________________
શંકા-સમાધાન
53
૫૨૨ એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ થાય કે નહિ ? ૫૨૩ છેદગ્રંથમાં તો છ મહિનાથી અધિક ઉપવાસની વાત આવે છે તેનું શું ?
૫૨૪ છ મહિનાથી અધિક તપ કરનારના પારણામાં જવાય ? ૫૨૫ અપવાદથી પણ ન જવાય ?
૫૨૬ કોઇ સાધુ તેવા પ્રસંગે ગયા હોય તો શું કરવું ? ૫૨૭ છમાસથી અધિક તપ કરનારાના એ તપની અનુમોદના કરી શકાય ?
૫૨૮ પંચમી આદિ તપ કરતા હોય અને કોઇ કારણથી તે દિવસે તપ ન થયો હોય તો શું કરવું ?
૫૨૯ પંચમી ત૫ ઉચ્ચર્યો હોય ભાદરવા સુદ-૪ ના ઉપવાસ કર્યો હોય પાંચમના ઉપવાસ થઇ શકે એમ ન હોય તો શું કરવું ? ૫૩૦ વર્ષીતપના પ્રારંભમાં છઠ્ઠ કરવો કે ઉપવાસ ? ૫૩૧ વર્ષીતપ જો કર્મ નિર્જરા માટે કરતા હોઇએ તો કર્મ નિર્જરા તો બીજી આરાધનાથી પણ થઇ શકે છે તો વર્ષીતપ જ શા માટે કરવો ?
૫૩૨ વર્ષીતપમાં બંને વખત (સવા૨-સાંજ) પ્રતિક્રમણકરવું જ જોઇએ ?
૫૩૩જો ભાવ વિના કરેલ તપને સંસારનું કારણ જણાવેલ છે તો રોહિણી આદિ તપો શા માટે બતાવ્યા ?
૫૩૪ રોહિણી, પંચમી વગેરે તપો જિંદગી સુધી ઉચ્ચર્યા હોય અને રોહિણી આગળ પાછળ આવે, છઠ્ઠું કરવાની શક્તિ ન હોય તો શું કરવું ?
૫૩૫ વીસ સ્થાનક તપમાં ૧૦ વર્ષથી વધારે વર્ષ થાય તો ચાલે ? ૫૩૬ શ્રેણિક મહારાજાએ વીસ સ્થાનક તપ કર્યાનું જાણવા મળતું નથી, આમ કેમ ?
૫૩૭ એકાસણા આદિનું પચ્ચક્ખાણ પાર્યા પછી ઉપવાસ કરવાની ભાવના થાય તો ઉપવાસ કરી શકાય ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org