________________
બીજી હવેલીમાં દાખલ થયે. ત્યાં એક શેઠનું સુખ જોઈને આ સંસારને પ્રવાસી હર્ષથી છલકાઈ ગયે. અહ! આ શેઠ તે દેવના સુખ ભોગવી રહ્યા છે. હું આવા સુખને માગીશ. અને મારા દુઃખને ભાંગીશ. સુખાનંદમાં મહાલીશ અને મારી જિંદગી પસાર કરીશ. એમ વિચાર કરી કહે છે શેઠજી! મને તે આપ જ સુખી દેખાય છે. મારા ઉપર દેવ પ્રસન્ન થયે છે. હું આપના જેવું જ સુખ માંગીશ. શેઠ કહે ભાઈ! તને મારું સુખ ગમ્યું, તે એની ઈચ્છા કરી પણ મારું સુખ મને ક્ષણભંગુર લાગે છે. પરભવમાં સાથે આવનાર નથી. મેં પૈસા મેળવવામાં લેહીના પાણી કર્યા. પરલેકની ચિંતા કરી નહીં. પાપ કરતાં પાછો વળે નહીં ને પુણ્ય કાંઈ કર્યું નહીં. પુત્રના પારણા પાછળ આશામાં ને આશામાં વૃદ્ધ થયે, પણ પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. દુઃખમાં ને દુઃખમાં જીવતે છતાં મરવા જેવો જ છું. આ સુખ મને મધથી ખરડેલી તીક્ષ્ણ તલવારની ધાર જેવાં લાગે છે. અને તું આવા સુખની ઈચ્છા કરે છે?
બેલે તે ખરા! તમે બધા સુખી તે છો ને? તમને કઈને આવા દુઃખ તે નથી ને? કારણ! તમારી પાસે પૈસા છે, પુત્ર છે, પત્ની છે, પરિવાર છે, સુંદર મકાન છે, મટર છે, નોકર ચાકર છે, એટલે જ બધાં સુખીયાં છે ને ? સાથે સંસારના રસીયાં છે ને ? (સભા - સુખી નથી, દુઃખી છીએ) જે સુખી નથી, એટલું તમને સમજાયું હોય તે હવે સંસાર પ્રત્યેને રસ ઓછો કરો. - લક્ષ્મીચંદ (ચાર્યું કે આવું સુખ શા કામનું? ત્યાંથી વિદાય થયે. ફરતે ફરતે વીરાણી પૌષધશાળામાં આવ્યું. સંતેની પાસે બેઠે. સંતના મુખ ઉપર આનંદની સીમા નથી. તપના તેજ ઝળકે છે. કેઈ તપસ્વી છે. તે કઈ જ્ઞાન ધ્યાનમાં મસ્ત છે. તે કઇ વિયાવચ્ચમાં મસ્ત છે. કયાંય અશાંતિ કે દુઃખને છાંટે ન જોયો. ધનવાન કે ગરીબ બધા ઉપર એક જ સમાન દષ્ટિ છે. સાચું સુખ તે અહીં જ છે. પૈસા વિન ઘરમાં ગયે તો જે પત્ની પાસેથી સેહામણાં સુખની આશા રાખતા હતા તે પત્નીએ જાકારો કર્યો. આજે ત્રણ ત્રણ દિવસ થયાં પણ સંત જાકારે કરતા નથી, માટે જ જ્ઞાનીએ કહ્યું છે કે –
ખણમિત્તસુફખા બહુકાલદુખા, પગામદુખા અણિગામ સુફખા સંસાર મફખસ વિપકૂખભૂયા, પાણી અણWાણ ઉ કામભેગા
ઉ. સૂ. અ. ૧૪. ગા. ૧૩ મહાન પુરૂ કહે છે કે તું જ્યાં સુખ માને છે ત્યાં સુખ નથી. ક્ષણિક સુખની પાછળ ઘણું કાળનું દુઃખ છે. જન્મ જરા અને મરણનું દુઃખ સર્વ જીવોના માથે ઊભેલું જ છે. બાકી સંસારમાં સ્વાર્થની જ બાજી છે. પતિ પત્નીને કહે કે પેટીમાં જે દાગીના ભર્યા છે તે આપ. હમણાં મારો હાથ ભીડમાં છે. દીકરો માતા પાસે માંગે તે પ્રેમમાં