Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૧૦
શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર પરીક્ષા કરાવાઈ. તમે મહેરબાની કરીને મારાવડે જે અપરાધ કરાયો તે અપરાધની ક્ષમા આપો. હે સ્વામી ! હું મૂર્ખ છું કે તમારા વિષે મેં પરીક્ષા કરી.
એક વખત આમરાજા માર્ગમાંજતાં એરંડનાં મોટાં પાંદડાં સરખાં સ્તનના વિસ્તારવાલી ખેડૂતની સ્ત્રીને ઘરની પાછળ એરંડાનાં પાંદડાંને વિસ્તારતી જોઈને અર્ધગાથા કહી. આચાર્યની પાસે બોલ્યો.
वइविवर निग्गयदलो एरंडो साहइव्व तरुणाण,
વાડના %િમાંથી નીલ્યાં છે પાંદડાં જેનાં એવો એરડો યુવાનોને કહે છે. ! આ પ્રમાણે સાંભળીને સૂરિરાજ રાજાની આગળ આ પ્રમાણે બોલ્યા.
એ ઘરમાં ખેડૂતની સ્ત્રી એરંડાનાં પાંદડાં સરખી સ્તનવાલો વસે છે! એ પ્રમાણે સૂરિરાજવડે સમસ્યાને પુરાયેલી જાણીને રાજા સંતોષ પામ્યો. એક વખત ચોમાસામાં જેનો ધણી પરદેશ ગયેલો છે એવી સ્ત્રીને સાંજે દીપક છે હાથમાં જેના એવી જતી વાંકી ક્વાલી સ્ત્રીને જોઈને રાજા બોલ્યો.
॥ दिज्जइ वंकग्गीवाइ दीवउ पहियजायाए।
વાંકી ડોક્વાલી મુસાફરની સ્ત્રીવડે દીપક અપાય છે. આચાર્ય બોલ્યા
पियसं भरण लुटटंत अंसुहारा निवाय भीयाए।।
પ્રિયના સ્મરણથી આલોટતી અશ્રુધારાના પ્રવાહના ભય વડે, આ પ્રમાણે પરસ્પર બપ્પભટી ને આમરાજા પ્રશ્નોત્તર બોલતાં ઘણો સમય પસાર કરતા હતા.
એક વખત આમરાજા પાસે નમીને એક દૂત બોલ્યો. ધર્મ (રાજા) વડેમોક્લાયેલો હું હમણાં તમારી પાસે આવ્યો છું. શા માટે? એ પ્રમાણે રાજાએ કહ્યું છત દૂત આદરપૂર્વક બોલ્યો. ધર્મરાજાએ મારા મુખેથી તમને આ પ્રમાણે વિનંતિ કરી છે. તમે અહીં લવડે આવીને ગુરુવર્ય બપ્પભટ્ટીને ત્યાં લઇ ગયા છે. જ્યારે તે વખતે મારાવડે ભક્તિ કરાઈ નથી. તેથી કરીને તે ઉત્તમ ગુરુવિના મારું ચિત્ત દુઃખી થાય છે.
અહીં એક ગૌડ દેશનો વાદીરાજ વાદ કરવા માટે આવ્યો છે. વિદ્યાના મદવડે તે વાદીવર્ધન કુંજર લક્ષ્મી વડે ત્રણ જગતને તૃણ સરખો પણ માનતો નથી, તેણે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે કે હે રાજન ! જો હું હારી જાઉ તો તમને એક કરોડ સોનામહોર આપીશ. અને તે રાજા ! જો હું જીતું તો મને કરોડ સોનામહોર આપવી. આ પ્રમાણે બોલતાં વાદીએ નગરીનું માહાસ્ય – ક્ષય પમાડ્યું છે. તેથી હે આમરાજા ! તમારે તેમ કરવું કે જેથી ગુરુવર્ય બપ્પભટ્ટી વાદીને જીતવા માટે આવે, તે લક્ષ્મીપુરમાં અનુક્રમે ધર્મરાજા અને આમરાજા પ્રવાદ ને વાદીથી યુક્ત વાદ કરવા માટે આવ્યા. તે બને