Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પરજ
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
જે રોષ ન કરે. જે પુરુષાર્થને ન બોલે (કરેલાંને ન ગાય) શત્રુઓને ન હણે, સઘળી પૃથ્વીનું રક્ષણ કરેતે વીરપુષની
બુદ્ધિ છે.
शरदिन्दुकुन्दधवलं, नयनिलयरतं मनोरमं दैवम् વૈ: સુત તમનિશ, તેષામેવ પ્રસાવ્યતિર
જેઓ વડે નિરંતર સુકૃત કરાયું હોય, શરદ ઋતુના ચંદ્ર જેવું ને મુચકુંદ પુષ્પ સરખું ધવલ નીતિના ઘરમાં રક્ત એવું દેદીપ્યમાન જેનું મન હોય તેની ઉપર ભાગ્ય પ્રસન્ન થાય છે (૨) આ બન્ને શ્લોકોમાં કર્તા ગુપ્ત છે.
એક વખત આમરાજાએ પૂછ્યું કે હે ગુરુ મારું આયુષ્ય કેટલું છે ? તે જોઈને હો. તે પછી આચાર્યે લગ્ન જોયું. (પ્રશ્નકુંડલી) લગ્નથી ગુરુએ કહ્યું કે હે રાજા તારું આયુષ્ય છ મહિનાનું છે, પછી વિશેષથી જાણવા તેમણે ધ્યાનનો આશ્રય ો. ધ્યાનથી ખેંચાયેલી અંબિકાએ આવીને ગુરુને નમીને આપવડે હું શા માટે ધ્યાન કરાઇ ? ગુરુએ પોતાનું ચિંતવેલું ક્યું, અંબિકાએ હ્યું કે હે સત્પુરુષ! રાજાનું આયુષ્ય છ મહિના છે. આથી રાજાએ વિશેષથી ધર્મ કરવો જોઇએ. ગુરુના મુખેથી પોતાનું આયુષ્ય જાણી ચતુર એવો આમરાજા સાત ક્ષેત્રમાં ઘણું ધન વાપરવા લાગ્યો, તે પછી દિવસે દિવસે દેવમંદિરોમાં જિનપૂજા કરતાં એવો તે શ્રેષ્ઠ ધ્યાનઉપર આરુઢ થયેલા પોતાના મનને કરે છે. રાજાએ સઘળા બંદીઓને કેદખાનામાંથી છોડાવીને સ્વજનોનું સન્માન કરીને યાચકોને આદરથી દાન આપ્યું. ઘણા રાજાઓને અને ગુરુઓમાં ઉત્તમ એવા બÇટ્ટીને બોલાવીને પોતાના પુત્ર દુન્દુને રાજાએ હર્ષવડે રાજ્ય આપ્યું. દેશને દેવા રહિત કરીને સઘળા મનુષ્યોને ખમાવીને રાજાએ દીન-દુ:ખી આદિ લોકોને ઘણું દાન આપ્યું. પંચ નમસ્કારને યાદ કરતાં સર્વજ્ઞની સમક્ષ ગ્રહણ કર્યું છે અનશન જેણે એવો તે રાજા અસાર સંસારનું ધ્યાન કરવા લાગ્યો. વિક્રમરાજાથી ૮૯૦ વર્ષે ગયાં ત્યારે ભાદરવા સુદ પંચમીના દિવસે આમરાજાએ દેવલોકને અલંકૃત ર્યો (શોભાવ્યો).
તત્ત્વને જાણનારા ને વિદ્વાન એવા પણ આચાર્ય મહારાજે પોકાર મૂકીને આ પ્રમાણે ઘણું બોલતાં રૂદન કરવા લાગ્યા. હે ચતુર ! દયાના ભંડાર ! શરણાગત વત્સલ, સત્યવચની, ધર્મપુત્ર! તું મને અહીં મૂકીને કેમ ગયો ? પ્રાપ્ત થયેલી કામધેનુ સરસ કુંપલવાળું ચંદનવૃક્ષ ચૂંટી નંખાયું મંદારવૃક્ષ કાપી નંખાયું. લફૂલને ધારણ કરનારું ક્લ્પવૃક્ષ ખંડન કરાયું. કપૂરનો ખંડ બાળી નંખાયો. મેઘરૂપી માણિક્યમાલા ગાઢ પ્રહારથી તોડી નંખાઇ, અમૃતનો કુંભ તોડી નંખાયો કમલ કુવલય વડે આ ક્રીડાનો હોમ કરાયો.
દિવસના પૂર્વ ભાગમાં નીક્ળી ગયું છે તેજ જેમાંથી એવો પ્રકાશ રહિત કરીને દિવસના મધ્યભાગમાં નદીઓના પાણીને વિસ્તારવાળાં દેદીપ્યમાન કિરણોવડે પીને સાંજે પરાધીન એવો સૂર્ય અસ્ત પામે છે, તેથી શોક કરવા લાયક શું છે ?
આ પ્રમાણે બોલતાં ગુરુ શોકને છોડીને વૃંદુકના ચિત્તમાંથી આ પ્રમાણે શોને પ્રગટપણે ઉતારતા હતા.