________________
શંકા-સમાધાન
જણાવેલ છે, તો શાસ્ત્રોમાં રોહિણી આદિ તપો શા માટે બતાવવામાં આવ્યા છે ? તે તપ દેવતાને ઉદ્દેશીને હોવાથી એમાં ભાવની શુદ્ધિ (મોક્ષની ભાવના) હોતી નથી. તો એવાં તપોનું વિધાન કેમ કર્યું?
સમાધાન– જીવો બે પ્રકારના હોય છે. મુગ્ધ અને બુદ્ધિ. મુગ્ધ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ જ્ઞાનથી રહિત ભદ્રિક જીવો. સદ્દબુદ્ધિ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ બોધવાળા જીવો. રોહિણી આદિ તપોનું વિધાન મુગ્ધ જીવોને આશ્રયીને છે, જેમને મોક્ષ વગેરેનું જ્ઞાન નથી, તેવા મુગ્ધ જીવો પ્રારંભમાં વર્તમાન કાલીન કોઈ આપત્તિનું નિવારણ, ઈષ્ટ ફળની પ્રાપ્તિ આદિના ધ્યેયથી તપ આદિ ધર્મમાં જોડાય છે, અર્થાત્ તેવા જીવો પ્રારંભમાં સંસાર સુખ આદિની પ્રાપ્તિના આશયથી ધર્મમાં જોડાય છે, પણ મોક્ષ આદિનું જ્ઞાન થતા મોક્ષ માટે ધર્મ કરતા થઈ જાય છે. આથી રોહિણી આદિ તપો પણ નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બનતા હોવાથી હિતકર છે. કોઈક જીવો પહેલા સંસાર સુખની પ્રાપ્તિ આદિના આશયથી ધર્મમાં પ્રવૃત્તિ કરે, પછી વિવેકને પ્રાપ્ત કરીને મોક્ષ માટે ધર્મ કરે, પણ જો વિવેકને પ્રાપ્ત ન કરે, તો તેવો તપ સંસારપરિભ્રમણનું કારણ બને જ છે. (તપ પંચાશકના આધારે). જે જીવો બુદ્ધિ છે એટલે કે તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ, એવું સમજે છે તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરે છે. તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે છે, એમ સમજવા છતાં મોહાધીન બનીને સંસારસુખના રાગથી કેવળ સંસારસુખ માટે જ કે તેવા બીજા કોઈ મલીન આશયથી તપ વગેરે ધર્મ કરે, તો તેમને તે ધર્મ સંસારપરિભ્રમણનું કારણ બને. જેમકે સંભૂતિમુનિએ નિયાણું કરીને તપને સંસારપરિભ્રમણનું કારણ બનાવ્યું. આમ ભાવ વિના તપ સંસારપરિભ્રમણનું કારણ છે, એ બરોબર છે અને મુગ્ધ જીવો તપ વગેરે ધર્મ સંસારસુખ માટે કરે તો પણ તેમને તે ધર્મ સંસારપરિભ્રમણનું કારણ ન બને, બલ્ક પરંપરાએ મોક્ષનું કારણ બને એ પણ બરોબર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org