Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પ૬૬
શ્રી શત્રુંજ્ય-લ્પવૃત્તિ-ભાષાંતર
ગોળ વગેરે આપે છે. સોંઘાં કરિયાણાં લઈને મોંઘાં છે એમ બોલી હંમેશાં તેઓને આપતો ભીમશ્રાવક કંઈક લાભ ગ્રહણ કરે છે. દેવદ્રવ્યની ખરીદીમાંથી ભીમવણિકે વચ્ચે વચ્ચે એક હજાર કાણિીનો લાભ લીધો. દેવદ્રવ્યથી તે ભીમવણિકે ધન ઉપાર્જન કરતાં ભયંકર કર્મ ભેગું કર્યું અને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધું નહિ. જેથી હ્યું છે કે :
जिणपवयण वुढिकरं पभावगं नाणदंसण गुणाणं। भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ॥१॥
જિન પ્રવચનની વૃદ્ધિ કરનારાં જ્ઞાન ને દર્શનના ગુણોની પ્રભાવના કરનારા એવા (પણ) દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર જીવ અનંત સંસારી થાય છે. જિનદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ તીર્થકરપણાને પામે છે. તે પછી ભીમ મરણ પામી જલ મનુષ્ય થયો. ત્યાંથી ઘણા દુઃખને આપનાર ત્રીજી નરકમાં ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે :
देवद्रव्येण या वृद्धि - गुरूद्रव्येण यद्धनम्। तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥
દેવદ્રવ્યવડે અને ગુ વ્યવડે જે ધનની વૃદ્ધિ થાય છે. તે ધનકુલના નાશ માટે થાય છે અને મરી ગયેલો તે નરકમાં જાય છે. નરકમાંથી નીકળીને ભીમને જીવ મત્સ્ય થયો. તે પછી તે ચોથી નરકમાં નારકી થયો. ત્યાંથી મગર થયો અને પછી વચ્ચે વચ્ચે મત્સ્યના ભવ પામી પાંચમી છઠી ને સાતમી નરકમાં ગયો. આ પ્રમાણે ભીમ નિરંતર દુ:ખી થયો. હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીનું ગમન કરવાથી જીવ સાતવાર સાતમી નારકીમાં જાય છે, પછી તે ખાડાનો ભૂંડ થયો. ઘણી વખત રોષવાલો તે એડક, હરણિયો, સર્પ, સસલું, બિલાડો, ઉદર, શિયાલ, ભિલ્લા વિષ્ટાનો કીડો, કીડી, રીંછ, વીછી, સિંહ, ચિત્તો, તો, ગોળી, કાગડો, કૂતરી, પૃથ્વીકાય, અપકાય, અગ્નિ, વનસ્પતિમાં ઘણીવાર ઉત્પન્ન થઈને (પછી) છીપ જલો- કીડી અને ગધેડે થયો. ગધેડે ખચ્ચર, શંખ, બળદ, પાડે, હાથી, ઘોડો, ભેંસ, વાઘ, નોળિયો ને નોળિયણ થયો. આ પ્રમાણે ઘણા ભવોમાં દુઃખની પરંપરાને સહન કરીને ભીમનો જીવ અનુક્રમે શ્રી શત્રુંજયગિરિઉપર હરણ થયો.
ત્યાં પ્રભુના મુખને જોતાં જોતાં તે હરણ કરીને સ્વર્ગમાં ઘણા દેવોથી લેવાયેલો દેવ થયો ત્યાંથી આવીને સુવર્ણપુરમાં સોમરાજાનો શ્રેષ્ઠ રૂપવાલો, શ્રેષ્ઠ પરાક્રમવાલો ધનનામે પુત્ર થયો. ત્યાં જીવવધમાં આસકત મરીને કનકપત્તનમાં સારા દિવસે વસુદત્ત શેઠને કનક નામે પુત્ર થયો.
એક માસ પછી તેની માતા પોકમાં ગઈ. સ્તનપાનના અભાવે ક્નક ઘણો દુઃખી થયો. પાંચમે મહિને તેનો પિતા મરણ પામ્યો. તેના પાપના ઉદયથી તે પછી કોડો પ્રમાણ સોનામહોર જલદી અદ્રશ્યપણાને પામી, કોક સ્ત્રીએ લાવડે દૂધ પિવરાવી તેને મોટો કર્યો. તે વખતે બધા લોકોએ તેને નિષ્પષ્યક એવું નામ આપ્યું.