Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫દર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
તે પછી માર્ગમાં સઘળા સંઘને અનપાન આદિ આપી ગૌરવ કરીને શક્તિસિંહ રાજા પોતાના નગરમાં આવશે. અનુક્રમે શક્તિસિંહ રાજા સાતે ક્ષેત્રોમાં લક્ષ્મીનો વ્યય કરતો પોતાના નગરમાં મોટું જિનમંદિર કરાવશે. શક્તિરાજા પોતાના સંદર પુત્ર મેઘઘોષને રાજ્ય આપીને હર્ષવડે આરાધના કરતો આયુષ્યના ક્ષયે દેવલોકમાં જશે, તે પછી મેઘઘોષ રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતાં લોકોને) રામરાજાની પ્રજા જેવા કરશે.
ઘણા સંઘને ભેગા કરીને ગામે ગામ અને નગરે નગરે ખાત્રોત્સવ કરતો મેઘઘોષ રાજા ચાલશે. શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને શ્રી ઋષભદેવ પ્રભુના મંદિરમાં રાજા પ્રથમ ઋષભદેવ પ્રભુને પુષ્પો વડે પૂજશે. સર્વજિનમંદિરોમાં જિનેશ્વરની પૂજા કરતો રાજા મોક્ષગમનને યોગ્ય ધર્મ ઉપાર્જન કરશે. ત્યાં મરુદેવા માતાના અને શ્રી શાંતિનાથ જિનેશ્વરના શ્રેષ્ઠ મંદિરમાં ઘણા ધનનો વ્યય કરી મેઘધોષ રાજા મહોત્સવ કરાવશે. તે પછી શ્રી રૈવતગિરિઉપર જઈને સંઘસહિત મેઘઘોષરાજા શ્રી નેમિનાથ જિનેશ્વરની પૂજા કરશે. પોતાના નગર પાસે આવીને મહોત્સવ કરતો રાજા શ્રી સંઘને શ્રેષ્ઠ વસ્ત્રોવડે સન્માન કરશે. તે પછી મેઘ ઘોષરાજા સમસ્ત સંઘને વિસર્જન કરીને નગરપ્રવેશ કરતો પોતાના આવાસમાં આવશે. મેઘસેન નામના પુત્રને સારા ઉત્સવપૂર્વક પોતાના પદે સ્થાપન કરીને મેઘઘોષ રાજા અનુક્રમે ગુરુપાસે ચારિત્ર લેશે. મેઘધોષ મુનિ નિરંતર તીવ્ર તપ કરતાં શ્રી શત્રુંજયગિરિઉપર જઈને અનુક્રમે સ્વર્ગમાં જશે.
મેધસેન રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરતાં હાથની લીલાવડે સઘળા શત્રુઓને સાધશે. અનુક્રમે રાજા શ્રી શત્રુંજયને વિષે વિસ્તારથી યાત્રા કરીને ધનનો વ્યય કરી પ્રથમ જિનેશ્વરના પ્રાસાદને કરાવશે. ચંદ્રસેન નામના પુત્રને સારા ઉત્સવપૂર્વક પોતાના પદે સ્થાપીને મેધસેન રાજા અનુક્રમે સ્વર્ગમાં જશે. ચંદ્રસેન રાજા પણ નીતિપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં હાથની લીલાવડે બધા શત્રુ સમુદાયને સાધશે. ગુપાસે શ્રી શત્રુંજ્યનું માહાભ્ય સાંભળીને ચંદ્રસેન રાજા શ્રી શત્રુંજયગિરિઉપર જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયો. ત્યાં સારા ઉત્સવપૂર્વક ખાત્રપૂજા આદિ કાર્યો કરીને રાજાએ પોતાનો જન્મ સફળ ર્યો. ત્યાં તે વખતે શ્રી ઋષભદેવ જિનેશ્વરનો શ્રેષ્ઠ પ્રાસાદ કરાવીને તે રાજા પ્રભુના બિંબને સ્થાપન કરશે. પોતાની પાટે મલ્લુસેન રાજાને સારા ઉત્સવપૂર્વક સ્થાપન કરીને ચંદ્રસેન રાજા શ્રી ચંદ્રાચાર્યની પાસે વ્રત લેશે. મલ્લુસેન રાજા ઘણા સંધને ભેગા કરીને સારા દિવસે જિનેશ્વરને નમસ્કાર કરવા માટે શ્રી શત્રુંજય ઉપર જશે, ત્યાં રાજા આકાશમાં ગમન કરે તેવા (અડકે તેવા) કુંથુનાથ ભગવાનના પ્રાસાદને મોક્ષસુખ માટે કરાવશે.
તે પછી જૈન ધર્મમાં આસકત –રાગી બીજા પણ રાજાઓ શ્રી સિદ્ધગિરિ ઉપર આકાશમાર્ગગામી ઘણા પ્રાસાદો કરાવશે. પાંચમા આરાના છેડા સુધી અનેક રાજાઓ અરિહંતના ધર્મને કરીને મોટેભાગે દેવલોકમાં જો. પાંચમા આરાના છેડે રાજાઓ અને ચપલ એવા મનુષ્યો સ્વલ્પ આયુષ્યવાલા ને રોગથી વ્યાપ્ત શરીરવાલા થશે. તે સમયે શ્રી સિદ્ધગિરિઉપર વિમલવાહનરાજા પ્રતિમાથી યુક્ત શ્રી ઋષભદેવપ્રભુનો પ્રસાદ કરાવશે. તે રાજા દુષ્પસહ ગુસ્ના ઉપદેશથી શ્રી પુંડરીકગિરિ ઉપર સંઘ સહિત યાત્રા કરશે.
દુષ્પસહ (દુપ્પસહ) નામના આચાર્ય ફલ્ગશ્રી નામનાં સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામની શ્રાવિકા, વિમલવાહન નામે રાજા, સુમુખ નામનો મંત્રીશ્વર, આટલો સંઘ પાંચમા આરાના છેડે થશે. વિમલવાહન રાજા શ્રી સિદ્ધગિરિ ઉપર સંઘ સહિત જઈને શ્રી ઋષભદેવજિનેશ્વરના મંદિરનો ઉદ્ધાર કરાવો. તે વખતે ઘણા શ્રાવકો ઘણા