Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
જાવડશાનો પ્રબંધ
૫૧
બીજાના મસ્તક ઉપર પડે છે. ખરેખર પત્નીવડે જ પુરુષો ઘણું કરીને પ્રસિદ્ધ ને સુખી થાય છે. શ્રેષ્ઠ સ્ત્રીવડે ઘર નિરંતર નિશે શોભે છે, કારણ કે બ્રાહ્મીવડે બ્રહ્મા પ્રસિદ્ધ થયો. પાર્વતીવડે શંકર (હિમાલય) પ્રસિદ્ધ થયો. લક્ષ્મીવડે સમુદ્ર પ્રસિદ્ધ થયો ને રમાવડે કૃષ્ણ પ્રસિદ્ધ થયો. પોતાના ઘરમાંથી બીજાના ઘરમાં જતી સ્ત્રી અસતી થાય છે, અને સેંકડો ઘરોમાં ફરવા માં પણ પુરુષ સજજન કહેવાય છે. ઘરની ચિંતાનો ભાર દૂર કરવો, બુદ્ધિ આપવી, બધા માણસોનો, સત્કાર કરવો. આ પ્રમાણે ગૃહસ્થની સ્ત્રી ઘરની બ્લ્યુવેલીની પેઠે શું શું ફલ આપતી નથી? વિદ્વાને કોઈ કાણે વિદ્યાનો અહંકાર ન કરવો જોઈએ, કારણ કે અહંકારથી આ લોક અથવા પરલોકમાં દુ:ખને પામે છે કહ્યું છે કે:
ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्य:?। अमृतं यस्य विषायति, तस्य चिकित्सा कथं क्रियते ? ॥१॥ विषभारसहस्रेण - वासुकि: नैव गर्जति । वृश्चिकस्तृणमात्रेणाप्यूज़ वहति कण्टकम्॥२॥ बलिभ्यो बलिनः सन्ति, वादिभ्यः सन्ति वादिनः । धनिभ्यो धनिन: सन्ति, तस्माद्दर्प त्यजेद् बुधः ।।३।।
જ્ઞાન એ મદના દઈને (અહંકારને) હરણ કરનારું છે, તે જ્ઞાનવડે જે મદ કરે તેનો વૈદ્ય કોણ થાય? જેને અમૃત ઝેરરૂપે પરિણામે તેની ચિકિત્સા કેમ કરાય? (૧) વાસુક્નિગ એક હજાર ભાર ઝેરવડે ગર્જના કરતો નથી, અને વીંછી તણખલા માત્ર ઝેરવડે કાંટાને ઊંચા લઈ જાય છે. પોતાના ડેખને ઊંચા કરે છે) (૨) બલવાન કરતાં પણ બલવાન હોય છે. વાદીઓ કરતાં પણ વાદીઓ હોય છે, અને ધનવાન કરતાં પણ ધનવાન હોય છે. (૩) તેથી ડાહ્યા માણસે અભિમાન છોડી દેવું જોઈએ, આથી તારે ગુણવાનના દ્વેષને છોડીને પોતાના દાગ્રહને છોડીને ચિત્તથી સારી રીતે વિચાર કરીને ગુણીના રાગપણાનો આશ્રય કરવો. સજજન પુછો પોતાના અસંખ્ય માણસોવડે પણ ખુશ થતો નથી. પરપક્ષમાં રહેલા ઓછા જીવોવડે પણ ખુશ થતો નથી સત્પષો ગુણોવડે ખુશ થાય છે, તેઓનું ચેષ્ટિત આશ્રય કરનારું હેય છે.
यथा यथा परां कोटिं, गुण: समधिरोहति। सन्त: कोदण्डधर्माणो,विनमन्ति तथा तथा।
જેમ જેમ ગુણ (ગુણઘેરી) શ્રેષ્ઠ કોટિ ઉપર ચઢે છે, તેમ તેમ ધનુષ્ય સરખા ધર્મવાલા પુરુષો નમે છે, તેના વચનની યુનિવડે પોતાને જિતાઈ ગયેલા માનતા તેણે તરત જ તે સુલલિતા સ્ત્રીને વિષે અનુરાગ ધારણ . બન્નેની પ્રીતિ થયે જો તે બન્નેનાં માતપિતાને તેજ વખતે જેમ ચંદ્રને જોવાથી સમુદ્રને હર્ષ થાય તેમ ચારે બાજુથી અદ્વિતીય હર્ષ થયો. તે પછી ભાવડ સારાલગ્નમાં સર્વ સજજનોની સાક્ષીએ અદ્વિતીય મહોત્સવપૂર્વક તે ન્યાને પરણ્યો.
આબાજુ ધર્મધ્યાનમાં પરાયણ શ્રી વિક્રમાદિત્યરાજા દેવલોકમાં ગયે જો વિક્રમચરિત્ર નામે રાજા થયો. તે રાજાએ નિરંતર ન્યાય માર્ગવડે પૃથ્વીનું પાલન કરતા જિનદત્તરશેઠ પાસે શ્વેત હાથીની માંગણી કરી, શ્વેત હાથીના અભાવથી