Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજગના વ્યાખ્યાનમાં ભીમરાજાની ક્થા
જિનેશ્વરોની પૂજા કરે છે. સ્તુતિ કરે છે. આદરથી નમસ્કાર કરે છે. તે મનુષ્ય જલદી મોક્ષમાં જાય છે, જે પ્રાણી પાણી વગરના (ચોવિહારા) છભાવડે શ્રી શત્રુંજયગિરિઉપર સાત જાત્રા કરે છે તે ત્રીજા ભવમાં મોક્ષને પામે છે.
श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषुबम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नरा: स्थिरसम्पदः स्यु पूज्याभवन्ति जगदीशमथार्चयन्तः ॥ वितं सुवण्णभूमी; भूसणदाणेण अन्नतित्थेसु ।
जं पावइ पुण्णफलं, पूजा ण्हवणेण सित्तुंजे ॥ १ ॥
પા
તીર્થના માર્ગની રજવડે આત્મા કર્મરૂપી રજથી રહિત થાય છે. તીર્થોમાં ભ્રમણ કરવાથી સંસારમાં ભ્રમણ કરતો નથી. તીર્થને વિષે દ્રવ્યનો વ્યય કરવાથી મનુષ્યો સ્થિર સંપત્તિવાલા થાય છે. ને પરમાત્માની પૂજા કરનારા પૂજ્ય થાય છે. તેવી કોઇ સુવર્ણભૂમિ (પુણ્યભૂમિ) નથી. અન્ય તીર્થોમાં આભૂષણ આપવાથી જે પુણ્યલ થાય છે. તે શ્રી શત્રુંજ્ય ઉપર સ્નાત્રપૂજાવડે થાય. ઇત્યાદિ શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય હંમેશાં વર્ણન કરતાં ભીમસૂર મરણ પામ્યા ને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવેલા ઉમાનગરીમાં રામ નામે રાજા થયા. અનુક્રમે દાક્ષગુરુ પાસે દીક્ષા લઇને ગુરુ થયા. તે પછી ભવ્ય જીવોને સર્વજ્ઞના ધર્મને વિષે પ્રતિબોધ કરતાં શ્રી શત્રુંજયગિરિઉપર રામસૂરિ સર્વકર્મનો ક્ષય કરી ઘણા સાધુના સમુદાયથી યુક્ત રામસૂરીશ્વર મોક્ષનગરીમાં ગયા.
શ્રી શત્રુંજયના વ્યાખ્યાનમાં ભીમરાજાની કથા સંપૂર્ણ.
શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાઉપર સોમ રાજાની કથા.
શ્રીપુર નામના નગરમાં શ્રવણોનો કમલ નામે સેવક હતો. તે શેઠ સેવક સાથે સમુદ્રમાં ચાલ્યા. ઘણું દ્રવ્યઉપાર્જન કરી ચાલતા તેમનું વહાણ સમુદ્રમાં ભાંગી ગયું. તે બન્નેને હાથમાં પાટિયું આવ્યું. દૈવયોગથી ત્રણ દિવસે તે બન્ને સમુદ્રના ક્વિારે પહોંચ્યા. શેઠને મૂર્છા પામેલા જોઇને કમલે તેમની પાસેથી લક્ષ્મી લઇ લીધી. તો એવો તે કમલ લક્ષ્મીપુરમાં પુત્ર વગરનો રાજા મરી ગયો ત્યારે પંચદિવ્યના પ્રયોગથી મોટું રાજ્ય પામ્યો. આ બાજુ સચેતન