Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર
“મનવિન રિતq, મનમુદી મત્ત પ્રમાણU'' આજે પણ તે કમલમુખી સ્ત્રી પોતાના પ્રમાદ વડે સંતાપ પામે છે.
આ સમસ્યા સાંભળીને બપ્પભટ્ટીએ આ કહ્યું :
पढम विबुद्धेण तए, जीसे पच्छाइयं अंगं॥१॥
પહેલાં જાગેલા તારાવડે જેનું અંગ ઢાંકી દેવાયું. (૧) પોતાના ચિત્તમાં રહેલી સમસ્યા એકદમ ગુરુવડે પુરાયેલી જાણીને રાજા ચમત્કાર પામ્યો. (અ) ભક્તિથી ગુરુને વંદન ક્યું. એક વખત માર્ગમાં મંદ મંદ જતી પ્રિયાને જોઈને રાજાએ ગુરુની આગળ આ પ્રમાણે કહ્યું :
"बाला चंकमंती पए गए, कीस कुणइ मुहभंगं' બાલા ગમન કરતી પગલે પગલે મુખભંગ કેમ કરે છે? તે પછી સૂરિએ પ્રત્યુતર આપ્યો.
नूणं रमणपएसे, मेहलिया छिवइ नहपंती॥१॥
ખરેખર રમણ પ્રદેશને વિષે મેખલાવાળી નખપંક્તિ સ્પર્શ કરે છે. (૧)
આ પ્રમાણે સાંભળી શ્યામ મુખવાલો રાજા પોતે હૃદયમાં વિચારવા લાગ્યો. આ ગુરુ શું મારા અંત:પુરમાં કરેલ છે વિપ્લવ (ઉપદ્રવ) એવા છે?તે પછી ઈગિત આકારવડે રાજાના ચિત્તને જાણીને ગુએ વિચાર્યું કે આશ્ચર્ય છે કે હમણાં આ મારો વિદ્યાનો ગુણ દોષપણાને પામ્યો છે. કહ્યું છે કે:- યત્ન કરવાથી સમુદ્રના લ્લોલો અને વાંદરાની ચપલતાને રોકી શકાય છે. પરંતુ રાજાના ચિત્તને રોકી શકાતું નથી. (૧) રાત્રિમાં સંઘને પૂછ્યા સિવાય રાજકારના કમાડમાં ત્રણ કાવ્યો લખીને ગુરુ જલદી નગરીમાંથી નીકળી ગયા. તે આ પ્રમાણે :
હે રોહણગિરિ અમે જઈએ છીએ. તમારું લ્યાણ થાઓ. મારાથી સ્થિતિભ્રષ્ટ કરાયેલા આ કેવીરીતે વર્તશે (રહેશે?) એ પ્રમાણે સ્વપ્નમાં પણ તું ચિંતા કરતો નહિ. શ્રીમાન મણિ જેવા અને જો તમારાથી પ્રાપ્ત કરી છે પ્રતિષ્ઠા જેણે એવા છીએ, તો તે શૃંગારમાં તત્પર એવા રાજાઓ અમને મસ્તક ઉપર કરશે. (૧)
તું એમ નહિ માનતો કે હું જ (તમારી) સ્થિતિનું સ્થાન છું. મારાથી જ પાણીનો લાભ થાય છે. જો મારી કૃપા હોય તોજ, મારે અધીન પેટ ભરવું છે, તેમ અથવા મારી કૃપા હોય તોજ તેઓ અહીં રહેશે. (એમ હું માનતો નહિ) પરાભવ પામશે તો પણ તે સુવર્ણકમળ પામશે. અનેક પ્રયોજન માટે નિર્મળ સરોવરમાંથી રાજહંસો નીકળી ગયા. (ર)