Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
પ૦૫
છપને યાદ કરતું નથી ને કિંમતથી કરોડે ઉપર ચઢેલો મણિનો સમૂહ તેની જનેતાને યાદ કરતો નથી, તેથી હું માનું
કે આ જગત નેહથી અટક્યું અને પોતાના સુખમાં રક્ત છે. (૧) છાયાને માટે માથાપર ધારણ કરેલાં પાંદડાં પણ પૃથ્વી ઉપર પડી જાય છે. પાંદડાં પડી જવાથી વૃક્ષો શું કરે? (૨) તે પછી મંત્રીશ્વરો વિશેષ કરીને ગુસ્નાં બે ચરણોને નમીને બોલ્યા કે શ્રી આમરાજાવડે તમે આ પ્રમાણે વિનંતિ કરાયા છે. તે ઉત્તમ ગુરુ! મારી ઉપર કૃપા કરી વગર વિલંબે તમારે અહીં આવી મારી પૃથ્વી પવિત્ર કરવી. જે મનુષ્ય અને રાજાઓએ ભગવંતનું વચન સાંભલ્યું છે, તેઓને બીજાના વિત્વમાં લઈ ઠેકાણે રૂચિ થતી નથી.
कथासु ये लब्धरसा: कवीनां, ते नानुरज्यन्ति कथान्तरेषु । न ग्रन्थिपर्णप्रणयाश्चरन्ति, कस्तूरिकागन्धमृगास्तृणेषु॥
કવિઓની કથામાં જેઓએ રસ પ્રાપ્ત કર્યો છે તેઓ બીજાઓની કથામાં આનંદ પામતા નથી. ગાંઠમાં ઊગેલાં પાંદડાંઓના પ્રેમવાલા એવા કરિકા ગંધ મૃગો ઘાસને વિષે ચરતા નથી. આ સાંભળીને આચાર્ય બપ્પભટ્ટીએ તેઓને હ્યું કે તમારે વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા આમરાજાને જણાવવું કે જો તમારે પ્રયોજન હોય તો ધર્મરાજાની સભામાં પોતે ગુપ્તપણે આવીને જલદી રજા લેવી. મેં ધર્મરાજા સાથે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે કે મને આમરાજા જો અહીં બોલાવવા માટે આવે તો તે રાજા! મારે તેની સાથે ત્યાં જવાનું છે. ત્યાં પ્રતિજ્ઞાના લોપના ભયથી આવી શકાય તેમ નથી. કહ્યું છે કે: પોતાનું જે પ્રતિજ્ઞાનું કરવું તે સ્થિતિના વૃતાંત સહિત ગુજ્ઞા લેખને લઈને મંત્રીઓ ત્યાંથી ચાલ્યા. મંત્રીઓ ગોપગિરિમાં આવીને રાજાની પાસે ગુએ લખેલો લેખ આમરાજાને આપ્યો. તેમાં લખ્યું હતું કે:
विझेण विणा वि गया, नरिद भवणेसु हुंति गारविया, विंझो न होइ अगओ, गएहिं बहुएहिं वि गएहिं॥१॥
વિંધ્ય પર્વત વિના પણ હાથીઓ રાજાના ભવનમાં ગૌરવવાળા થાય છે. ઘણા હાથી જાય તો પણ વિંધ્ય પર્વત હાથી વગરનો થતો નથી. (૧) રાજહંસો માનસરોવર વિના જોકે સુખ પામતા નથી અને તે રાજહંસો વિના તે માનસરોવરના ક્વિારા મધ્યભાગ શોભતા નથી. ર) હંસલ વગરનું માનસ સરોવર એ માનસ જ છે. એમાં સંદેહ નથી. તો હંસો પણ બીજે ઠેકાણે જ્યાં ગયા હોય ત્યાં હંસજ કહેવાય છે એ બગલા કહેવાતા નથી. (૩) હસો જ્યાં ગયા ત્યાં પૃથ્વીનાં મંડન થાય છે. જે હંસવડે છેડી દેવાય છે. તે માનસરોવર છેદ પામે છે. (૪)
મલયગિરિ ચંદન સહિત જ છે. નદીના મુખથી હરણ કરાતો ચંદનવૃક્ષનો સમૂહ તે મલયથી ભ્રષ્ટ થવા છતાં પણ ચંદન મહામૂલ્યવાળું થાય છે. છેડી દીધો છે કમલાકર જેણે એવા પણ ભમરાઓ મકરંદનો સ્વાદ કરે છે શું? ભમરા વગરનો કમલાકર પણ જોવાયો છે? અથવા સંભળાયો છે? " એક કૌસ્તુભ મણિવિના પણ સમુદ્ર એ રત્નાકરજ છે. જેના દય પર કૌસ્તુભમણિ રહ્યો છે, તે પણ મહામૂલ્યવાળો છે." હે વૃક્ષ! તું ભલે પાંદડાંને છોડી દે પરંતુ પાંદડાંઓનું પત્રપણે નાશ પામતું નથી, ને તે પાંદડાંવડે તારી તેવા પ્રકારની છાયા થાય છે. (જાણે) કોઇ સ્વામી પૃથ્વીમંડલમાં