Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
લલિતા સરોવર અને અનુપમા સરોવરનો સંબંધ
૫૫૭.
પતિએ હર્ષથી જન્મ સફળ ર્યો.
| મારા પતિએ ધર્મને માટે ૮૪ ધર્મશાળાઓ હર્ષવડે કરાવી.
T મારા પતિએ પાંચસો હાથીદાંતનાં સિંહાસન ગુરુને બેસવા માટે ઉત્તમ ભાવથી કરાવ્યાં,
મારા પતિએ હાથીદાંત ને રેશમી વસવાલાં પાંચસો ઉત્તમ સમવસરણો કરાવ્યાં, 0 મારા પતિએ સ્તંભન તીર્થ (ખંભાત)માં, દેવપુરીમાં ને ભચમાં અઢાર કોડ દ્રવ્ય ભાવથી વાપર્યું.
| મારા પતિએ અસંખ્ય કોડ ઉત્તમ શાસ્ત્રના શ્લોકો ઘણું દ્રવ્ય આપીને લખાવ્યા
T મારા પતિએ જૈન ધર્મને કરતા એક્વીશ આચાર્યનાં પગલાં ઘણા દ્રવ્યનો વ્યય કરી કરાવ્યાં.
| દર વર્ષે ચાર સંઘવાત્સલ્ય અને ગુરુપૂજન કરતા મારા પતિ ત્રણે સંધ્યાએ જિનેશ્વરની પૂજા કરે છે.
| હંમેશાં બે વાર પ્રતિક્રમણ ને ગુરુ વિષે સંવિભાગને કરતા યાચકોને આદરથી યથોચિત દાન આપે છે.
[ રાજાના ચિત્તને પ્રસન્ન કરવા માટે બે હજાર (ર૦) શંકરનાં મંદિરો મારા પતિએ કરાવ્યાં,
D શંકરનાં ઘણાં લિંગો ઘણી બ્રમશાળાઓ અને તપસ્વીઓના સાતસો મો કરાવ્યાં, | મારા પતિએ સાતસો દાન શાળાઓ અને શ્રેષ્ઠ ૪૪ વાવો કરાવી,
D મારા પતિએ પથ્થરથી બાંધેલા ૮૪ અદભુત સરોવરો, નવસો ક્લાઓ અને પરબો કરાવ્યા. T બ્રાહ્મણો અને ભિખારીઓને હંમેશાં દાન આપે છે, અને ઉત્તમ સાધુઓને શુદ્ધ અન્ન પડિલાલે (વહેરાવે)
| મારા પતિએ પ્રૌઢ પથ્થરના મોટા ૩ર ક્લિાઓ કરાવ્યા, ને ચોસઠ સુંદર મસીદ્ય કરાવી છે.
ત્રણ લાખ સોનામહોરવડે શ્રી સિદ્ધગિરિમાં શ્રેષ્ઠ તોરણ કરાવ્યું કે મક્કામાં કરણીસહિત તોરણ કરાવ્યું.
એ ત્રણ લાખ સોનામહોરવડે સ્તંભન તીર્થમાં ઊંચું સમવસરણ કરાવ્યું ને છત્રીસ યુદ્ધમાં મારા પતિને સિદ્ધિ થઈ છે. પૃથ્વી તેમને પગલે પગલે સારા પુણ્યથી નિધાન આપે છે.