Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
બળાત્કાર કરીશ તો યુદ્ધ વિના તેને ભોજ આપીશ નહિ. મામાએ પિતાનું દુષ્ટપણું ભોજને જણાવ્યું તે બોલ્યો સુખ દુ:ખ કરવામાં કર્મ પ્રમાણ છે. તે પછી દુંદુકે બપ્પભટ્ટસૂરિની આગળ ગુપ્તપણે કહ્યું, મને જ્યોતિષીએ પુત્રના હાથે મારું મૃત્યુ કહ્યું છે, તે નગરમાં જઈને ભોજને મનાવીને આ નગરમાં જલદી લાવો, જેથી તે મારું કહ્યું માને.
ગુપણ રાજાના વચનથી છલ પામેલા અર્ધ માર્ગમાં પહોંચ્યા ને વિચારવા લાગ્યા કે મારા વચનથી ભેજ નિચ્ચે આવશે અને જો આવેલો ભોજ દુંદુકરાજાવડે હણાય તો મારું નરકમાં ગમન થાય અને અપયશ થાય, આ બાજુ વાઘ છે અને આ બાજુ નદી છે, એ ન્યાય વિચારીને ગુસ્વર્ય ત્યાં જ રહ્યા. અનુક્રમે પોતાનું થોડું આયુષ્ય કહ્યું, તે પછી મને મૃત્યુ માટે અનશન હતું. આ પ્રમાણે વિચારીને આચાર્ય સાધુની પાસે કહ્યું, હમણાં શ્રી નમ્નસૂરિને ગોવિંદસૂરિ દૂર છે. આથી તેમને મારા મિચ્છામિ દુક્કડે કહેવા, બીજા સંઘને પણ મારા મિચ્છામિ દુક્કડ આપવા, હું કોઈનો નથી. મને સહુ સાથે પ્રીતિ છે.
न वयं युष्मदीया:स्मो-ऽस्मदीया न हि यूयकम्। सम्बन्धा: कृत्रिमाः सर्वे क्षणनश्वरवीक्षणात् ॥ अर्हत्पादान् जगद्वन्द्यान्-सिद्धान् विध्वस्त बान्धवान्। साधून श्री जैनधर्मंच, प्रपद्ये शरणं त्रिधा॥ महाव्रतानि पञ्चैव षष्ठं च रात्रिभोजनम्। विराधितानि यत्तत्र - मिथ्यादुष्कृतमस्तु मे॥
અમે તમારા નથી, તમે અમારા નથી. ક્ષણ વિનમ્પર જોવાથી સર્વે સંબંધો કૃત્રિમ છે. જગતને વંદનીય એવા પૂજ્ય અરિહંતોને સિદ્ધોને, જેણે બાંધવોનો ત્યાગ કર્યો છે એવા સાધુઓને અને જૈનધર્મને મન વચન ને કાયાથી હું શરણ તરીકે સ્વીકારું છે. “પાંચમહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણવ્રત તેમાં જે વિરાધના થઈ હોય તે મારું પાપ મિથ્યા થાઓ.” ઈત્યાદિ કહીને સમસ્ત જીવ રાશિને ખમાવીને પોતાના ભાવથી યાદ છે પંચ નમસ્કાર જેણે એવા બપ્પભટ્ટી ગુરુ થયા. વિક્રમરાજાથી આઠસોને ચૌદ (૮૧૪) વર્ષ થયે શત્રુ મિત્રને સમ માનનારા એવા તેમનો દેવલોકમાં વાસ થયો. માણસના મુખેથી બપ્પભટ્ટી ગુસ્નો સ્વર્ગવાસ સાંભળીને મઢેરામાં રહેલા નન્નસૂરિ શોક કરવા લાગ્યા. હ્યું છે કે :
शास्त्रज्ञाः सुवचोन्विता बहुजनस्याधारतामागता:, सवृत्ता: स्वपरोपकारनिरता दाक्षिण्यरत्नाकराः। सर्वस्याभिमता गुणैः परिवृता भूमण्डनाः सज्जनाः, धातः ! किं न कृता त्वया गतधिया कल्पान्त दीर्घायुषः ॥१॥
શાસને જાણનારા ઉત્તમ વચનથી યુક્ત ઘણા લોકના આધારને પામેલા સારા આચરણવાલા સ્વ અને પરના ઉપકારમાં રા–દાક્ષિણ્યના સમુદ્ર સર્વને માન્ય એવા ગુણો વડે વીંટળાયેલા ને પૃથ્વીના આભૂષણરુપ સજજનો હે વિધાતા ચાલી ગઈ છે બુદ્ધિ જેની એવા તમારાવડે કલ્પના અંત સુધી દીર્ઘ આયુષ્યવાલા કેમ ન કરાયા? (૧) તે