Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૫૪
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર
અરિહંતના બિંબનું ખાત્ર કરીને પૂર્વની પ્રતિમાને સંઘસહિત જ્યારે ઉત્થાપન કરવા લાગ્યો, ત્યારે તે સ્થાનકથી ઉઠાવાતું શ્રી આદિનાથ પ્રભુનું બિંબગોમુખવડેઅધિક્તિ પોતાના પ્રભાવને ધારણ કરતું ઊઠયું નહિ. તે વખતે સંઘ સહિત જાવડીએ આ પ્રમાણે નિવેદન ક્યું. પ્રથમ મૂલનાયકની પૂજા કરવી, તે પછી બીજા અરિહંતોની પૂજા કરવી. કહ્યું છે કે:
आदौ नति:स्नात्रपूजा-ध्वजाऽऽरात्रिकमंगले। विधाय मुख्यनाथेऽस्मिन् ततोऽस्मिंश्च करिष्यति॥१॥
શરૂઆતના મૂળનાયને વિષે નમસ્કાર ખાત્રપૂજા ધ્વજારોપણ આરતી મંગલદીવો કરીને તે પછી બીજા તીર્થકરોને વિષે કરાશે. તે પછી સંઘ સહિત જાવડીવડે અને કપર્ધવડે મુખ્ય પ્રભુ ઉત્થાપન કરાયા, તે વખતે મોટો અવાજ થયો જેથી સિદ્ધગિરિનું મુખ્ય શિખર બે ભાગવાળું થયું. તે પછી જાવડીએ ત્યાં હર્ષથી પોતાનું બિંબ સ્થાપન ક્યું. શુભ ઉદયવાળી મોક્ષના સુખને આપનારી આ દિવ્ય પ્રતિમાની આચાર્ય શ્રી વજવામીએ સારા દિવસે પ્રતિષ્ઠા કરી. પાઠાન્તર:- વિક્રમરાજાથી ૧૮ વર્ષ વ્યતીત થયે છતે જાવડીએ શ્રી સિદ્ધગિરિ ઉપર નવું બિંબ સ્થાપન કર્યું તે વખતે દેવોએ પોતાના સ્થાનથી આવીને જગતના મનુષ્યોને આશ્ચર્ય કરનારો મહોત્સવ કર્યો.
હવે ધ્વજનું આરોપણ કરીને શિખરઉપર ચઢેલો (જાવડી) પત્ની સહિત કેટલામાં નૃત્ય કરવા માટે પ્રવર્ચો
सयं पमजणे पुण्णं-सहस्सं च विलेवणे। सय साहस्सिआमाला, अणंतं गीयवाईए॥१॥
જિનમંદિરનું પ્રમાર્જન કરવામાં સો ગણું પુણ્ય થાય. વિલેપન કરવામાં હજારગણું પુણ્ય થાય. માલામાં (ચઢાવવામાં) લાખગણું પુણ્ય થાય. ને ગીતવાજિંત્રમાં અસંતું પુણ્ય થાય. તે વખતે ગોમુખયલવડે ઉપાડીને પ્રિયાસહિત જંગલમાં મુકાયો, તે હૃદયમાં શ્રી સિદ્ધગિરિનું ધ્યાન કરવા લાગ્યો. ત્યાં પણ પ્રિયાસહિત જાવડીનું શ્રેષ્ઠ ધર્મધ્યાન કરતાં ચોથા દેવલોકમાં વેગથી ગમન થયું જેથી કહ્યું છે કે :
एकाग्रचित्तस्य दृढव्रतस्य, पञ्चेन्द्रियप्रीतिनिवर्त्तकस्य। अध्यात्मयोगे गतमानसस्य-मोक्षो ध्रुवं नित्यसुखं न कस्य? ॥१॥
એકાગ્ર ચિત્તવાલા ઢવ્રતવાલા- પંચેન્દ્રિયની પ્રીતિ કરનારા (જીવદયાવાલા) અધ્યાત્મયોગમાં ગયું છે મન જેનું એવા કોનો નિત્ય સુખવાલો મોક્ષ નિચે ન થાય? (૧) કેટલાક એમ કહે છે. હર્ષની સંપત્તિના બાહુલ્યપણાથી અને આયુષ્યનો ક્ષય થવાથી તે બન્નેનો હદયસ્ફોટ થવાથી (ફાટી જવાથી) ચોથા દેવલોકમાં શ્રેદેવ થયા, (૧) કેટલાક વળી આ પ્રમાણે કહે છે ધ્વજઆરોપણ ક્ય પછી સ્ત્રી સહિત જાવડી ગોમુખ યક્ષવડે ઉપાડીને વૈતાઢયપર્વતની ઉત્તર