Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
પશુની જેમ મુસાફર એવો ભિલ્લ ક્યા કારણથી પાણી પીએ છે ?” તે પછી પાણી પીનારો માણસ રાજાવડે બોલાવીને તે વખતે પુછાયેલો બોલ્યો. રાજાની સમસ્યા ગુરુવડે સાચી પુરાઇ. ઇત્યાદિ ઘણા પ્રશ્નો ને પ્રતિપ્રશ્નો કરતો રાજા ગુરુ સાથે ગોપાલપર્વતપર ગયો. પતાકા–તોરણો માંચા ઊંચા માંચા વગેરે કરવાથી રાજા ગુરુને ઉત્સવપૂર્વક નગરીમાં લઇ ગયો.
૫.
ત્યાં બપ્પભટ્ટી ગુરુ રહેતા ત્યારે રાજા અને બીજા બુદ્ધિશાળીઓના ચિત્તને ધર્મકથાવડે રંજન કરતા હતા. આ બાજુ વૃદ્ધ ભાવથી શ્રી સિદ્ધસેનસૂરિ દેહથી અસમર્થ એવા હૃદયમાં અનશન ગ્રહણ કરવાની ઇચ્છાવાલા થયા. બપ્પભટ્ટી શિષ્યને બોલાવવા માટે ગુરુવડે બે સાધુઓ મોક્લાયા અને તેઓ ગુના લેખ સહિત બપ્પભટ્ટી પાસે આવ્યા.
બપ્પભટ્ટી ગુરુના લેખને નમીને મસ્તક ઉપર કરીને ઉઘાડીને વાંચ્યો અને પોતાની જાતે પોતાના મનમાં વાંચ્યો. હે ગુરુસ્વત્સલ બપ્પભટ્ટી તને ભણાવ્યો છે. પદવી આપી છે પરંતુ તું શું ગુરુવત્સલ નથી ? અનશન રૂપી રથમાં બેસાડીને અમોને શ્રેષ્ઠ એવા દેવલોકમાં મોક્લીશ, તે પછી રાજાની રજા લઇને શ્રેષ્ઠ એવા મોંઢેરા નગરમાં જઇને બપ્પભટ્ટી મુનિ ગુરુનાં ચરણ કમલને નમ્યો. ગુરુ પણ તે શિષ્યને હર્ષથી ગાઢ આલિંગન આપીને બોલ્યા કે હે વત્સ ! તારા આગમનથી અમારું મન હર્ષ પામ્યું છે. હે વત્સ ! તું અમને આરાધના પતાકા કરાવ. જેથી મારી સ્વર્ગમાં ગતિ થાય ને તું પણ દેવા રહિત થાય. તે પછી આરાધના અને ચતુઃશરણ કરે તે પુણ્યની અનુમોદનામાં તત્પર શ્રી સિદ્ધસેન ગુરુવર્ય પંચ નમસ્કારને યાદ કરતા, હૃદયમાં તીર્થમાલાને નમતા, આયુષ્યના અંતે અસંખ્ય સુખોને આપનારા સ્વર્ગલોકમાં ગયા.
ગુરુના સ્વર્ગવાસથી ઉત્પન્ન થયેલા શોને ચિત્તમાંથી ઉતારીને શ્રી બપ્પભટ્ટીસૂરિ વિશેષે કરીને સારાં કાર્યો કરવા લાગ્યા. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નંદસૂરિએ બન્નેને ગચ્છનો ભાર સોંપીને તે આચાર્ય આમરાજા પાસે ગયા. તે વખતે બપ્પભટ્ટીસૂરિ અને આમરાજા શુભાષિત આવિડે હંમેશાં ગોષ્ઠિ કરતાં તેઓનો દિવસ ક્ષણની જેમ પસાર થાય છે.
એક વખત સભાની અંદર નાચતી નર્તકીને જોઇને પુસ્તકના અક્ષરમાં આપી છે આંખ જેણે એવા તે અર્થને જોતા રહ્યા. અનુક્રમે આચાર્ય નર્તકીના શુકના પીંછા સરખા કંચુકને વિષે લોચન આપતાં રાજાએ જોયા ને હૃદયમાં આ પ્રમાણે બોલ્યો. સિદ્ધાંતના તંત્રથી પારંગત યોગથી યુક્ત એવા તે યોગીઓને જે સ્ત્રીઓ જીતે છે તો તેજ પ્રમાણ છે. પુરુષના વેશને ધારિણી નર્તકીને રાત્રિમાં આમરાજાએ આચાર્યની વસતિમાં પરીક્ષા કરવા માટે મોક્લી. હાથના સ્પર્શથી વિશ્રામણા (સેવા) કરતી એવી તેણીને આચાર્યે કહ્યું કે હે સ્રી ! તું અહીં કોનાવડે મોક્લાઇ છે ? બ્રહ્મવ્રતમાં રહેલા અમારા જેવા સાધુઓને વિષે કોઇ બાલકપણ ચલાયમાન કરી શકે નહિ. જેમ વાયુવડે મેરુ પર્વત ચલાયમાન ન કરી શકાય.તે વખતે બીજાએ આ પ્રમાણે ક્યું :
राज्ये सारं वसुधा वसुधायामपि पुरं पुरे सौधम् । सौधे तल्पं तल्पे वाराङ्गनानङ्गसर्वस्वम् ॥
9 સમસ્યાનો જવાબ મૂલ ગ્રંથમાં મુકાયો જ નથી. અર્થની દ્રષ્ટિએ એમ કલ્પના કરી શકીએ કે પાણી છીછરું હોવાથી અથવા ભીલના બન્ને હાથો કપાઇ જવાથી તે બકરાની જેમ મોઢાથી પાણી પીએ છે.