________________
ખટાશ આવે કે નહિ ? હું માંગે તે ઠીક પણ બધું જ માંગે છે તે જોઈ લે કે કે પ્રેમ રહે છે. આ સંસાર સ્વાર્થમય છે.
દેવ પ્રસન્ન થયા. સુખની શોધ કરવા જતાં લકમીચંદની આંખ ખુલી. કંઈક વખત દુઃખ સારા માટે આવે છે. સંતેના સુખ જેવું બીજું કેઈ સુખ નથી. લક્ષમીચંદની પત્નીને ખબર પડી કે તેને પતિ ઉપાશ્રયમાં જ રહે છે. તેને બીક લાગી કે રખે સાધુ થઈ જશે? તે દેડતી આવીને કહે છે કે સ્વામીનાથ ! ઘરે પધારે, દીક્ષા લેવી નથી. મારે ગેળની બાધા છે. ઘી ને ગળપણની બાધા છે. આ સમયે અંતરંગ વૈરાગ્ય હેય તે જ ટકી શકાય છે.
લક્ષ્મીચંદ કહે છે સાચા શાશ્વત સુખની ચાવી તે ત્યાગમાં જ છે, રાગમાં નહિ. મારે રાગની આગમાં બળવું નથી. મારે તે ત્યાગમાર્ગ અંગીકાર કરી સાચા સુખની પ્રાપ્તિ કરવી છે. સંસાર સુખનાં સહામણાં સ્વપ્નાં તે સંધ્યાના રંગ જેવા છે.
બંધુઓ આ ક્ષણિક સુખે રાગ ઘટાડી જિંદગીની એક એક સોનેરી પળ પ્રમાદમાં નહીં ગુમાવતાં આત્મકલ્યાણની લગનીમાં લગાડે. એ જ અનંત જ્ઞાનીઓને સંદેશ છે. ટાઈમ થઈ ગયું છે. વધુ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન રચાતુર્માસને મંગલ સંદેશ [અષાડ સુદ પુનમ ને શનિવાર, તા. ૧૮-૭-૭૦ ]. આજનો દિવસ એ પવિત્ર દિવસ છે. આ વિશાળ હોલમાં નજર કરતાં થાય છે કે આજે શું રવિવાર છે? ના, રવિવાર તે નથી પણ આજે તે શનિવાર છે. પણ એ રવિવારને ય વટાવી આગળ વધીને આજે આપણે અષાઢી પૂર્ણિમાને પવિત્ર દિન છે. પૂર્ણિમા તે દર મહિને એક વખત આવે છે, પણ આજની પૂર્ણિમા આપણુ દરેકના દિલમાં આનંદની ઉર્મિ પ્રગટાવે છે.
આજના દિવસે દુનિયાભરમાં વિચરતા જૈન સંતે પિતે નિશ્ચિત કરેલા સ્થાને સ્થિર થઈ જશે. મુનિરાજોને વિહાર પ્રિય હોય છે અને વિહારમાં સંતને અનુભવ સાથે સંયમની સુરક્ષા પણ થાય છે. જ્યારે શ્રાવકેને તે સ્થિર થાય છે ત્યારે આનંદ આવે છે. ઉપાશ્રયમાં સંતે બિરાજમાન હોય ત્યારે શ્રાવકે દરરોજ પ્રભાતમાં જાગૃત થઈ સંતદર્શન કરે, માંગલિક સાંભળે, સંતેનાં વ્યાખ્યાન સાંભળે; અને શ્રાવકના જે બાર વત છે તેમાંથી એક વ્રતના પાલનને લાભ પણ મેળવી શકે. શ્રાવકના બાર વ્રતમાં સ્વાધીન કેટલા ને પરાધીન કેટલા? જ. ૧૧ વ્રત સ્વતંત્ર છે. તમે જ્યારે કરવા ધારો ત્યારે કરી શકે છે, પણ બારમું એક જ વ્રત એવું છે કે તમે સ્વતંત્રપણે કરી શકતાં નથી. એ તે ગામમાં સંતે બિરાજમાન હોય ત્યારે જ ભાવના ભાવીને પૂર્ણ કરી શકાય છે. ૨ શા.