Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
મરાજાનો સંબંધ
પ૧
मग्नैः कुटुम्बजम्बाले यैर्मिथ्याकामजजरैः। नोजयन्ते नतो नेमिस्ते जीवन्तो मृता:पुनः॥
કુટુંબની જાલમાં મગ્ન થયેલાં મિથ્યાત્વ કામથી જર્જરિત થયેલાં જેવડે ઉજજયંતગિરિઉપર નેમિનાથ પ્રભુ નમસ્કાર કરાયા નથી તેઓ જીવતાં ક્યાં પણ મરેલાં છે. જ્યાદિરેવતગિરિનો મહિમા ગુરુના મુખેથી સાંભળીને રાજાએ હર્ષથી ગુસ્ની આગળ આ પ્રમાણે કહ્યું હે ગુરુ! શ્રીરૈવતગિરિઉપર શ્રી નેમિનાથ તીર્થકરને વંદન ર્યા વિના મારે જમવું નહિ. આ પ્રમાણે આમ રાજાએ કહ્યું કે ગુએ કહ્યું કે હમણાં આ અભિગ્રહ દુ:શક્ય છે. આ પ્રમાણે આચાર્ય શ્વે
તે રાજાએ અભિગ્રહ લીધો, તે પછી સંઘ સહિત આચાર્યની સાથે રેવતગિરિ તરફ જતો રાજા ખંભાત નગરીમાં આવ્યો. તે વખતે રાજા અત્યંત ભૂખવડે મૂરછ પામે તે સંઘ રાજાના મૃત્યુના ભયથી ભય પામ્યો. તે વખતે આચાર્યવડે કુષ્માંડાદેવી (અંબિકા) ધ્યાન કરાઈ શ્રી નેમિનાથની સેવિકા એવી તે દેવીએ આવીને રાજાને સચેતન ર્યો.
તે પછી શ્રી નેમિનાથના બિંબસહિત એક મોટીશિલા રાજાની આગળ મૂકીને ગુસ્ની સાક્ષીએ આ પ્રમાણે . હું અંબિકાદેવી આકાશમાર્ગમાં જતી અભિગ્રહ સહિત રાજાને જાણીને રૈવતગિરિ ઉપરથી અહીં શિલા લાવી છું. તો હે રાજન શ્રી નેમિનાથના બિંબને નમસ્કાર કરવાવડે તું અહીં અભિગ્રહ પૂરો કર. આ તારા નિયમનો ભંગ થશે નહિ. તે પછી રાજાએ ત્યાં અરિહંતના નાત્ર આદિ ઉત્સવ કરીને ગુસ્વર્યને પડિલાભીને પારણું ક્યું. આજે પણ તેજ પ્રતિમા નગરોમાં ઉત્તમ એવા ખંભાતતીર્થ નગરમાં ઉજજયંતાવતાર એ પ્રમાણે હીને લોકોવડે પૂજાય છે. ત્યાં અંબિકાદેવીએ આવીને રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તું આગળ જા. શ્રી રેવતગિરિ ઉપર નેમિજિનેશ્વરને નમસ્કાર કર. ત્યાંથી શ્રી શત્રુંજયઉપર જિનેશ્વરને નમીને રૈવતગિરિઉપર જઈને આદરથી પૂજા કરીને રાજા પોતાની નગરીમાં આવ્યો. તે પછી હંમેશાં આમરાજા હર્ષવડે દાન આપતો પૃથ્વીને નીતિથી પાલન કરતો. હંમેશાં જૈન ધર્મને કરવા લાગ્યો. એક વખત આમરાજા હર્ષવડે ગુરુ પાસે જઈને આદરથી ગુરુએ કહેલા કવિત્વો (શ્લોકો) આ પ્રમાણે સાંભળવા લાગ્યો.
पच्चूसगय वरूण मूलियाई उट्टीण ससिविहंगाइ धवलाई गलंति निसालयाए नक्खताइं कुमुयाइं॥१॥ अउ अ पउमरायमरगय सेवलिया नहयलाउ उवरइ, पा णहसिरि कंठज्झडव्व, कंठिया कीररिच्छोली॥२॥ तूणीव मधुमासेऽस्मिन् सहकारद्रुममञ्जरी। इयमुद्भिन्नमुकुलै र्भाति न्यस्त शिलीमुखा॥३॥
સવારને પામેલા વણનાં મૂલિયાં ઊડીને ચંદ્ર સરખા સ્વેત પક્ષીઓની જેમ નિશારૂપી લતામાં નક્ષત્રરૂપી કુમુદેને ગળી જાય છે (૧) જેવા નભસ્તલમાંથી ઉપર આકાશની શોભાને પામીને જટારૂપી કંઠીવાલી પોપટેની પંક્તિ છે (૨) આ વસંત ઋતુમાં ભાથાની જેવી આમ્રવૃક્ષની મંજરી ઉત્પન્ન થયેલી કળીઓવડે થાપણ કરેલા બાણની જેવી શોભે છે (૩) આમાં કામનો સંબંધ ગુપ્ત છે.