Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર
મોક્ષને પામે છે. ખરેખર જ્ઞાન એ સઘળી લક્ષ્મીનું તુલના ન કરી શકાય એવું મૂલ છે. (૨) યૌવનને પામેલી પુત્રીને જોઇને પિતા હૃદયમાં વિચારવા લાગ્યો કે દરેક નગરમાં આ પુત્રીના શ્રેવરની તપાસ કરવી. તેવા પ્રકારના શ્રેષ્ઠવરની પ્રાપ્તિ નહિ થવાથી તે વખતે વકરશેઠ પુત્રીને જોઇને હૃદયમાં અત્યંત દુ:ખ પામે છે. ક્યું છે કે :
૫૩.
जम्मंतीए सोगो, वड्ढतीए वड्ढए चिंता । परिणीयाइ दंडो, जुवइपिया दुक्खिओनिच्चं ॥ १ ॥
પુત્રીનો જન્મ થયે શોક, મોટી થાય ત્યારે ચિંતા વધે છે. પરણાવે તે દંડ આપવો પડે છે. યુવતીનો પિતા હંમેશાં દુ:ખી હોય છે. (૧) વજ્રાકરશેઠ મધુમતી નગરીમાં જિનદત્તના ઘરમાં જઇને પુત્રીનાં વિવાહ માટે ગયેલો બોલ્યો. મારે પુત્રી છે. તમારો પુત્ર ભાવડ શ્રેષ્ઠ છે. આથી આપણે તે બન્નેનો વિવાહ કરીએ, જેટલામાં તે બન્નેવડે વિવાહ મેળવાય છે તેટલામાં તે ભાવડે ત્યાં આવીને હ્યું કે જે સ્રી મને વિવાદવડે જીતે તે દૈદીપ્યમાન રૂપવાલી દેદીપ્યમાન કુલમાં ઉત્પન્ન થયેલી તેને હું પરણીશ. અન્યથા નહિ. આ પ્રમાણે મેં પ્રતિજ્ઞા કરી છે, તેથી કાળા મુખવાલો વજ્રકર તેમના ઘરેથી ઊભો થઈને પોતાના ઘરે ગયો, અને તે વાત લલિતા (પુત્રીએ) સાંભળી, તે પછી સરસ્વતી દેવીની સુંદર વિધિપૂર્વક આરાધના કરીને તે કન્યાએ સરસ્વતીંદવી પાસેથી આ પ્રમાણે વરદાન મેળવ્યું. હે પુત્રી ! તું હમણાં ત્યાં જા. તું જે જે વચન પ્રગટપણે બોલીશ તે સર્વવચન ભાવડને જીતનારું થશે.
કહ્યું છે કે:
अमोघा वासरे विद्यु - दमोघं निशि गर्जितम् । नारीबालवचोऽमोघ ममोघं देवदर्शनम् ।
વિસે વીજળી નિક્ષ્ ન થાય. રાત્રિમાં ગર્જના નિષ્ફલ ન થાય. સ્ત્રીઓ અને બાળકનું વચન નિષ્ફળ ન થાય અને દેવોનું દર્શન નિષ્કલ ન થાય, આ પ્રમાણે વિચારીને સરસ્વતીદેવીને નમીને તે કન્યા સુલલિતા ક્ષણ પછી સખીસહિત મધુમતી નગરીમાં વાદ કરવા માટે ગઇ. જિનદત્ત શેઠના ઘરની પાસે તે કન્યા ઘાસનો પૂળો અને પાણીનો ઘડો મૂકીને આ પ્રમાણે મોટેથી બોલી કે જે (કોઇ) સ્રી અને મનુષ્યની સાક્ષીએ અહીં મને વાદવડે જીતશે તેને હું વરીશ. નહિતર અહીં નિશ્ચે મને આ ભવમાં અગ્નિનું શરણ હો. જે મનુષ્ય મને વચનયુક્તિવડે વાદમાં ન જીતે તે ધાસનો પૂળો ખાય ને પાણી પીએ. તે કન્યાને બોલતી જોઇને ભાવડે આ પ્રમાણે ક્યું હે મૂર્ખા! તારાવડે લાજ મૂકીને આ પ્રમાણે પ્રગટપણે કેમ બોલાય છે ? હે શ્રેણી પુત્રી ! જો સ્ત્રીવડે સતીત્વનું પ્રતિપાદન કરનારી લજજા મુકાય છે. માટે તું વાદને છોડીને પિતાના ઘરે જા. ક્યું છે કે :
आवर्त्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां, दोषाणां सन्निधानं कपटशतगृहं क्षेत्रमप्रत्ययानाम् । आग्राह्यं यन्महद्भिर्नरवरवृषभैः सर्वमायाकरण्डं, स्त्रीयन्त्रं केन लोके विषममृतमयं धर्म्मनाशायसृष्टम् ||१||