Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી કાલિકાચાર્યનો સંબંધ
ભરતક્ષેત્રમાં દક્ષિણખંડમાં શત્રુંજ્ય નામના તીર્થને જે મનુષ્યો પૂજે છે. તેઓના હાથમાં સઘળી સંપત્તિઓ થાય છે. જગતની અંદર સર્વતીર્થમય ને મુક્તિનાસુખના સમૂહને આપનાર શ્રી શત્રુંજ્ય સરખું તીર્થ નથી. ભરતખંડની અંદર હિતકારી આશયવાલા ને વિચારવાલા શ્રી કાલિકસૂરિ સરખા ગુરુ નથી. આ સાંભળીને ઇન્દ્ર તે વખતે સીમંધર સ્વામીને નમી વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે પ્રતિષ્ઠાનપુરમાં ગયો. મધ્યાહ્ન કાલે કાલિકાચાર્યને પ્રણામ કરીને આ પ્રમાણે ક્યું કે હે સૂર . ! હું વૃદ્ધ થયો છું. જલદી અનશન ગ્રહણ કરું. જો મારું આયુષ્ય થોડું હોય તો હું અનશન ગ્રહણ કરું. તે પછી આચાર્યે (હાથ) જોઇને બ્રાહ્મણ આગળ . હે દ્વિજ! તમારું આયુષ્ય બે સાગરોપમ પ્રમાણ છે તેથી હે ઉત્તમ બ્રાહ્મણ ! તમે પ્રથમ સ્વર્ગના સ્વામી છે. તે વખતે બ્રાહ્મણવડે પુછાયેલા આચાર્યે નિગોદનો સઘળો વિચાર શ્રી સીમંધર સ્વામીની જેમ આદરપૂર્વક ો. તે પછી તે ઇન્દ્રે પોતાનું રૂપ પ્રગટ કરીને ગુરુનાં ચરણોમાં નમસ્કાર કરીને હ્યું કે જેમ શ્રી સીમંધરસ્વામીવડે તમે હેવાયા હતા તેવી રીતે આપ છો. ફરીથી પ્રભુએ શ્રી શત્રુંજયનું માહાત્મ્ય .
૫૩૫
હું મોક્ષને માટે તમારા સાધુઓને વંદન કરવા માટે ઇચ્છું છું. તેથી જ્યાં સુધી સાધુઓ આવે ત્યાં સુધી હું રહું. ગુરુએ હ્યું કે હે ઇન્દ્ર! હમણાં તમારું રૂપ જોઇને સાધુઓ સ્વર્ગગતિનું નિયાણું બાંધશે.
બીજાઓની રૂપસંપત્તિ વગેરે જોઈને કેટલાંક પ્રાણીઓ બાહ્ય અરઘટ્ટની જેમ પોતાના તપને વેંચી નાખે છે.
પહેલાં ચંદ્રપુર નગરમાં ચંદ્ર નામે વણિક અત્યંત દુ:ખી હતો. ગુરુપાસે ધર્મ સાંભળીને તેણે તરત જ વ્રત ગ્રહણ ર્યું. ગુરુવડે હેવાયેલા તીવ્રતપને કરતા તે સાધુ ક્યારેક પોતાના દેહને તૃણસરખો માને છે. હ્યું છે કે જે પદાર્થ દૂર હોય, દુ:ખે કરીને આરાધી શકાય એવો હોય અને જે દૂર રહેલું હોય, તે સર્વ તપવડે સાધી શકાય છે. ખરેખર તપ એ દુર્લધ્ય છે. ધર્મરૂપી ભાથાથી સ્વર્ગ થાય છે. પાપના ફલથી નરક થાય છે. સુખ અને દુ:ખને જાણીને જે ઇચ્છા હોય તે આચરો. તીવ્ર તપને કરતા તેમને સાંભળીને રાજા વગેરે લોકો હું પહેલાં હું પહેલાં એ રીતે તેની હંમેશાં સેવા કરે છે. એક વખત ઘણા સેવકો સહિત ને અંત:પુર સહિત રાજા ભક્તિપૂર્વક તે મુનિરાજને વંદન કરીને જેટલામાં રહ્યો તેટલામાં તેમને ધર્મલાભ આપ્યો. રાજાની ઋદ્ધિ જોઇને અચ્યુત દેવલોકમાં ગમનયોગ્ય ઉપાર્જન કરેલું પોતાનું તપ સાધુએ વેગથી વ્યય કર્યું. જો આ તપનું કોઇ માહાત્મ્ય હોય તો મને આવતા ભવમાં આવા પ્રકારની ઋદ્ધિ જલદી થાઓ, અને તે યતિ મરીને આવતા ભવમાં રાજ્ય મેળવીને તેવી રીતે પાપ કર્યું કે જેથી તે અનુક્રમે નરકમાં ગયો.
તે પછી ઇન્દ્ર મહારાજા ધર્મશાળાનો દરવાજો બીજી બાજુ કરીને ગુરુનાં ચરણ કમલને નમીને સ્વર્ગમાં ગયો. સાધુઓએ આવીને તે દ્વાર નહિ જોવાથી બોલ્યા કે હે ગુરુવર્ય! દરવાજો ક્યાં છે ? તે પછી ગુરુ બોલ્યા કે દરવાજો આ બાજુ છે. ગુરુએ દરવાજો ક્યો ત્યારે સાધુઓએ આવીને ગુરુને હ્યું કે હે ગુરુ ! હમણાં આ ધર્મશાળાનું દ્વાર બીજી રીતે કેમ થયું ? તે પછી ગુરુએ ઇન્દ્ર આવવાનો સર્વ વૃત્તાંત ો ત્યારે સાધુઓ બોલ્યા કે તમે ઇન્દ્રને કેમ અહીં ન રાખ્યા ? ગુરુએ ક્યું કે દેવતાનું રૂપ જોઇને કોઇક સાધુઓ નિયાણું બાંધે તેથી હે સાધુઓ ! ઇન્દ્ર અહીં ન રહ્યો ગુરુના મુખેથી આ સાંભળીને સાધુઓ હંમેશાં તેવી રીતે તપ કરવા લાગ્યા કે જેથી અનુક્રમે મોક્ષ થાય.
?
એ પ્રમાણે કાલિસૂરિનો સંબંધ સંપૂર્ણ