Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
૫૧૧
પ્રતિવાદી ને વાદી વાદ કરતે છ મહિના ગયા. પરંતુ કોઈ ય પામતું નથી. આમરાજાએ બપ્પભટ્ટી પાસે કહ્યું કે મારા વિના રાજય સિદાય છે. બપ્પભટ્ટી એ ક્યું કે અહીં પાંચ દિવસ રાહ જુઓ, તે પછી સરસ્વતીની સારી રીતે આરાધના કરીને આચાર્ય ક્યું કે:- હે ભારતી ! હમણાં મારાવડે વાદી કઈ રીતે જિતાશે ? હવે સરસ્વતીએ ક્યું કે હે વત્સ! આ વાદીવડે હું આદરથી આરાધના કરાયેલી છું. તે વખતે મેં તેને એક સારસ્વત મંત્ર આપ્યો છે. મારા વડે વાદીને ગુટિકા આપીને કહેવાયું છે કે ગુટિકા મુખમાં હોતે જો તું કોઇવડે જિતાઈશ નહિ. વાદીવડે દાતણ કરતાં તે શ્રેષ્ઠ ગુટિકા જયારે મુખને ઘસીને એકાંતમાં પડખે મુકાઈ ત્યારે ગુસ્વર્ય બપ્પભટ્ટીએ પોતાના માણસને મોક્લીને તે ગુટિકા એક વખત પોતાની પાસે લીધી.
તે પછી સવારે ગુટિકા વિના બોલતાં વાદીને બપ્પભટ્ટીએ જલદી જીતી લીધો. તે વખતે જયઢકા વાગી. રાહુથી ગ્રસ્ત થયેલા ચંદ્રની જેમ ખંડની જેમ અને હિમથી વ્યાપ્ત થયેલો હોય તેમ તે ધર્મ રાજાનો વાદી પ્લાનિ પામ્યો. તે વખતે તે વાદીને જીતવાથી રાજાવડે અને લોકોવડે બપ્પભટી ગુને વાદીભકેશરી એ પ્રમાણે નામ અપાયું. ત્યાં તે વાદીરાજ કોડ સોનામહોર હારીને લોકો વડે હસાતો દીન એવો પોતાના નગરમાં ગયો. તે એક કરોડ સોનામહોરને ધર્મરાજા અને આમરાજાએ અરિહંતના જીર્ણ થયેલા મંદિરના ઉદ્ધારમાં હર્ષથી વાપરી. તે વખતે દેશ અને વિદેશમાં પણ બપ્પભટ્ટીનો જયઢકકાનો અવાજ વાદીનો પરાભવ સાંભળવાથી દરેક દિશામાં થયો. તે વખતે આમરાજાએ ઘણાં હાથી અસ્વ–રથ-પાયદલ વગેરે ધર્મરાજાને આપ્યાં અને ધર્મરાજાએ પણ આમરાજાને હર્ષથી આપ્યાં. તે પછી આમરાજાએ ધર્મરાજાની રજા લઈને ગુરુ સહિત ગોપગિરિમાં આવીને વીરજિનેશ્વરને વંદન કર્યું. તે વખતે સૂરીશ્વરે ઉદાર અર્થમય કાવ્યોવડે સ્તુતિ કરતાં વર્ધમાન જિનેશ્વરની તે વખતે આ પ્રમાણે સ્તુતિ કરી.
શાન્તો વેષ: શમસુરઉપના : શ્રોત્રરખ્ય શિર, વરાનં ૪પ
શાંતવેષ અને સમતા સુખ છે ફલ જેનું એવી, કાનને મનોહર એવી તમારી વાણી છે. તમારું રૂપ મનોહર છે ઈત્યાદિ કાવ્યમય સ્તોત્ર સાધુઓવડે ભણાય છે. ગુરૂર્યરાજાપાસે માંસ આદિ ભક્ષણનો ત્યાગ કરાવ્યો. તે પછી ગણના અધિપતિ બપ્પભટ્ટીએ રાજા પાસે સમ્યકત્વ સહિત મોક્ષને આપનાર બારવ્રત ગ્રહણ કરાવ્યાં હવે એક વખત વાકપતિએ મહાવિજય નામનું પોતાનું પ્રાકૃત ભાષામાં રચેલું કાવ્ય આમરાજાને બતાવ્યું. તે કાવ્ય જોઈને ચમત્કાર પામેલા ન્યાયવાલા રાજાએ તે યતિને હર્ષવડે એક્લાખ સોનામહોર ખજાનામાંથી અપાવી.
કહ્યું છે કે ઉદારતાથી ઉત્તમ માનવાલાઓને પાંચ હજાર જેટલા? લાખ કેટલાં? ને કરોડપણ કેટલા? ને રત્નાવતી પૃથ્વીપણ કેટલી? એક્વાર આમે કહ્યું કે હે બપ્પભટ્ટી આ પ્રમાણે વિધવડે આપની સમાન કેટલા ને કોઈ પણ આજે છે? ગુસ્વર્યે રાજાને કહ્યું કે વિધાનડે અને સદગુણોથી અધિક ગોવિંદસૂરીશ ને નમ્નસૂરિ ગૂર્જરપૃથ્વીમાં કોણ મઢેરા નગરમાં છે. તે પછી થોડા સૈન્યવાલો આમરાજા મોઢેરા નગરમાં જઈને શ્રી નન્નસૂરિને નમીને ધર્મ સાંભળવા માટે બેઠો. તે વખતે વાસ્યાયને કરેલા શાસ્ત્રને બોલતા ગુને સાંભળીને અવગણના કરીને આમ પાછો આવ્યો. જ્યારે વંદન કરવા માટે આમ આવતો નથી ત્યારે આચાર્યું તેને કહ્યું કે હે રાજા ! હમણાં તારો ધર્મમાં પ્રમાદ કેમ દેખાય છે? રાજાએ હ્યું કે જ્યારે હું નન્નસૂરિને વંદન કરવા માટે ગયો ત્યારે તે મારા વડે કામશાસ આદિની વ્યાખ્યામાં જોવાયા. આથી મારા વડે