Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
તિર્યોના પણ મુનિગમનમાં નિષ્ણુણ્યકની કથા
પ૬૭
ઘરે ઘરે ભિક્ષાવૃનિવડે ભીખ માગતો તે દીન આત્મા મોટો થાય છે. ને નિરંતર તિરસ્કાર કરાય છે. એક વખત માંગીને ખાતો તે મામાવડે પોતાના ઘરે લઈ જવાયો. ત્યારે રાત્રિમાં તેનું ઘર ચોરોએ લૂંટ્યું. તે પછી મામાવડે તે કાઢી મુકાયો. તે જે ઘરમાં રહે છે. તે બળી જાય છે. અથવા ચોરાય છે. જ્યારે કોઇ કોઇ ઠેકાણે પોતાના ઘરમાં ઊભા રહેવા દેતું નથી ત્યારે તે નિપુણ્યકમનમાં ઘણો દુ:ખી થયો. તે પછી ઉદ્વિગ્નચિત્તવાળો તે નિપૂણ્યક દૂર દેશમાં તામલિપ્તિ નગરીમાં ગયો. ને પૈસાદાર શેઠના ઘરમાં રહ્યો તે દિવસે તેનું ઘર બળી જવાથી ઘરના સ્વામીએ કાઢી મૂક્યો. હડકાયા કૂતરાની પેઠે લેઈના ઘરે રહેવા પામતો નથી. તેથી અતિ દુ:ખિત અને દીનમનવાળો નિષ્પાયક પોતાના પૂર્વે કરેલાં અત્યંત કર્મને દીનવાણીવાલો તે વારંવાર નિદવા લાગ્યો.
कम्मं कुणंति सवसा, तस्सुदयम्मि अ परव्वसा हुंति। रूक्खं चडइ सवसो, निवडइ परव्वसो तत्तो॥१॥ गन्तव्यं नगरशतं, विज्ञानानीक्षितव्यानि। नरपतिशतं च सेव्यं, स्थानान्तरितानि भाग्यानि ।।
જીવો પોતાને અધીન એવા કર્મો કરે છે. અને તેના ઉદયમાં પરાધીન થાય છે, પોતાને અધીન એવો વૃક્ષ ઉપર ચઢે છે, અને તેની ઉપરથી પરાધીન એવો પડે છે, સેંકડે નગરમાં જવું જોઈએ. વિજ્ઞાન જોવાં જોઈએ. સેંકડે રાજાની સેવા કરવી જોઈએ. ભાગ્ય બીજા સ્થાનમાં હેય છે, માટે) આ પ્રમાણે વિચારીને સમુદ્રમાં વહાણમાં ચઢીને તે નિષ્ણુણ્યક વહાણના સ્વામીના સેવભાવને પામ્યો. કુશળતાપૂર્વક સારા દિવસે વહાણ ક્નકક્વીપમાં પહોંચે છતે નિષ્ણાયક વિચારવા લાગ્યો કે આજે નિચ્ચે મારું ભાગ્ય ઊઘડ્યું છે. હું સમુદ્રમાં ચઢે છતે વહાણ ભાંગ્યું નહિ. તેથી ખરેખર હમણાં મારું ભાગ્ય છે. અથવા તો હું હમણાં વિધાતાથી ભૂલી જવાયો છું. ચાલવાના વખતે કુશળતા પૂર્વક જવાય તો સારું, વહાણનો માલિક કરિયાણાં વેચીને ત્યાં ઉપાર્જન કરેલું ધન લઈને સમુદ્રમાં પોતાના નગર તરફ ચાલ્યો. વહાણ ચાલતે મે પ્રચંડપવનથી અથડાયેલું તે વહાણ પાપડના સમૂહની જેમ પર્વતને વિષે અફળાઈને જલદી ભાંગી ગયું. ભાગ્યયોગે પાટિયું મલવાથી નિપૂણ્યક સમુદ્રના નિારે જઈને ચંદ્રપુરના સ્વામી ભીમનાં ચરણોની સેવા કરે છે. તે વખતે ત્યાં ધાડ આવી (પડી) તે નગરને લૂંટ્સી ભીમઠાકરને મારી નાંખ્યો.અને નિષ્ણુણ્યકને પકડ્યો. ધાડનો સ્વામી જેટલામાં પોતાના ગામ ગયો તેટલામાં ઘણી લક્ષ્મીસહિત તેનું ઘર બળી ગયું. બીજે દિવસે ગાયો ચાલી ગયે ને તે પલ્લીપતિ રાત્રુની પાછળ જતો શત્રુ સાથે યુદ્ધ કરતો યમમંદિરમાં લઈ જવાયો. તેથી આ પુણ્ય વગરનો છે એમ કરીને પલ્લીના મનુષ્યોવડે કાઢી મુકાયો. દુ:ખી ચિત્તવાલો બીજા દેશમાં ગયો. ત્યાં એક દેવમંદિરમાં નિરંતર ઉપવાસ કરતો દેવમંદિરને સાફ તો તે યક્ષ પાસે લક્ષ્મીની યાચના કરે છે. એક્વીસ ઉપવાસવડે તુષ્ટ થયેલા યક્ષે કહ્યું કે સવારે સોનાનો મોર પ્રગટપણે મારી આગળ નાચે છે તે નૃત્યને અંતે સવારે એક સોનાનું પીછું મૂકે છે. તે નિષ્પષ્યક! તે પીછું તારે હંમેશાં લઈ લેવું તે પછી હંમેશાં સવારે મોરમાંથી પડેલા સુવર્ણમય પીંછાને ગ્રહણ કરતા તેણે એકસો પીંછાં લીધાં.
એક વખત નિષ્ણુણ્યકે વિચાર્યું કે અહીં હંમેશાં કોણ આવે ? એક મુઠ્ઠીવડે સોનાનાં બધાં પીછાં લઈ લઉં. આ પ્રમાણે વિચારીને તે પીછાં લેવા માટે કેટલામાં તે ઊભો થયો તેટલામાં મોર કાગડો થઈ ગયો ને ઊડીને કોઈ ઠેકાણે