Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર.
કાળ સુધી દીક્ષા આરાધીને સ્વર્ગલોકમાં ગયા છે.
સર્વ શાસ્રરૂપી સમુદ્રના પારંગત તેના સ્થાને હમણાં દીર્ઘ આયુષ્યવાળા તમે ઉત્તમ ગુરુ પૃથ્વીતલમાં વર્તે છે. આ વિજ્ઞપ્તિ જોવા માત્રથી મારા ઉપર કરુણા કરીને જલદી અહીં આવવું, અને અમને વંદન કરાવવું, તે વખતે ભોજરાજાએ મોક્લેલા લેખને વાંચીને મોઢેરામાં ગોર્ટિંસૂરિને મૂકીને શ્રીસંઘની રજા લઈને ઉત્તમ સાધુની શ્રેણીથી યુક્ત નન્નસૂરિ વેગથી ઉતાવળ કરવા પૂર્વક સારા દિવસે ગોપગિરિ તરફ ચાલ્યા. ભોજરાજા નન્નસૂરિને આવેલા સાંભળીને પગે ચાલતો પોતાના નગરમાંથી વેગથી સામે ગયો. ભોજરાજા ગુરુનાં બે ચરણોને નમીને ગુરુરાજને આગળ કરીને યાચકોને દાન આપતો હર્ષથી યુક્ત રાજમાર્ગમાં ચાલ્યો. સ્થાનકે સ્થાનકે ગણિકા પાસે નૃત્ય આદિ કરાવતો શ્રેષ્ઠ મોતીઓવડે સ્વસ્તિક પૂરતો ભોજરાજા ચાલવા લાગ્યો. હ્રદય ઉપર રહેલો હાર, હારો સાથે બાહુ, બાહુ સાથે અફળાવતાં લોકો ત્યાં ગુરુ સાથે
ચાલવા લાગ્યા
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર
ભોજરાજાએ ગુરુનો નગરમાં પ્રવેશ કરાવતાં લાખ પ્રમાણવાલા ટંકોને પગલે પગલે હર્ષવડે સંધની ભક્તિ કરતાં વાપર્યા. ઉપાશ્રયે આવીને સુંદર સિંહાસનઉપર ગુરુવર્ય બેઠા ને ધર્મદેશના આપી.
રાજ્ય –ઉત્તમ સંપત્તિ, ભોગો, ઉત્તમ કુલમાં જન્મ, સુરૂપપણું, પંડિતપણું, દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય એ ધર્મનું ફલ જાણવું. ॥ ધર્મ એ ધનની ઇચ્છાવાલાઓને ધન આપનારો છે. કામની ઇચ્છાવાલાઓને કામ આપનારો છે. પરંપરાએ ધર્મ જ મોક્ષ સાધનારો છે. ભોજે ક્યું કે મેં પિતાની હિંસા કરવા માટે ઘણું ચિંતવ્યું હતું, તે પાપથી મારો નરકમાં પાત થશે. ગુરુની પાસે આલોચના લઇને ભોજરાજાએ સમ્યક્ત્વ જેના મૂલમાં છે એવો જિનેશ્ર્વરે હેલો ધર્મ ગ્રહણ કર્યો.
નગરની અંદર દુંદુના નામે મનોહર જિનમંદિર કરાવીને હર્ષવડે શ્રી આદિનાથપ્રભુનું બિંબ સ્થાપન કર્યું. પૃથ્વીતલમાં અરિહંતોના અનેક શ્રેષ્ઠ વિહારો (મંદિરો) મુક્તિસુખની પરંપરા માટે ભોજરાજાએ કરાવ્યા.
એક વખત નન્નસૂરીશ્વરે ભોજની આગળ ક્યું કે જે પુંડરીકગિરિ ઉપર દર્શન કરે તે નિશ્ચે મોક્ષગામી થાય છે. ક્યું છે કે:- શ્રી શત્રુંજયગિરિઉપર જિનેશ્વરનું દર્શન કરવાથી બન્ને દુર્ગતિ ક્ષય પામે છે. અને એક હજાર સાગરોપમ સુધીનાં પાપો ધ્યાન કરવાથી ક્ષય પામે. અને અભિગ્રહ કરવાથી એક લાખ સાગોપમનું પાપ ક્ષય પામે છે.
नमस्कारसमो मन्त्र : - गजेन्द्रपदजं नीरं निर्द्वन्द्वं भुवनत्रये ॥
-
शत्रु जयसमो गिरिः ।
નવકાર સરખો મંત્ર-શત્રુંજય સરખો ગિરિ –ગજેન્દ્રપદ કુંડનું પાણી એ ત્રણે ભુવનમાં અનુપમ છે. (તેના સમાન બીજું નથી)
यो दृष्टो दुर्गतिं हन्ति, प्रणतो दुर्गतिद्वयं । सङ्घेशार्हंत्यपदकृत् - स जीयाद्विमलाचलः ॥