Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૬૪
શ્રી શત્રુંજ્ય-લ્પવૃત્તિ-ભાષાંતર જાય છે. હમણાં શ્રીપુરનગરના અધિપતિ ચંદ્રચૂડરાજા રાજ્ય છોડી દીક્ષા લઇ શ્રી સિદ્ધગિરિ ઉપર ગયો. ત્યાં નિરંતર અત્યંત તીવ્રતપ કરતાં ઘણા સાધુવડે શોભતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. મદનનામના નગરમાં નીતિમાર્ગવડે રાજ્યને કરતો ભીમસેનરાજા શિવંકર આચાર્યની પાસે આદરપૂર્વક સાંભળશે કે :
न्यग्रोधे दुर्लभं पुष्पं - दुर्लभं स्वातिजं पयः। दुर्लभं मानुषं जन्म-दुर्लभं देवदर्शनम्॥
વડને વિષે પુષ્પ દુર્લભ છે. સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ છે. મનુષ્ય જન્મદુર્લભ છેને દેવનું દર્શન દુર્લભ છે, વૈભવ વડે સુખપૂર્વક અમૂલ્ય રો મેળવાય છે. મનુષ્ય આયુષ્યની એક ક્ષણ પણ કરોડો રત્નોવડે પણ દુર્લભ છે. દિવસ અને રાત્રિરૂપી ઘડીમાલા રૂપ આયુષ્યરૂપી પાણીને ગ્રહણ કરીને ચંદ્ર ને સૂર્યરૂપી બળૉ કાળરૂપી રેંટને ભમાવે (ફેરવે) છે. આ પ્રમાણે શ્રી ગુપાસે સાંભળીને ભીમસેન રાજા રાજયને છોડીને પુત્રને વિષે રાજ્યનો ભાર આરોપણ કરશે. સારા દિવસે સાતસો રાજાઓ સાથે અને સાત હજાર સુંદર સેવકો સાથે દીક્ષા ગ્રહણ કરશે. તે પછી આચાર્યપદ પામીને લાખ સાધુ સહિત કર્મનો ક્ષય કરી શ્રી સિદ્ધક્ષેત્રની ભૂમિમાં મોક્ષમાં જો.
આ પર્વત વૃદ્ધિ પામતો એશીયોજન પ્રમાણ થશે ને સમસ્ત દેવોને સેવા કરવા લાયક થશે. અમારા ગણધર ધર્મઘોષ નામે શ્રી સિદ્ધગિરિપર્વત ઉપર ઘણા સાધુઓ સાથે જશે. આ સિદ્ધગિરિ ઉપર ઘણા રાજાઓ ધનનો વ્યય કરી પ્રાસાદ્ય અને અરિહંતોની પ્રતિમાઓ કરાવશે.
આ સિદ્ધગિરિના સ્પર્શથી, દર્શનથી અને સ્તવનથી અનેક ભવ્ય પ્રાણીઓ મોલમાં ગયાં છે, જો, અને જાય છે. આ પર્વત ઉપર મયૂર સર્પ સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ શ્રી જિનેશ્વરના દર્શનથી સિદ્ધ થયાં છે. સિદ્ધ થાય છે ને સિદ્ધ થશે. જેઓ સિદ્ધક્ષેત્રપર્વત ઉપર જાય છે. તેઓનો જન્મ, ચિત્ત ને જીવિત સાર્થક છે બીજાઓનાં ફોગટ છે. આ સાંભળીને ઘણા ભવ્યજીવો શ્રી સિદ્ધગિરિઉપર યાત્રા કરશે. અને પોતાની મોક્ષલક્ષ્મીને ઉપાર્જન કરશે.
વૃશ્મિન ગાથાની કથા સમાપ્ત