________________
વિશેષ કરીને જ સુખ ઉપર રાગ અને દુઃખ ઉપર દ્વેષ વાળા હોય છે. સુખ અને દુઃખને માનવી સત્ય સ્વરૂપે સમજે તે તેના હૃદયમાં સુખ-સગવડતામાં રાગ અને દુઃખના સાધન પર દ્વેષ જન્મ નહિ. સુખ મેળવવા પ્રાણને તજ સ્વર્ગનાં સુખ-શાંતિનાં સવ સેવે નહિ. સુખ અને દુખ શુભાશુભ કર્મના ફળ છે. જેના પાપકર્મના અંધારા ચારે કોર ફળી વળ્યા હતાં એ લક્ષ્મીચંદ ગામ બહાર એક વડલાના ઝાડ નીચે ગયો.નિરાશાની રાશથી બંધાયેલે લક્ષ્મીચંદ ઝાડની ટોચે ચડ્યો અને તે પરથી પડવા વિચાર્યું, પણ વિચાર થયો કે પડુ ને હાથ-પગ ભાંગે તે? કેમ પડાય! પાછો ઉતર્યો. દેરડું લાવ્યા. બાંધીને ફાંસ ખાવા જાય છે, પણ ફસે ખાઈ શકતું નથી. પણ ધીમે ધીમે દેરડું ગાળામાં બેસાડતે જાય છે. મરવાની અણી ઉપર છે, ત્યાં તેને ભાગ્યોદય જાગે. અને દેવવાણી સંભળાય છે.
હે માનવી ! તું શા માટે આ માનવભવ હારી જાય છે! શા માટે આ ગળે ફાંસો ખાય છે? લક્ષમીચંદ કહે છે–આ સંસારમાં ધન વિના મારી કોઈ વેલ્યુ નથી. મરવા સિવાય ઉપાય નથી. દેવ કહે છે તું પાપી પેટની ચિંતા છેડી દે. હું આજથી તારા ઉપર પ્રસન્ન થયે છું. પ્રસન્ન થયેલા દેવના વચન સાંભળી દુઃખી થયેલે માન થી પ્રભાતના ખીલેલા પુછપની જેમ પ્રકુલિત બની ગયે. અને બોલ્યો કે દેવ! આપ મારા પર પ્રસન્ન થયા છે તે હું દુઃખથી કંટાળી ગયે છું અને સુખ જોઈએ છે. તે હવે આપ મને છેડે સમય આપે જેથી હું સુખ શોધી આવું.
લક્ષમીચંદ સુખની શોધ કરવા નગરમાં ઉપડે. એક મેટી હવેલીમાં ગયો. મકાનની બહારની શેભા જોઈને તેનું મન પાણી પાણી થઈ ગયું. નોકરને કહે છે ભાઈ ! મારે આવું મકાન બંધાવવું છે, મને જેવા જવા દે. રજા મળી. અંદર દાખલ થયો. અંદરના ઠાઠમાઠ જોઈ તેને થયું. બસ, આવું સુખ હું દેવ પાસે માંગીશ. તેની વિચારણા કંઈક આગળ વધે તે પહેલાં તે તેના કાને અંદરથી બાઈના રૂદનને કરણ વર સંભળાય. નેકરને પૂછે કે આવા સુંદર મકાનમાં કેણુ રડે છે? તે કહે છે એ તે અમારા શેઠાણું છે. તે શા માટે રડે છે? મને તેમની પાસે લઈ જાવ. પાસે જઈને રૂદનનું કારણ પૂછે છે. બહેન ! આટ આટલી સુખ સામગ્રી હોવા છતાં શા માટે રડો છે ? તમારા સુખને જોઈ હું આશ્ચર્ય પામું છું, ત્યાં તું રડી રહી છે, તેનું કારણ શું ? ભાઈ! આ મારું સુખ અને શાંતિ દેનાર નથી પણ ભંગાર છે. પડછાયા જેવું છે. બધાય સુખની પાછળ દુઃખને દરિયે પડે છે. આ સુખ અને સાધનની સામગ્રી વસાવનાર, લીલી વાડીના ખીલવનાર, મારા શિરછત્ર એવા મારા સ્વામીનાથ આ લેક છેડી પરલેકવાસી થયાં છે. હવે મારે આ સુખ શા કામના? ભાઈ! આવા સુખને ત સુખ માને છે? લક્ષ્મીચંદ કહે-આને હું સુખ નહિં પણ દુઃખ જ માનું છું. મારે આવું સુખ ન જોઈએ. ત્યાંથી તે પાછો ફર્યો.