિર્દયપણું–અહંકાર તૃષ્ણા કર્કશ બોલવું, નીચ પાત્રનું પ્રિયપણું આ પાંચ લક્ષ્મીનાં સહચારી છે. લક્ષણ વગરનાને લક્ષ્મી, હીનજાતિવાલાને સરસ્વતી, કુપાત્રમાં સ્રી રમે છે, અને મેઘ પર્વતઉપર વર્ષે છે. આ તરફ કપર્દીએ આવીને જાવડીને હ્યું કે તારાવડે પિતાનું ઇચ્છિત ધન હમણાં ભૂલી જવાયું છે. ઉત્તમ પુરુષો બોલેલું હોય તે તે વખતે જ મજબૂતપણે પાળે છે. આથી તું મનમાં ઇચ્છેલી લક્ષ્મીને શ્રી સિદ્ધગિરિઉપર વાપર. રાજાઓ એક વખત બોલે છે, સજજનો એક વખત બોલે છે, ક્યા એક વખત અપાય છે, આ ત્રણે વસ્તુ એક એક વખત હોય છે. જાવડીએ હ્યું કે હું વૈભવ ક્યાં વાપરું ? તે તું હે ! કપર્દીએ ક્યું કે પિતાએ હેલું ધન તું સિદ્ધગિરિઉપર વાપર, શ્રી શત્રુંજય વગેરે ધર્મસ્થાનકમાં વાપરેલી લક્ષ્મી અનંતી થાય છે. અને અનુક્રમે મુક્તિસુખ આપે છે. ક્યું છે કે
दायादा स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, गृणन्ति छलमाकलय्य दहनो भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ते हठाद्, दुर्वृत्तास्तनया नयन्ति निधन धिग् ववाधीनं धनम् ॥ १ ॥
ભાયાતો (ભાગીદારો) ઝંખે છે, ચોરના સમૂહો ચોરે છે. રાજાઓ છળ કરીને ગ્રહણ કરે છે. અગ્નિ ક્ષણવારમાં ભસ્મ કરે છે પાણી ભીંજવી નાંખે છે, જમીનમાં નાંખેલું ધન યક્ષો હરણ કરે છે. ખરાબ આચરણવાલા પુત્રો બળાત્કારે મરણ પમાડે છે, ઘણાને અધીન એવા ધનને ધિક્કાર છે
क्लेशाय विस्तराः सर्वे, संक्षेपास्तु सुखावहाः, परार्थं विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः ॥ गोशतादपि गोक्षीरं, मानं मूढशतादपि । મ િમન્વાસ્થાન, શેષ: પરબ્રહTM: //
સર્વે વિસ્તારો ક્લેશને માટે થાય છે. સર્વ વસ્તુઓનો સંક્ષેપ (પ્રમાણ) સુખને પમાડનારો થાય છે, સર્વે વિસ્તારો પારકા માટે થાય છે, અને ત્યાગ એ આત્માને હિતકારી જાણવો (૨) સો ગાયમાંથી પણ દૂધ મળે છે. સો મૂઢામાંથી (અનાજમાંથી) માણું મળે છે. ઘરમાં માંચાનું (ખાટલાનું) સ્થાન હોય છે. બાકીનો બધો પરિગ્રહ છે, “જાવડીએ ક્યું કે તો હું સિદ્ધગિરિ ઉપર આજે શું પુણ્ય કરું ? કપર્દીએ જાવડીને હ્યું કે તક્ષશિલાનગરીમાં સુથારના ઘરની અંદર ભરતે