Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૪
શ્રી શત્રુંજય-પત્તિ-ભાષાંતર
ગાડાને પાંચ હાથ દૂરથી ત્યાગવું – ઘોડાને દશ હાથ દૂરથી છોડવો. હાથીને સો હાથ દૂરથી છોડવો. અને દુર્જનને દેશ છોડી ત્યાગવો. (૧) આઠ ચિત્રકારો જેટલી ભૂમિઉપર ચિત્ર કરે છે. તેટલી જ પોતાના પિતાની ભૂમિ જોઈને તે વિચારવા લાગી. આ પ્રમાણે ચિતારાઓને ચીતરવા માટે ભૂમિ આપતો રાજા ખરેખર મૂર્ણ છે. કોઈપણ જાણતો નથી. એક વખત ચિત્રકારની પુત્રીએ ગુપ્તપણે પિતાની ચિત્રભૂમિમાં સુંદર પીછાં –મુખ – પગ આદિથી સુંદર મેરને ચીતર્યો. તે ચિત્ર જોવા માટે ત્યાં રાજા આવ્યો. પીંછાંને લેવા માટે હાથને નાંખતો પોતાના હાથમાં પીંછાંને પામ્યો નહિ ફરીથી નખવડે પૃથ્વીને ખોદતાં રાજાના નખો પડી ગયા. તેથી રાજા અત્યંત વિલખો થયો. તે વખતે હસતી ચિતારાની પુત્રીએ રાજાને કહ્યું. હમણાં હે સુંદર! તું ખાટલાનો ચોથો પાયો થયો છું. તે પછી રાજાએ કહ્યું કે તારાવડે ખાટલાના કયા પગો કહેવાયા છે? ચિતારાની પુત્રીએ કહ્યું કે એક તો મારો પિતા થયો. જે જમવાના સમયે વડીનીતિ કરવા માટે જાય છે. રાજામાર્ગમાં ઘોડાને ખેલાવતો બીજો પાયો થયો. આઠ ચિતારાઓને અને મારા પિતાને સરખી ચિત્રમંદિરની જગ્યા આપતો હે રાજા ! તું ખરેખર ત્રીજો પાયો થયો છે. ને ચીતરેલા મોરનાં પીંછાંને લેવા માટે પોતાનો હાથ નાંખતો ચોથો પાયો થયો. આથી હે રાજા હિમણાં તે ખાટલાના ચાર પાયા શ્રેષ્ઠ જણાય છે. ચિત્રકારની પુત્રીને ચાર જાણીને રાજાએ પરણીને તેને રહેવા માટે શ્રેષ્ઠ ઘર આપ્યું. રાણીએ રાજાને રંજન કરવા માટે પોતાની સખીને શિખવાડીને રાજા આવે તે ચતુરપણે બોલાવતી હતી. સખીએ કહ્યું કે એક હાથ પ્રમાણ દેવમંદિરમાં ચાર હાથ પ્રમાણદેવધી રીતે સમાય? તેનો ઉત્તર આપો. સખીને કહ્યું કે કાલે આનો ઉત્તર આપીશ. તેથી રાજા ચકિત થયો. તે સ્ત્રી પાસેથી ઉત્તર સાંભળવા માટે રાજા બીજે દિવસે ત્યાં આવે છને સખીએ ફરીથી કહ્યું કે સાત હાથનો દેવ – ત્રણ હાથ પ્રમાણ ઘરમાં કેમ માય ? ચાર હાથવાળો દેવત્રણ હાથવાલા ઘરમાં કેમ માય? આ પ્રમાણે દિવસે દિવસે સખીવડે કહેવાય છો રાણી એ પ્રમાણે કહેતી હતી કે હે સખિ! હું તને કાલે ઉત્તર આપીશ. એમાં સંશય નથી. આ પ્રમાણે બોલે તે એક વર્ષ સુધી રાજા નિરંતર તે પત્નીના ઘરમાં ભકિતપૂર્વક પ્રિયાની પાસે આવ્યો.
તે વખતે રાજાની બીજી પત્નીઓ ચિત્રકારની પુત્રીના પરિગ્રહમાં (ગ્રહણમાં) ઈષ્યને કરતી રાજાને પ્રગટપણે આ પ્રમાણે કહેવા લાગી કે આ ચિત્રકારની પુત્રી હંમેશાં કામણને કરે છે. તેથી તું ત્યાં રહે છે. તારી પત્ની ખરેખર નીચ છે. (રાજા) તે પત્નીના ચરિત્રને જોવામાટે જ્યારે ગયો ત્યારે તે પતિસંબંધી આભૂષણને જુએ છે. પિતા સંબંધી આભૂષણોને આગળ તે બોલતી હતી. આ આભૂષણો પતિસંબંધી છે અને આ પોતાના પિતાનાં આપેલ છે. તે પતિની પાસેથી આવા પ્રકારની પ્રતિષ્ઠા પામી છે. તારો પિતા નીચ હતો. તારી પાસે લક્ષ્મી ન હતી. આ પ્રમાણે પત્નીને મનોહર જાણીને રાજાએ સર્વપત્નીઓમાં મુખ્યપણે કરી અને તેને આભૂષણોનો સમૂહ આપ્યો.
હે પ્રિયા એક હાથના મંદિરમાં ચાર હાથવાલો દેવ કેવી રીતે નિચે સમાઈ શકે? ઈત્યાદિ વચનની યુક્તિનો પ્રત્યુત્તર કહે. પત્નીએ કહ્યું કે ચાર હાથવાલો દેવ વિષ્ણુ કહેવાય છે. વરજિન સાત હાથ પ્રમાણ કહેવાય છે પાર્શ્વનાથ વળી નવહાથ પ્રમાણ છે. ઈત્યાદિ મનોહર પ્રત્યુત્તર આપે ણે રાજા હર્ષિત થયો. ને વિરોષે કરીને તે પત્નીનું સન્માન કરતો હતો. એક વખત શ્રી માણિજ્યસૂરીશ્વર ત્યાં આવ્યા. તે વખતે રાજા પોતાની પત્ની આદિથી યુક્ત તેઓને વંદન કરવા માટે ગયો. ગુરુએ કહ્યું કે જેઓ હર્ષપૂર્વક શ્રી જિનેશ્વરે કહેલો ધર્મ કરે છે તે પ્રાણીઓને સુખો દુર્લભ નથી.