Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
શ્રેષ્ઠ એવા કાલંજલગિરિમાં શાલ નામે તપસ્વી હતો, તેણે એકાંતરે ભોજન કરવાથી અનેક વર્ષ સુધી તપ કર્યું, તે તપસ્વી ત્રણ વખત તપને બ્રેડીને તે ભવમાં ગ્રહણ કરે છે, અને તેણે મનનો ભંગ ર્યો. હે રાજા ! તે પછી તે મરીને તું આમ નામે વિચક્ષણ થયો, અને તે ભવસંબંધી જટા ત્યાં વૃક્ષની નીચે છે. ત્યાં રહેલી તે જટાઓને જોઇને રાજા હર્ષ વડે ગુરુને નમીને મોક્ષને આપનારા જૈન ધર્મને વિશેષથી કરવા લાગ્યો. ગોખની નીચે રહેલા રાજાએ એક વખત ધનદના આવાસમાં કૃશશરીરવાલા દાંત એવા મુનિને ધનદના આવાસમાં પ્રવેશ કરતા જોયા.
તે વખતે તે ઘરના સ્વામીની પત્ની કામથી પીડા પામેલી તેણે આવીને ઉતાવળથી ઘરના દરવાજાને દ્રઢપણે બંધ ર્યો, તેણી મુનિની છાતીને આલિંગન કરીને તેના ભોગને આદરથી ઇચ્છે છે. મુનિ ઇચ્છતા નથી. તેથી તેને બે હાથ વડે તે વખતે દૂર ફેંકી દીધી. તેણી પોતાના બે પગવડે મુનિનાં બે ચરણોને ગ્રહણ કરતી તે સ્ત્રીનું ઝાંઝર સાધુના પગમાં વિધિના વશથી અકસ્માત પેસી ગયું, મુનિ અને સ્રીના ચરિત્રને જોઇને રાજાએ એક સમસ્યા કરીને આચાર્યને આપી.
ક્યું
66
66
'कवाड मासज्ज वरांगणाए, अन्मत्थिओ जुव्वणगचियाए ।
કમાડને બંધ કરીને યૌવનથી ગર્વિત થયેલી શ્રેષ્ઠ સ્રીવડે પ્રાર્થના કરાયો. આચાર્યે તે વખતે તેની સમસ્યા આ પ્રમાણે પૂરી.
"न मन्त्रिअं तेण जिइंदिएण सनेउरो पव्वइअस्स पाओ"
જિતેન્દ્રિય એવા તે મુનિવડે માન્ય ન કરાયું અને મુનિનો પગ ઝાંઝર સહિત થયો.
પરદેશમાં ગયો છે ધણી જેનો એવી સ્રીના ઘરમાં ભિક્ષુક ભિક્ષાને માટે પેઠે તે તે સ્ત્રી જ્યારે અન્ન આપવા માટે લઇ ગઇ. તે વખતે કાગડાઓવડે ઉપરથી ખવાયું. મુનિએ સ્ત્રીના નાભિમંડલમાં દૃષ્ટિ આપી. તેણીએ પણ મુનિના મુખકમલ ઉપર દૃષ્ટિ આપી. તે મુનિ અને સ્ત્રીનું વૃત્તાંત જોઇને ખુશ થયેલા આમરાજાએ આચાર્યની પાસે આવીને આ પ્રમાણે સમસ્યા હી.
“भिक्खायरो पिच्छड़ नाभिमंडलं तस्स वि सा पिच्छइ आणणांबुज' '
ભિક્ષાચર તેના નાભિમંડલને જુએ છે, અને તે પણ તેના મુખકમલને જુએ છે, તે વખતે આચાર્યે આ પ્રમાણે
૫૧૯
“दुण्हंपि मज्झे कवालचडुयट्ठियं अन्नं तु काकेहि विडालियं तया "
કે બન્નેની મધ્યમાં ખોપરીમાં રહેલું અન્ન તે વખતે કાગડાવડે ખવાયું.
આમરાજાએ મથુરામાં ગોગિરિમાં, મોઢેરામાં ને તારકપુરમાં શ્રેષ્ઠ ચાર જિનમંદિર કરાવ્યાં. આમ રાજાએ