________________
મન થતું નથી. તે જ રીતે સંતે રૂપી ડાહ્યા પુરૂષને થાય છે કે સંસારમાં મેહમદિરાના કેફથી આત્માઓ જ્યાં ને ત્યાં પટકાઈ રહ્યા છે. અજ્ઞાનના અંધકારમાં અથડાઈ રહ્યા છે અને અલિતા પલિતા રૂપ સંસારમાં બની રહ્યાં છે, તેમને ગમે તેમ કરીને બચાવી લઈએ. પણ માછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે તે મરી જાય. તેમ તમને પણ સંસારમાં જ રહેવું ગમે છે. કહેવામાં આવે કે દેવાનુપ્રિય! ધર્મ માટે એક કલાકને ટાઈમ મેળવે, તે કહે છે કે શું કરીએ ! ટાઈમ મળતું નથી.
હું તમને પૂછું છું કે તમે ગમે તેટલા કામમાં હો પણ હાજત જવાની પેટમાં પીડા થાય તે જાવ કે નહિ! ત્યાં તમે ટાઈમ કાઢે છે કે નહિ? તે જ રીતે અહીં પણ ટાઈમ લઈને આવે. હામણે દેખાતે તમારે સંસાર અમારી દ્રષ્ટિએ તે બિહામણે જ લાગે છે. સંસારમાં કોઈ કોઈનું નથી. એ તમારી ભ્રામક દૃષ્ટિ સુધારવા એક દષ્ટાંત આપું છું -
દષ્ટાંત - એક માનવી સંસારમાં વસે છે. કર્મની ગતિ ન્યારી છે. નોકરી કે ધધ કરે છે પણ સફળતા મળતી નથી. પાસા સવળા નાખે તે પણ ઉંધા પડે છે. ભાઈનું નામ તેની માતાએ પાડ્યું હતું લક્ષમીચંદ. નામ છે લક્ષમી, પણ લક્ષમી દેવી પ્રસન્ન થતાં નથી. નામ પાડવાથી કંઈ લક્ષમી ડી જ મળે છે? લક્ષમીચંદ ગમે તેમ કરે પણ પૈસા મળતાં નથી, ઘરે જાય તે શ્રીમતી કકળાટ કરે છે. એની પત્ની ક્રોધી હતી. પિતે પેટે પાટે બાંધી શકતી નહતી. પેટ ભરવા પૈસા જોઈએ અને પતિ પૈસા લાવતે નથી.
પૈસા વિનાનો માણસ સંસારમાં કંસાર જે નહિં પણ કસાર જે જણાય છે.
લક્ષમી તે ભાગ્ય હોય તે જ મળે છે. આજે તમે ધનવિનાના માણસને શી ઉપમા આપે છે? કહેવત છે ને કે નાણાં વગરને નાથીઓ, નાણે નાથાલાલ, વસુ વિના નર પશુ. સંસારમાં કોની કેટલી કિંમત અંકાય છે તે આ કહેવત ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે, છતાં તમારી આંખ ખુલતી નથી. એકાદ વખત ધકો મળે પછી જ આંખ ખુલે છે.
લહમીચંદની પત્નીએ કહી દીધું કે પૈસા વિના મારા ઘરમાં પગ નહિ મૂકાય. કમાવાની ત્રેવડ ન હતી તે શા માટે ઘર માંડ્યું છે? no wealth no cost (ને વેલ્થ ને કોટ) પત્નીના તિક્ષણ વચનોથી લક્ષ્મીચંદનું હૃદય વિંધાઈ ગયું. બેલે તે ખરા, ઘર કોનું ?... તમારૂં કે પત્નીનું ? છતાં પગ મૂકવા દેતી નથી. લક્ષ્મીચંદ મૂંઝાઈ ગયે. હવે કરવું શું? માનવ મૂંઝાય ત્યારે તે શું કરે? (“સભા- આપઘાત કરે”) લક્ષ્મીચંદે નકકી કર્યું કે હવે આ દુનિયામાં જીવવું વ્યર્થ છે. જેને હું મારા માનતે હતો તે મારા નથી. તે પૈસાનાં જ સગાં છે. નિર્ધન જીવન હવે મારે જીવવું નથી.