Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
જાવડશાનો પ્રબંધ
૫૩૯
સંશયોનું આવર્ત-અવિનયનું ઘર-સાહસોનું શહેર (નગર)ષોની નજીનું સ્થાન-સેકડો કપટનું ઘર-અવિશ્વાસનું ક્ષેત્ર (ખેતર) મોટા શ્રેષ્ઠ પુરુષરૂપી વૃષભવડે ગ્રહણ ન કરી શકાય એવું સર્વમાયાના કરંડિયારૂપ અમૃતમયવિષ એવું સ્ત્રીરૂપી યંત્ર ધર્મના નાશ માટે કોનાવડે સર્જન કરાયું છે?
अलीकं वचनं माया - लोभं दम्भं कदाग्रहम्। कुर्वाणा योषितोवञ्चयन्ति स्वीयजनानपि ।।२।।
સ્ત્રીઓ અસત્યવચન-માયા-લોભ-દંભ અને દાગ્રહને કરતી પોતાના માણસોને પણ ગે છે (૨) સ્ત્રીઓ અસત્યવચન અને માયાવાળી હંમેશાં અતિનિર્દય – અપવિત્ર-જડ અને ઘણા લોભવાળી તેઓ ઘષના ઘરરૂપ છે. તેથી સત્પષવડે તે સ્ત્રીઓનો સંગ કેમ કરાય? સ્ત્રીઓવડે ક્યા લોકો અનર્થમાં પડાયા નથી? અહીં કપટ અને માયા આદિના વિષયમાં મયૂરિકાની કથા છે.
અસત્ય-સાહસ-માયા-મૂર્ણપણે-અતિલોભીપણું–નેહનો અભાવ અને નિર્દયપણે એ સ્ત્રીઓના સ્વભાવજન્ય ઘેષો છે. આ વચન સાંભળીને તેણીએ કહ્યું કે આ લોક શ્રુતિ સાચી હતી. પર્વત ઉપર બળતું સઘળાં જુએ છે. પગની નીચે બળતું કોઈ જોતું નથી. રાઈ અને સરસવ જેવાં પારકાનાં છિદ્રોને તું જુએ છે (પણ) પોતાના બીલા (લ) જેવડા ઘેષોને જોવા છતાં પણ જોતો નથી. શાસ્ત્રોવડે ઘેષ આદિથી દૂષિત એવી સ્ત્રીઓ જ કહેવાય છે પરંતુ પુરુષો પણ શેષો વડે સ્ત્રી કરતાં અધિક હોય છે. પુરાણની અંદર રાજાયુધિષ્ઠિર–સત્યવાદી ધર્મપુત્ર-યાશાલી ને પુરૂ ચૂડામણિ કહેવાય છે, તેણે જ યુદ્ધમાં વૃદ્ધ બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ગુરુ દ્રોણને વાણીના પ્રપંચવડે હણ્યા. આ સર્વલોક જાણે છે. અર્જુનના બાણવડેઅશ્વત્થામા હણાયો એમ યુદ્ધિષ્ઠિર બોલ્યો. ક્ષણવાર પછી યુધિષ્ઠિર બોલ્યો કે પુરુષ નહિ હાથી સ્ત્રીઓ માયાવી હોય છે. ને પુરુષો સરળ આરાયવાલા હોય છે, એ પ્રમાણેની ઉક્તિ (વચન) વણિક એવા પુોને વિષે સમગ્રરીતે દૂર કરાય છે.
श्रुत्वा दुर्वाक्यमुच्चैर्हसति मुषति च स्वीयमप्यन्यलोकं, द्वयर्थं गृह्णाति पण्यं बहु किमिति वदनर्धमेव प्रदत्तम् स्वीयान्यायेऽपि पूर्वं व्रजति नृपगृहं लेखके कूटकारी, मध्ये सिंहप्रतापी प्रकटमृगठगः स्याद्वणिक् धूर्तराजः ।।
ખરાબ વાક્ય સાંભળીને મોટેથી હસે છે. પોતાના લોકોને અને બીજા લોકોને ગે છે. થોડું ધન છે. બહુ કેમ? એમ બોલતાં અધું જ આપ્યું છે પોતાના અન્યાયમાં પણ પહેલાં રાજમંદિરમાં જાય છે. લેખામાં ખોટું કરે છે. મધ્યમાં સિંહ સરખા પ્રતાપવાળો પ્રગટ એવા પણ મૃગગ ધૂર્તરાજ વણિક હોય છે. ચંડપ્રદ્યોતે લાકડાનો હાથી કરવાથી વનની અંદર ઉદયનને બાંધ્યો હતો. જે ચારે બાજુ શું પ્રસિદ્ધ નથી? ને બનાવટી પ્રદ્યતનની રચનાથી રાજમાર્ગમાં અભયકુમાર મંત્રીએ ચંડપ્રોતનું હરણ ક્યું તે ખરેખર માયાની ચેષ્ટા છે. નિર્દયપણામાં-કંસરાજાએ વસુદેવના સાત બાળને વસુદેવ રાજા સાથે કપટ માંડીને યમઘર મલ્યા. જગતમાં પ્રસિદ્ધ દયામાં તત્પર તપસ્વી વિશ્વામિત્રે વસિષ્ઠને હણ્યા, તેમજ