Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
જાવડશાનો પ્રબંધ
૫૪૯
શ્રી શત્રુંજયને સ્પર્શ કરનારા મનુષ્યોને રોગો નથી, સંતાપ નથી, દુ:ખ નથી, વિયોગીપણું નથી દુર્ગતિ નથી અને શોક નથી (૩) શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી ઋષભદેવ જિનેશ્વરનાં બે ચરણોની સેવા કર, અને જેથી સંઘ વિનરહિત માર્ગ વડે આવે (૪) તે પછી યક્ષ ગુરુને નમીને જ્યારે પૂર્વનાં પાપનો નાશ કરવા માટે શ્રી ઋષભદેવ તીર્થકરનો આશ્રય કરવા માટે શ્રી સિદ્ધગિરિ ઉપર ગયો તે વખતે શ્રી આદિદેવનાં ચરણ કમલની સેવા કરનારો ગોમુખદેવ ત્યાં તે કપઈયક્ષને રહેવા દેતો નથી, તે પછી કપર્દી વિચારવા લાગ્યો કે ગોમુખયક્ષને વેગવડે દૂર કરીને મારે આ શ્રી શત્રુંજય નામના તીર્થની સેવા કરવી, તે પછી જાવડીએ પિતાના ધર્મના વ્યયને ચિંતવેલું જાણીને સમુદ્રમાં વહાણોને લેવા માટે મધુમતી નગરીમાં ગયો. આકાશમાં રહેલા દેવે કહ્યું કે વણિક શ્રેષ્ઠ વીરમ! તું મારી પાછળ તેવી રીતે આવ.કે જેથી હું તેને પોતાના નગરમાં લઈ જાઉ. તે વખતે યક્ષનું વચન સાંભળીને વીરમ ધર્મમાં તત્પર થયો છતાં તે દેવના શબ્દના અનુસાર વહાણો વાળ્યાં.
આ બાજુ જાવડી અત્યંત દુ:ખવડે પીડાયેલો દુ:ખથી દિવસના અંતે પોતાના પેટને ભરતો હતો. મેલથી વ્યાપ્ત શરીરવાલા જીર્ણ વસૂવાલા જાવડીને જોઈને સલોકો હાંસી કરે છે, કહ્યું છે કે :
यस्याऽस्ति वित्तं स नरः कुलीन:, स पण्डित: स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च माननीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते॥१॥
જેની પાસે ધન હોય તે મનુષ્ય કુલવાન છે તે પંડિત છે, તે જ્ઞાની છે, તે ગુણને જાણનાર , તેજ વક્તા છે, ને તે માન કરવા લાયક છે, સર્વે ગુણો સોનાનો આય કરે છે.
निर्दयत्वमहङ्कार - स्तृष्णाकर्कशभाषणम्। नीचपात्रप्रियत्वं च-पञ्चश्रीसहचारिणः ॥२॥ भक्ते द्वेषो जडे प्रीति-ररूचिर्गुरूलङ्घनम्।। मुखे कटुकता नित्यं, धनिनां, ज्वरिणामिव ॥३॥ केऽपि सहस्रम्भरयो-लक्षम्भरयश्च केऽपि केऽपि नराः । नात्मम्भरय: केचन-फलमेतत् सुकृतदुःकृतयोः ॥४॥
નિર્દયપણું-અહંકાર, તૃણા કર્કશ વચન બોલવું-નીચપાત્રમાં પ્રિયપણું એ પાંચ લક્ષ્મી સાથે ફરનારાં છે (૨) ભક્તને વિષે દ્વેષ, જડને વિષે પ્રીતિ, અરુચિ, વડીલનું ઉલ્લંધન, મુખમાં કડવાશ તે રોગીની જેમ તાવવાળાની જેમ ધનવાનોને હંમેશાં હોય છે. (૩) કેટલાક મનુષ્યો હજારોનું પેટ ભરનારા હોય છે. કેટલાક મનુષ્યો લાખોનું પેટ ભરનારા હોય છે. કેટલાક મનુષ્યો પોતાનું પેટ પણ ભરનારા હોતા નથી. આ પુણ્ય પાપનું ફલ છે (૪) મારાવડે પહેલાં પિતાનું મન ઈચ્છિત (ચિંતવાયું) કરાયું, તે લક્ષ્મીના અભાવથી ક્વીરીતે પૂર્ણ કરાશે? તેથી જાવડી વિચારવા લાગ્યો. તે પછી એક વખત રાત્રિમાં જાવડી સૂતો હતો ત્યારે કપર્દી આવીને બોલ્યો હે જાવડી ! તું જા. તારે લક્ષ્મીના અભાવથી મનમાં ખેદ ન કરવો. તારાં વહાણો કુરાલતાપૂર્વક આવશે, એમાં સંશય નથી, હે જાવડી તું વેગથી ઊભો થા. પિતાનું મનનું ઈચ્છેલું