Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
પ૧૩
वक्त्रं पूर्णशशी सुधाऽधरलता, दन्ता मणिश्रेणयः कान्ति: श्रीर्गमनं गजः परिमलस्ते पारिजातद्रुमाः वाणी कामदुधा कटाक्षलहरी सा कालकूटच्छटा, तत्किंचन्द्रमुखि! त्वदर्थममरैरामन्थि दुग्धोदधिः ॥१॥ जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो, दूरे शोभा वपुषि निहिता पङ्कसंङ्कांतनोति। विश्वप्रार्थ्य सकलसुरभिद्रव्यदर्पापहारी,
नो जानीम: परिमलगुण: कस्तु कस्तूरिकायाः॥ તેનું મોટું પૂનમનો ચંદ્ર છે, તેની ઓણ લતા અમૃત છે, તેના દાંતો મણિની શ્રેણી છે, તેની કાંતિલક્ષ્મી છે તેની ગતિ હાથી છે. તેની સુગંધ પારિજાતનાં વૃક્ષો છે, તેની વાણી કામધેનુ છે તેના દ્રાક્ષના તરંગ તે કાલકૂટનાં છાંણાં છે. હે ચંદ્રમુખી ! તેથી તારા માટે શું દેવોવડે ક્ષીરસમુદ્રમંથન કરાયો? (૧) તેના જન્મનું સ્થાન નિર્મલ નથી. વર્ણ પણ વખાણવા લાયક નથી. શરીરની શોભાતો દૂર રહો, પણ સ્થાપન કરાયેલી કાદવની શંકાને તે વિસ્તાર છે. વિશ્વમાં પ્રાર્થના કરવા લાયક સઘળાં સુગંધી દ્રવ્યના અભિમાનને હરણ કરનારો કસ્તુરીનો ક્યો સુગંધનો ગુણ છે તે અમે જાણતા નથી (૨) આચાર્યવડે વિચારાયું કે આમરાજા પોતાના ચિત્તમાં વિકાર પામ્યો છે અને બુદ્ધિનો અત્યંત વિપર્યાસ થયો છે હ્યું છે કે:
भस्त्रा काचनभूरि रन्ध्र विगलत्तन्मलक्लेशिनी; सा संस्कारशतैः क्षणार्धमधुरां, बाह्यामुपैति द्युतिम्।। अन्तस्तत्त्वरसोर्मि धौतमतयोऽप्येषां तु कान्ता धिया, श्लिष्यन्ति स्तुवते नमन्ति च पुरः कस्यात्र पूत्कुर्महे ॥
કોઈક ઘણાં %િમાંથી પડતા તે તે મલને ઝરનારી ને સેંકડે સંસ્કારોવડે અર્ધીક્ષણ માટે મધુ એવી બાહ્ય કાંતિને પામે છે. અંદર તત્ત્વરસની ઊર્મિઓવડે ધોવાયેલી છે બુદ્ધિ જેની, ને બુદ્ધિવડે મનોહર એવા આને ભેટે છે. સ્તવે છે, ને નમે છે, અમે અહીં કોની આગળ પોકાર કરીએ? (૨) માતંગીના સંગના પાપવડે મારો મિત્ર રાજા ઘણાં દુખને આપનારા ભયંક્ય નરકમાં ન જાઓ. રાજાવડે નગરીની બહાર મનોહર એવું ઘર માતંગીનો ભોગ કરવા માટે કરાવાયું છે તે જાણીને અનુક્રમે તે સૂરિએ નગરીની બહાર રહેલા આવાસના ભાર પટ્ટ ઉપર દિવસના અંતે રાજાને બોધ કરનારાં ચાર કાવ્ય શ્રી ગુરએ લખ્યા. તે આ પ્રમાણે :
शैत्यं नाम गुणस्तवैव भवता स्वाभाविकी स्वच्छता, किं ब्रूम: शुचितां व्रजन्त्य शुचयस्त्वत्सङ्तोऽन्ये यतः। किंचात: परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां, त्वं चेन्नीचपथेन गच्छति पय: कस्त्वं निरोद्धं क्षमः ॥१॥