Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શિલાદિત્ય રાજા અને ધનેશ્વરસૂરિનો સંબંધ
काचिद्बालकवन्महीतलगता, मूलच्छिदाकारण, द्रव्योपार्जन पुष्पितापि विफला काचिच्च जाति प्रभा । काsपि श्री कदलीव भोगफलदा सत्पुण्यबीजच्युता । सर्वाङ्गीणशुभा रसाललतिकावत् पुण्यबीजान्विता ॥१॥
૫૩૩
કોઇક લક્ષ્મી બાળક્ની પેટે પૃથ્વીતલમાં રહેતી મૂલને દવામાં કારણરુપ હોય છે. ને કોઇક લક્ષ્મી જાયફલની પ્રભાની જેમ દ્રવ્ય ઉપાર્જનપ ફૂલવાળી પણ ફળવગરની હોય છે. કોઇક લક્ષ્મી કેળના વૃક્ષની જેમ ઉત્તમ પુણ્યરૂપી બીજથી ભ્રષ્ટ થયેલી કેળની જેમ ભોગલને આપનારી છે, ને કોઇક લક્ષ્મી આમ્રલતાની પેઠે પુણ્યરૂપી બીજથી યુક્ત સર્વ પ્રકારે શુભ હોય છે. આ કાવ્ય સાંભળીને ચમત્કાર પામેલો દત્તરાજા તે પંડિતવર્યને એક લાખ સોનામહોર આપશે.
પ્રાતિપદસૂરિની પાસે હર્ષવડે ધર્મકાર્યોને કરતો રાજા સર્વજ્ઞના ઘણા પ્રાસાદેને કરાવશે. દત્તરાજા ગુરુને અને ઘણા સંઘને આગળ કરીને શ્રી સિદ્ધાચલ આદિ તીર્થોને વિષે ઘણી યાત્રાઓ કરશે. સંઘવાત્સલ્ય વગેરે અનેક ધર્મકાર્યો દત્તરાજા પોતાની જાતે કરશે, ને બીજાઓ પાસે કરાવશે, તે વખતે સંઘમાં સાધુઓ પોતપોતાના ાગ્રહને બ્રેડીને એક થઇને સર્વજ્ઞ હેલા ધર્મને કરશે. દરેક કાલે નિરંતર લોકોવડે ઇચ્છાયેલો મેઘ વરસશે. દત્તરાજા નીતિપૂર્વક પૃથ્વીનું રક્ષણ કરશે ત્યારે દુકાલનાં કારણો પણ નહિ હોય ને દુષ્કાલ પણ થશે નહિ. રાજાઓ ન્યાયનો આશ્રય કરનારા થશે. લોકો રાજાનું હિત કરનારા થશે. ધર્મિષ્ઠ લોકો અત્યંત સમૃદ્ધ થશે એમાં સંશય નથી.
પ્રાતિપદસૂરિની પાસે ધર્મમાં ધુરંધર એવો દત્તરાજા શક્તિ નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને દેવલોકમાં જશે, તે શક્તિરાજા અનેક પ્રકારે પોતે ધર્મ કાર્યો કરશે અને ભક્તિથી બીજા પાસે કરાવશે, તે શક્તિરાજા નિરંતર ઘણી લક્ષ્મીને વાપરતો ખરેખર અનુક્રમે કર્ણરાજાની ઉપમાને પામશે.
શિલાદિત્ય રાજા અને ધનેશ્વરસૂરિનો સંબંધ સંપૂર્ણ