Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
પર૩.
નમસ્કાર કરીને પછી જ મારે જમવું તે વખતે રાજાની પત્ની કમલદેવીએ આ પ્રમાણે કહ્યું કે શ્રી નેમિનાથ અને સોમેશ્વરદેવને નમસ્કાર કરીને મારે જમવું, રાજાની પાછળ હજાર શ્રાવકોએ અને ઘણી શ્રાવિકાઓએ હર્ષવડે અભિગ્રહ ગ્રહણ ર્યો. આફ્લો દેવાલયો-લાખ પ્રમાણવાલા રથો-એક લાખ પોઠિયા ને સાતસો હાથી-વીસ હજાર ઊંયે-ત્રણ લાખ ઘોડા પાંચ લાખ સેવકો ને આઠ લાખ શ્રાવકો સાથે હતા. રાજાને સતત ત્રીસમો ઉપવાસ થયે તે સ્તંભન તીર્થનગરમાં રાત્રિએ અંબિકાએ રાજાને કહ્યું હે રાજા ! તારા સત્ત્વવડે સવારમાં શ્રી નેમિનાથપ્રભુ સન્મુખ આવશે. તમારે અભિગ્રહ પૂર્ણ કરવો. પ્રભાતમાં શ્રી નેમિનાથ પ્રભુ સામે આવે છતે આમરાજાનો અભિગ્રહ પૂર્ણ થયો, ને પૂજા કરવાથી શ્રી સંઘવડે અભિગ્રહ પૂરો કરાયો, તે પછી સોમેશ્વરનું લિંગ સન્મુખ આવે ને સોમેશ્વર દેવની પૂજા કરવાથી રાણીવડે પણ અભિગ્રહ પૂર્ણ કરાયો. ત્યાં પ્રાસાદ કરાવીને રાજાએ મોટી પ્રતિષ્ઠા આદિપૂર્વક શ્રી નેમિજિનેશ્વરને સ્થાપના ક્ય. તે પછી ચાલતો રાજા શ્રી શત્રુંજયતીર્થમાં જિનેશ્વરને નમીને ધણા સંઘસહિત રૈવતગિરિ પાસે ગયો. તે વખતે ત્યાં દિગંબરના સેવકો આવીને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. તે જોઈને રાજાએ વિચાર્યું કે ઘણા જીવોનો નાશ થશે. આ પ્રમાણે પરસ્પર વિચારીને શ્વેતાંબર અને દિગંબર ગુરુએ કહ્યું કે જે જીતે તેનું આ તીર્થ. એમાં સંશય નથી. સભાજનો બેઠે
તે જ્યારે કોઈ હાર્યું નહિ. તે વખતે આમરાજાએ કહ્યું કે ઘણા દિવસો થયા છે. તે પછી શ્વેતાંબર અને દિગંબર આચાર્યને રાજાવડે હેવાયું કે સ્થાપન કરેલા ઘડામાં બે પત્રિકા મૂક્વી. જેનું આ તીર્થ થાય તેનું શાસન ને સંઘપણું છે. અરિહંતના મતના પ્રભાવથી જલદી ગાથા નીકળશે. તે પછી આગલના દિવસે ઘડાના મધ્યમાંથી ન્યાએ પત્રિકા ખેંચી ને સુંદર એવી આ ગાથા નીકળી.
इक्कोवि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स; संसार-सागराओ, तारेइ नरं व नारि वा॥१॥
જિનેશ્વર વર્ધમાનને કરેલો એક પણ નમસ્કાર સંસાર સમુદ્રમાંથી પુરુષ –સ્ત્રી અથવા નપુંસક્ત તારે છે (૧) ફરી બીજી ગાથી નીકળી.
उजिंतसेलसिहरे, दिक्खा नाणं निसीहिया जस्स। तं धम्मचक्कवदि अरिट्ठनेमिं नमसामि॥१॥
ઉજ્જયંત પર્વતના શિખરઉપર જેમનાં દીક્ષા જ્ઞાન અને મોક્ષ થયાં છે તે ધર્મચક્વર્તી અરિષ્ટનેમિને હું વંદન કરું છું. તે પછી આમરાજાએ ધારસંઘપતિ સહિત તે તીર્થ જલદી પોતાનું કરીને નેમિનાથ પ્રભુનું માત્ર ને પૂજા કરી.
આમ રાજાએ બપ્પભટી ગુસ્સાથે હંમેશાં ગોષ્ટી કરતાં ઘણો સમય પસાર ક્યું તે આ પ્રમાણે
न करोतु नाम रोषं न वदतु पौरूषं न हत्वयं शत्रून् । रक्षयति महीमखिलां तथापि वीरस्य धीरम्य ॥१।।