Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
જાવડશાનો પ્રબંધ
સ્મૃતિ કહે છે (૧) જ્યાં રાજા પોતે ચોર હોય ને પુરોહિત ભાંડ હોય. હે નગરજનો ! તે દિશાનો ત્યાગ કરો. કારણ કે શરણથી ભય થયો છે, (૨) આ પ્રમાણે વિચારીને તે પછી શેઠે મધુમતી નગરીમાં લક્ષ્મી ઉપાર્જન કરવા માટે અર્ધો વાસ કર્યો.
જિનદત્ત નિરંતર વ્યાપાર કરતો વૈભવ માટે સમુદ્રમાં વહાણો મોક્લતો હતો. સઘળો લોક મોટાભાગે પથ્થરોવડે વાહનોવડે–ઘોડાઓવડે–કપાસવડે– બીજાના ઉત્તમ ધનવડે લક્ષ્મી ઉપાર્જન કરતો હોય છે. એક વખત વહાણ મારફત ઐરાવણ હાથી જેવો ને લ્પવૃક્ષની જેવો શ્રેષ્ઠ શ્વેત હાથી જિનદત્તના ઘરમાં આવ્યો, શેઠે વિચાર્યું કે શ્વેત હાથી રાજમંદિરમાં શોભે. બીજાના ઘરમાં ક્યારે પણ નહિ. ગધેડા, ઘોડા,પાડા અને ઘોડાઓનું સર્વ ઠેકાણે સ્થાન હોય છે. પરંતુ ગજેન્દ્રનું સ્થાન રાજમંદિર અથવા વનવાસ હોય છે. શેઠે તે હાથીવડે વિક્રમાદિત્યરાજાને જેમ મેઘની ગર્જનાવડે મોર હર્ષ પામે તેમ સંતોષ પમાડયો.
૫૩૭
હર્ષિત થયેલા રાજાએ ચોરાશી ગામ સહિત મધુક નગર (મહુવા) જિનદત્તને આપ્યું. મધુમતીમાં આવીને સર્વ ગામો હર્ષથી પોતાનાં સ્વજનોને વહેંચીને તે હંમેશાં જિનધર્મ કરવા લાગ્યો. જિનદત્તની પ્રિયા યતલાદેવીએ જેમ લક્ષ્મી કામદેવને જન્મ આપે તેમ સારા દિવસે પુત્રને જન્મ આપ્યો. જન્મોત્સવ કરીને પિતાએ હર્ષથી પુત્રનું ભાવડ નામ આપ્યું અને તે પછી તે હંમેશાં સ્વજનોવડે લાલન કરાય છે. કૂદકા મારતો, પડતો, રીંખતો, હસતો લાળનીશ્રેણીને વમન કરતો એવો બાલક હે દેવ ! કોઇક ધન્ય સ્ત્રીના ખોળાને આક્રમણ કરે છે. અનુક્રમે ભાવડ પુત્ર ત્રણ વર્ષનો થયો ત્યારે જ્યતલાદેવી યમદેવના મંદિરમાં પહોંચી ગઇ. હ્યુ છે કે : આયુષ્ય, રાજાનું ચિત્ત–ચાડિયો માણસ-ધન-લુચ્ચાનો સ્નેહ અને દેહનો વિકાર પામવાનો કોઇ કાલ (નક્કી) નથી. જ્યોતિષી પાસેથી તે પુત્રનાં સો વર્ષ જાણીને જિનદત્તે ધર્મગુરુની આગળ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. હ્યું છે કે :– ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય, કર્મોમાં મોહનીયકર્મ તેમજ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત અને ગુપ્તિઓમાં મનગુપ્તિ એ ચાર દુ:ખવડે જિતાય છે.
અનુક્રમે મોટો થતો ભાવડ પંડિત પાસે વિનયવડે અને ભક્તિથી ધર્મક્થિાનાં શાસ્ત્રોને ભણ્યો, મધુમતિના નજીકના આસન્ન નામના ગામમાં વજ્રાકર નામના શેઠે લલિતા નામની પુત્રીને જન્મ આપ્યો. અનુક્રમે પુત્રી મોટી થતાં હંમેશાં માતા પિતાના હર્ષને વિસ્તારથી નિર્મલ મનવાલી ઉત્તમ શાસ્ત્રો ભણવા લાગી છે કે :
तृतीयं लोचनं ज्ञानं द्वितीयो हि दिवाकरः । अचौर्यहरणं वित्तं, विना स्वर्णं विभूषणम् ॥ १ ॥ ज्ञानाद् विदन्ति खलु कृत्यमकृत्य जातं । ज्ञानाच्चरित्रममलं च समाचरन्ति । ज्ञानाच्च भव्यभविन: शिवमाप्नुवन्ति, ज्ञानं हि मूलतुलं सकलश्रियां तत् ॥ २ ॥
-
જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. બીજો સૂર્ય છે. ચોરો હરણ ન કરી શકે તેવું ધન છે. અને સોનાવગરનું આભૂષણ છે. (૧) જ્ઞાનથી કરવા લાયક અને નહિ કરવા લાયકને જાણે છે. જ્ઞાનથી નિર્મલ આચારને આચરે છે. જ્ઞાનથી ભવ્ય પ્રાણીઓ