Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજનો સંબંધ
૫૧૫
ચતુર પુરુષનું મનનું પાપ નિવડે શુદ્ધ થાય છે, ને વાચિકકર્મ વચનવડે શુદ્ધ થાય છે. ને કાયિક કર્મ કાયાવડે શુદ્ધ થાય છે. (૧) કાયા વડે કરેલા પાપનું હું કાયાવડે પ્રતિક્રમણ કરું છું. વચનવડે કરાયેલા પાપનું હું વચન વડે પ્રતિક્રમણ કરું છું ને મન વડે કરાયેલા પાપનું હું મનવડે પ્રતિક્રમણ કરું છું. (૨) હે રાજા ! આ પ્રમાણે વચન હોવાથી તે શુદ્ધ છે. તું ધર્મ કાર્ય કર. પ્રજાનું ન્યાયથી પાલન કર. હમણાં દાન આપ.
જેટલામાં રાજા ઘરે ગયો તેટલામાં એક મનુષ્ય કહ્યું કે વાગપતિ ત્રણદંડને ધારણ કરનારો શ્રીપદ નામે રાજા થયો છે, તે પછી આમરાજાએ ગુરુ પાસે કહ્યું કે તો હું શ્રાવક કરાયો છે. જો વાગપતિ અરિહંતનાં વ્રતોને લે તો સારું તે પછી ઉત્તમ ગુએ વાગપતિને શ્વેતાંબર કરવા માટે રાજાની આગળ આદર કરવાપૂર્વક પ્રતિજ્ઞા કરી. આચાર્યે વાગપતિને મથુરા નગરીમાં રહેલા સાંભળીને તેને પ્રતિબોધ કરવા માટે શ્રેષ્ઠ વરાહ મંદિરમાં ગયા. ત્યાં ધ્યાનમાં રહેલા નાસિકા ઉપર આપ્યો છે નેત્રનો વ્યાપાર જેણે એવા વાગપતિને જોઈને તેની પાછળ ઊભા રહીને આ પ્રમાણે બોલે છે.
सन्ध्यां यत्प्रणिपत्य लोकपुरतो बद्धाञ्जलिर्याचसे,। धत्से यत्त्वपरां विलज्ज! सिरसा तच्चापि सोढं मया। श्रीर्जातामृतमन्थने यदि हरेः कस्माद्विषं भक्षितं, मा स्त्री लम्पट ! मा स्पृशेत्यभिहितो गोर्या हर: पातु वः ॥१॥
સંધ્યા સુધી જેને નમન કરીને અંજલિ બાંધી – તું લોક્ની આગળ યાચના કરે છે. હે લજજા વગરના ! જે તું મ ને ધારણ કરે છે. તે બધું મારાવડે જે સહન કરાયું છે. અમૃતનું મંથન કરતાં વિષ્ણુને લક્ષ્મી થઈ. તો તે ક્યા કારણથી ઝેર ખાધું? હે સ્ત્રી લંપટ તું મને સ્પર્શ ના કર. એ પ્રમાણે ગૌરીવડે કહેવાયેલો શંકર તમારું રક્ષણ કરો (૧)
एकं ध्याननिमीलनान्मुकुलितं चक्षुर्द्वितीयं पुन:, पार्वत्या विपुले नितम्बफलके शृङ्गारभारालसम्। अन्यद् दूरविकृष्टचापमदन क्रोधानलोद्दीपितं, शम्भोभिन्नरसं समाधिसमये नेत्रत्रयं पातु वः ॥२॥
એકચક્ષુ ધ્યાનડેબિડાયેલું હોવાથી બંધ છે, નેબીજું ચક્ષુ શૃંગારના ભારથી આળસુ પાર્વતીના મોટા નિતંબરૂપી ફલને વિષે ને ત્રીજું દૂર ખેંચાયેલા ધનુષ્યવાલા એવા કામદેવ ઉપર ધરૂપી અગ્નિવડે પ્રદીપ્ત છે, તે સમાધિ સમયમાં જુદા જુદા રસવાલા રાંભુના ત્રણનેત્ર તમારું રક્ષણ કરો (૨)
रामो नाम बभूव हं तदबला सीतेति हुं तां पितुर्वाचा पञ्चवटीवने विचरतस्तस्याऽहरद्रावणः। निद्रार्थं जननी कथामिति हरे हुंकारिण: शृण्वत:, पूर्वस्मर्तुरवन्तु कोपकुटिलभूभंगुरा दृष्टयः ॥३॥