________________
ત્યારે માનવીને ઘડપણમાં સુખનું ગાંડપણ વળગે છે. અને તમે માનેલું એ સુખ અંતે દુઃખનો દાવાનળ પ્રગટાવે છે. એથી જ મરણ સમયે દેહમાં રહેલે જીવ સુખ, શાંતિ અને સંતોષથી નીકળી શકતો નથી. આ તમારે સંસાર આ દુઃખમય હોવા છતાં પણ તમને તે સહામણે લાગે છે. તેનું કારણ અનાદિ કાળથી ઝેર ચઢી ગયું છે. ઝેરી નાગ કરડ હેય અને ઝેર ચઢયું હોય ત્યારે કહે લીંબડો ખવડાવવામાં આવે અને તેને પૂછો કે ભાઈ કડવો લાગે છે કે મી! તે કહે છે કે મીઠે લાગે છે. જેમ જેમ ઝેર ઉતરે છે તેમ તેમ સમજાય છે કે આ તે કડવે ઝેર લીંબડો છે. તેમ તમારા જીવનમાંથી ભેગે ને તૃષ્ણારુપી નાગણીનું ઝેર ઉતરતું જશે તેમ તેમ તમને સંસાર કેવો લાગશે. ઘડપણ આવવા છતાં જીવનની ઝંખના-તૃષ્ણ ઓછી થતી નથી પણ વધતી જ જાય છે.
ગામડામાંથી શહેરમાં આવતાં, માણસ એ વિચાર કરે છે કે રહેવા માટે એક સરસ મકાન મળી જાય અને વર્ષે પચીસ-ત્રીસ હજારની આવક થઈ જાય તે સંતોષથી બેઠે બેઠે ખાઉં અને આધ્યાત્મિક જીવન જીવું. હવે વર્ષો વીતી જાય. અને એક સાદા મકાનને બદલે આધુનિક સગવડો વાળ સુંદર ફલેટ મળી જાય. ટેકસીન ભાડાના પૈસા ન હતાં તેને બદલે મેટર મળી જાય. પચ્ચીસ હજારને બદલે પાંચ લાખની આવક થઈ જાય, છતાં તમને સુખ કે સંતેષ મળશે ખરે? ભલા. તમે શાંતિથી બેસીને વિચાર કરે કે હવે મારે કેટલું જોઈએ છે? પચ્ચીસ વર્ષ પહેલાં આવ્યું ત્યારે મારી પાસે કાંઈ ન હતું, કેમ આ વાત બરાબર છે ને?
કેઈ મિત્ર તમને આવીને પૂછે કે સ્ત! તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ? તમે કહો કે “હા,” તે પણ તમારા મેઢા ઉપર આનંદ કેમ દેખાતું નથી ? તેનું કારણ એક જ છે કે એ સુખ બાહ્ય છે, આત્યંતર નથી.
માણસે આજ સુધી જીવન એવું કેળવ્યું છે કે ધનપાન સિવાય બીજા કશાને વિચાર જ નથી કર્યો. અને તેને માટે સમય પણ કાઢયે નથી. દુઃખ છે પણ દુઃખી કેમ છે એનું કારણ શોધ્યું નથી. શરીર તૂટતું હોય, રાતના સૂવા જાય, છતાં અજ પિ રહે, બેચેની રહે, ઊંઘ આવે નહિ, તેને માટે ગેળીઓ લે, છતાં ગેળીઓનું ઘેન કલાક બે કલાકમાં ક્યાંય ઉડી જાય અને જાગી જવાય. બધું મળ્યું છતાં શાંતિ નથી. ત્યારે અંદરથી કેઈ કહે છે કે આનાથી મને સંતોષ નથી. મારે ખોરાક જુદો છે. તેણે ' કોમળતા, મૃદુતા, વિશ્વપ્રેમ છે. આ બધો ખોરાક કોઈ દિવસ મેળવ્યું નથી.
દેવાનુપ્રિય! સાચા સુખે તે આત્મિક છે. બીજા બધા સુખે ક્ષણિક છે. જગતનાં તમામ સુખે એક બાજુમાં મૂકે તે આત્મિક સુખમાં ભૌતિક સુખ અલ્પાંશે પણ આવી શકશે નહિ. એક દિવસના ચારિત્રમાં જેટલું સુખ છે, તેટલું સુખ ખુદ ઈજાને કે ચક્રવતિને પણ નથી. કારણ કે તે બધાં સુખે વિનશ્વર છે. એ પૌગલિક સુખમાં રાચતાં કીડાઓને કયાંથી ખબર હોય કે આ બધું જ છેડીને મારે એક દિવસ જવું પડશે